રણવીર સિંહ ઘોની સાથે ફૂટબોલ રમવા પહોંચ્યો, માહી પર પ્રેમ વરસાવતો જુઓ વીડિયો

તસવીર- ઈન્સ્ટાગ્રામ @viralbhayani)

રણવીર સિંહ (Ranveer Singh) અને મહેન્દ્ર સિંહ ધોની(Mahendra Singh Dhoni) બંને સ્ટાર્સ ફૂટબોલ ક્લબનો ભાગ છે, જે ભારતમાં ફૂટબોલની રમતને પ્રોત્સાહન આપે છે, તેમજ ચેરિટી માટે નાણાં એકત્ર કરવા માટે મેચનું આયોજન કરે છે.

 • Share this:
  મુંબઇ: બોલિવૂડ સ્ટાર રણવીર સિંહ (Ranveer Singh) કોઈ ને કોઈ કારણસર હેડલાઇન્સમાં રહે છે. આ દિવસોમાં તે ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોની(Mahendra Singh Dhoni) સાથેની બોન્ડીગ અંગે ચર્ચામાં છે. ખરેખર, તાજેતરમાં રણવીર સિંહ અને મહેન્દ્ર સિંહ ધોની મુંબઈના એક સ્ટેડિયમમાં ફૂટબોલ રમતા જોવા મળ્યા હતા. જ્યાં બંને એકબીજા સાથે ખૂબ મસ્તી કરતા જોવા મળ્યા હતા. ફૂટબોલના ગ્રાઉન્ડમાંથી આ બંનેનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ક્યારેક બંને વાત કરતા જોવા મળે છે તો ક્યારેક મિત્રોની જેમ એકબીજાને ગળે લગાવતા જોવા મળે છે.

  મહત્વનું છે કે, રણવીર સિંહ અને મહેન્દ્ર સિંહ ધોની, બંને સ્ટાર્સ ફૂટબોલ ક્લબનો ભાગ છે, જે ભારતમાં ફૂટબોલની રમતને પ્રોત્સાહન આપે છે, તેમજ ચેરિટી માટે નાણાં એકત્ર કરવા માટે મેચનું આયોજન કરે છે. બોલીવુડના ઘણા સભ્યો તેમજ ક્રિકેટ ખેલાડીઓ ક્લબ દ્વારા આયોજિત મેચોમાં ભાગ લે છે.

  રવિવારે રણવીર પ્રેક્ટિસ બાદ ધોનીને ગળે લગાવેલો ફોટોગ્રાફ પડાવતો હતો. તસવીરમાં તે ટીમની બાકીની ટીમ સાથે નિયોન ગ્રીન જર્સી પહેરેલો જોવા મળી રહ્યો છે. રણવીર પોનીટેલમાં માથુ બનાવતા જોઇ શકાય છે. બોલિવૂડ પાપારાઝીએ રણવીર સિંહ અને એમએસ ધોનીનો વીડિયો પણ શેર કર્યો છે. જેમાં બંનેને તેમની ટીમના અન્ય સભ્યો સાથે જોઇ શકાય છે.


  મહેન્દ્રસિંહ ધોની અને રણવીર સિંહ સાથે સૈફ અલી ખાનનો મોટો દીકરો ઇબ્રાહિમ અલી ખાન પટૌડી પણ મેદાનમાં દેખાયો. આ દરમિયાન ઇબ્રાહિમે ઓરેન્જ જર્સી પહેરી હતી. બીજી ઝલકમાં ઇબ્રાહિમ ખેંચાતો અને તે પછી રમતની તૈયારી કરતો જોવા મળ્યો.
  Published by:kuldipsinh barot
  First published: