ઉંમર 19 વર્ષ અને મગજ 30 વર્ષનું, આવી છે રાશિદ ખાનની અજબ સ્ટોરી

News18 Gujarati
Updated: June 2, 2018, 3:19 PM IST
ઉંમર 19 વર્ષ અને મગજ 30 વર્ષનું, આવી છે રાશિદ ખાનની અજબ સ્ટોરી

  • Share this:
અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના કોચ ફિલ સિમન્સે દહેરાદૂનમાં કહ્યું કે, 19 વર્ષના યુવા બોલર રાશિદ ખાને રમતના સૌથી લાંબા ફોર્મેટમાં ( ટેસ્ટમાં) સફળતા મેળવવામાં કોઈ જ મુશ્કેલી પડશે નહી કેમ કે, તેનું મગજ 30 વર્ષ જેટલું પરિપક્વ છે.

ટી20માં દુનિયાના સર્વશ્રેષ્ઠ બોલરોમાં ગણાતા રાશિદ ખાન ભારત વિરૂદ્ધ અફઘાનિસ્તાનની ઐતિહાસિક પહેલી ટેસ્ટ મેચથી આ ફોર્મેટમાં ડેબ્યૂ કરશે. આનાથી પહેલા તે માત્ર ચાર ફર્સ્ટ ક્લાસ મેચો રમ્યો છે, જેથી તેને ભારત જેવી ટોચની ટીમ વિરૂદ્ધ રમવામાં મુશ્કેલી પડી શકે છે.

રાશિદ વિશે વેસ્ટ ઈન્ડિઝના આ પૂર્વ બેટ્સમેનોએ કહ્યું કે, તે પોતાની ઉંમર કરતા વધારે પરિપક્વ છે.

સિમન્સે કહ્યું કે, "રાશિદ માત્ર 19 વર્ષનો છે પરંતુ તેનું મગજ 30 વર્ષ જેટલું પરિપક્વ છે. તેને ખબર છે કે ટીમને તેની પાસેથી શું આશા છે."

ટેસ્ટ મેચમાં ધીરજની જરૂરત હોય છે અને સિમન્સને આશા છે કે, રાશિદ આર્યલેન્ડ વિરૂદ્ધ ફર્સ્ટ ક્લાસ મેચમાં કરેલા પ્રદર્શનને એકવાર ફરીથી દોહરાવશે. રાશિદ ખાને આર્યલેન્ડ વિરૂદ્ધ પાછલા વર્ષે ચાર દિવસીય મેચમાં શાનદાર પ્રદર્શન કર્યો હતો. તેને ઈંગ્લેન્ડ વિરૂદ્ધ પ્રેક્ટિસ મેચમાં પણ વિકેટ ઝડપી હતી.

ભારત સાથે ઐતિહાસિક ટેસ્ટ મેચથી પહેલા સિમન્સ અફઘાનિસ્તાનની બે ટીમો સાથે કામ કરી રહી છે. એક અહી જે અહી બાંગ્લાદેશ વિરૂદ્ધ ટી20 સિરીઝ રમશે અને બીજી ભારત વિરૂદ્ધ એકમાત્ર ટેસ્ટ મેચમાં ઉતરશે.તેમને કહ્યું કે, 'તે મુશ્કેલ સ્થિતિ છે કે, ટેસ્ટ અને ટી 20 ટીમ એક સાથે તૈયારી કરી રહી છે પરંતુ જેમ જેમ અમે મેચની નજીક પહોંચી રહ્યાં છીએ બધી જ વસ્તુઓ સરળ થઈ રહી છે. આજ કાલ પ્રવાસ આવી રીતે જ નક્કી થાય છે.'

સિમન્સને લાગે છે કે, ભારત વિરૂદ્ધ ટેસ્ટ મેચમાં બોલિંગથી મોટી પરીક્ષા બેટિંગની થશે.

 
First published: June 2, 2018
વધુ વાંચો
अगली ख़बर