રણજી ટ્રોફીના ઇતિહાસનો સૌથી મોટો વિવાદ, આઉટ છતા શુભમને મેદાન ના છોડ્યું

News18 Gujarati
Updated: January 3, 2020, 3:52 PM IST
રણજી ટ્રોફીના ઇતિહાસનો સૌથી મોટો વિવાદ, આઉટ છતા શુભમને મેદાન ના છોડ્યું
રણજી ટ્રોફીના ઇતિહાસનો સૌથી મોટો વિવાદ, આઉટ છતા શુભમને મેદાન ના છોડ્યું

આ ઘટના પછી દિલ્હીના બોલરોએ બોલિંગ કરવાની ના પાડી દીધી

  • Share this:
મોહાલી : રણજી ટ્રોફી (Ranji Trophy)માં શુક્રવારે શરુ થયેલી દિલ્હી અને પંજાબ (Delhi vs Punjab)વચ્ચેના મુકાબલામાં મોટો વિવાદ થયો છે. બંને ટીમો વચ્ચે રમાઈ રહેલા મુકાબલામાં ટીમ ઇન્ડિયા તરફથી રમી ચૂકેલા પંજાબના બેટ્સમેન શુભમન ગિલને (Shubhman Gill)અમ્પાયર દ્વારા આઉટ અપાયા પછી મેદાન છોડવાથી ઇન્કાર કરી દીધો હતો. મેચમાં પંજાબના બેટ્સમેન શુભમન ગિલને અમ્પાયરે વિકેટ પાછળ આઉટ આપ્યો હતો. જોકે આમ છતા શુભમન પોતાની જગ્યાએથી હલ્યો નહીં અને મેદાન છોડીને ગયો પણ નહીં. આ પછી અમ્પાયરે પોતાના નિર્ણય બદલ્યો હતો. અમ્પાયરે આવું કરતા દિલ્હીના બોલરોએ બોલિંગ કરવાની ના પાડી દીધી હતી.

ક્રિકટ્રેકરના રિપોર્ટ પ્રમાણે નીતિશ રાણા (Nitish Rana)ની આગેવાનવાળી દિલ્હીની ટીમ મેદાન છોડીને જવા લાગી હતી. કેપ્ટન નીતિશ રાણાએ આરોપ લગાવ્યો કે શુભમન ગિલે અમ્પાયરને ગાળો આપી છે. આ પછી મેચ રેફરીના દખલથી મેચ ફરી શરુ થઈ હતી. ગિલ આ પછી 41 બોલમાં 23 રન બનાલી સિમરજીત સિંહના બોલ પર વિકેટકીપર અનુજ રાવતના હાથમાં કેચ આઉટ થયો હતો.

આ પણ વાંચો - નવા વર્ષે હાર્દિક પંડ્યાએ જીવનસાથીની પસંદગી કરી, આ ગ્લેમરસ ગર્લફ્રેન્ડ સાથે સગાઇ કરી

રણજી ટ્રોફીમાં અમ્પાયરના નિર્ણયથી ટીમ નાખુશ બની હોય તેવું પ્રથમ વખત બન્યું નથી. આ પહેલાના સત્રમાં સૌરાષ્ટ્રના બેટ્સમેન ચેતેશ્વર પૂજારાને પણ મેદાની અમ્પાયરે નોટ આઉટ આપ્યો હતો. જ્યારે રિપ્લેમાં જોવા મળતું હતું કે બોલ સ્પષ્ટ રીતે બેટના કિનારીએ અડીને ફીલ્ડરના હાથમાં ગયો હતો.વિવાદોના કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની જેમ રણજી ટ્રોફીમાં પણ ડિસિઝન રિવ્યુ સિસ્ટમની માંગણી લાંબા સમયથી થઈ રહી છે. છેલ્લી કેટલીક સિઝનમાં અમ્પાયરોએ ઘણી મોટો ભૂલો કરી છે. જેનું પરિણામ ટીમે ભોગવવું પડ્યું છે.
First published: January 3, 2020, 3:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading