IND vs ENG : રણવીર સિંહ કોહલીની બેટિંગનો બન્યો ફેન, કહ્યું ''ચિકુ ઓન ફાયર''

IND vs ENG : રણવીર સિંહ કોહલીની બેટિંગનો બન્યો ફેન, કહ્યું ''ચિકુ ઓન ફાયર''

  • Share this:
    નવી દિલ્લી: કેપ્ટન વિરાટ કોહલીની અણનમ અડધી સદીની મદદથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી ટી -20મેચમાં છ વિકેટે 156 રનનો સન્માનજનક સ્કોર કર્યો હતો. જોકે, તેમ છતાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. જોસ બટલરની તોફાની ફિફટીથી ઇંગ્લેન્ડે ત્રીજી ટી 20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં ભારતને આઠ વિકેટથી હરાવીને પાંચ મેચની શ્રેણીમાં 2-1થી લીડ મેળવી લીધી હતી. ભલે આ મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હોય, પરંતુ દરેક વિરાટ કોહલીની ઇનિંગની પ્રશંસા કરી રહ્યો છે.

    આ પણ વાંચો - અમદાવાદ : કોરોના કેસ વધતા એએમસીનો મોટો નિર્ણય, આ આઠ વોર્ડમાં રાત્રે 10 વાગ્યા પછી ખાણી-પીણી બજાર બંધ રહેશે



    બોલિવૂડ અભિનેતા રણવીરસિંહે પણ ટ્વિટર પર વિરાટ કોહલીની પ્રશંસા કરી છે. રણવીરસિંહે વિરાટ કોહલીની પ્રશંસામાં બે ટ્વીટ કર્યા. પહેલા ટ્વિટમાં તેમણે લખ્યું હતું - સૌથી સારી ટી-20 બેટીંગ આજે મેં જોઈ! મેદાનની ચારેય બાજુ શાનદાર શોર્ટ્સ! માણસ છે કે મશીન છે! આ પછી, રણવીરે વધુ એક ટ્વિટ કર્યું અને તેમાં લખ્યું ''ચિકુ ઓન ફાયર''

    ખરેખર, માર્ક વુડ (31 રન આપીને ત્રણ વિકેટ) અને ક્રિસ જોર્ડન ( 35 રન આપીને બે વિકેટ)ની જોરદાર બોલિંગ સામે 15 ઓવરમાં 87 રનમાં પાંચ વિકેટ ગુમાવ્યા બાદ ભારત મુશ્કેલીમાં મુકાયું હતું, પરંતુ કેપ્ટન વિરાટ કોહલી (77 નોટ આઉટ) અને હાર્દિક પંડ્યા (17)ની ઇનિંગ્સને કારણે, ટીમ છેલ્લા પાંચ ઓવરમાં 69 રન ઉમેરવામાં સફળ રહી હતી. જેમાં ૠષભ પંતે પણ 25 રનનું યોગદાન આપ્યું હતું.

    વિરાટ કોહલીએ વૂડની ઓવરમાં ચોગ્ગાથી ખાતું ખોલાવ્યું. ભારતીય ટીમ પાવર પ્લેમાં ત્રણ વિકેટ ગુમાવીને માત્ર 24 રન જ બનાવી શકી હતી. કોહલીએ આર્ચરની ઓવરમાં ચોગ્ગા અને સિક્સરની મદદથી 16મી ઓવરમાં રન બનાવવાની ગતિમાં વધારવાનો પ્રયાસ કર્યો. ભારતના રનની સદી આ ઓવરમાં પૂરી થઈ હતી. કોહલીએ આગળની ઓવરમાં જોર્ડનની બોલિંગમાં 37 બોલમાં સિક્સર અને ચોગ્ગાની મદદથી 27મી અડધી સદી પૂરી કરી અને ત્યારબાદ વુડને સતત બે સિક્સર અને એક ચોગ્ગા ફટકર્યા હતા.

    મહત્વનું છે કે, BCCI એ સ્ટેડિયમમાં પ્રેક્ષકોની ગેરહાજરીમાં મર્યાદિત ઓવરના તબક્કાની તમામ મેચો યોજવાનો નિર્ણય રાજ્ય અને સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા કર્યા પછી કોરોના વાયરસના વધતા કેસોને કારણે કર્યો હતો. આ મેદાન પર હવે ગુરુવારે (18 માર્ચ) શ્રેણીની ચોથી મેચ રમાશે.
    Published by:kuldipsinh barot
    First published:March 17, 2021, 13:37 pm

    ટૉપ ન્યૂઝ