રણજી ટ્રોફી : 19 વર્ષના બૉલરે એક કલાકમાં 8 વિકેટ લીધી, હરીફ ટીમને પેવેલિયન પહોંચાડી

News18 Gujarati
Updated: December 9, 2019, 1:09 PM IST
રણજી ટ્રોફી : 19 વર્ષના બૉલરે એક કલાકમાં 8 વિકેટ લીધી, હરીફ ટીમને પેવેલિયન પહોંચાડી
રેક્સની બૉલિંગ સામે એક પણ બેટ્સમેન ટકી શક્યો નહોતો

મણિપુરના યુવા સ્વિંગ બૉલર રેક્સ સિંહે પાછલા વર્ષ કૂચ બિહાર ટ્રોફીમાં એક ઇનિંગમાં 10 વિકેટ ઝડપી હતી.

  • Share this:
કોલકાત્તા : રણજી ટ્રોફી (Ranji Trophy)માં મણિપુરના (Manipur) યુવાન બૉલર રેક્સ સિંહ (Rex Singh)એ ફરી તરખાટ મચાવ્યો છે. કોલકત્તામાં રમાઈ રહેલી મણિપુર V/S મિઝોરમની મેચમાં 19 વર્ષના રેક્સની ઘાતક બૉલિંગે હરીફ ટીમને એક કલાકમાં ઘરભેગી કરી દીધી હતી. રેક્સની ધારદાર સ્વિંગ બૉલિંગના કારણે મિઝોરમની ટીમ માત્ર 65 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. રેક્સે એક કલાકમાં મિઝોરમના આઠ બેટ્સમેનને આઉટ કરી આખી ટીમને પેવેલિયન ભેગી કરી દીધી હતી.

7 બેટ્સમેન ડકમાં આઉટ


આ મેચમાં મિઝોરમે પ્રથમ બેટિંગ કરી હતી પરંતુ રેક્સની ઘાતક બૉલિંગ સામે મિઝોરમના એક પણ બેટ્સમેન પીચ પર ટકી શક્યાં નહોતા. એક કલાકમાં આઠ વિકેટ લેનારા આ બૉલરની બૉલિંગ સામે મિઝોરમના વન ડાઉન બેટ્સમેન તરૂવર કોહલીએ 34 રનનો સર્વાધિક સ્કોર નોંધાવ્યો હતો. ટીમની આખી ઇનિંગમાં 9 બેટ્સમેન બે આંકડાનો સ્કોર નોંધાવી સક્યા નહોતા જ્યારે 7 બેટ્સમેન તો ડકમાં પેવેલિયન ભેગા થઈ હતા.

આ પણ વાંચો : આ ક્રિકેટર પોતાની પત્નીને સૌથી મોટી તાકાત માને છે

4 બૉલમાં ત્રણ વિકેટ
રેક્સ સિંહની બૉલિંગની ઘાતકતાનો અંદાજો તેની એક જ ઓવર પરથી મળી જાય છે. રેક્સની એક ઓવરમાં માત્ર ચાર બૉલમાં ત્રણ વિકેટ પડી હતી. રેક્સે લાલ્હામાગૈહાને LBW કર્યો હતો જ્યારે લાલ્હરુએલઝાને બૉલ્ડ કર્યો હતો. આ જ ઓવરમાં તેણે વધુ એક વિકેટ લીધી હતી.

રેક્સે ગત વર્ષે કૂચ બિહાર ટ્રોફીમાં 10 વિકેટ ઝડપી આખા દેશનું ધ્યાન ખેંચ્યું હતું.


આ પણ વાંચો : નવાઝુદ્દીન સિદ્દીકીની બહેનનું 26 વર્ષની ઉંમરમાં કેન્સરની બીમારીથી મોત

કૂચ બિહાર ટ્રોફીમાં 10 વિકેટ ઝડપી હતી

રેક્સ સિંહે ગત વર્ષે અંડર 19 કૂચ બિહાર ટ્રોફીમાં અરૂણાચલ પ્રદેશ સામે એક જ ઇનિંગમાં 10 વિકેટ ઝડપી અન આખી ટીમને પેવેલિયન પહોંચાડી દીધી હતી. રેક્સની ગત વર્ષની આ સફળતા સોશિયલ મીડિયા અને માધ્યમોમાં ખૂબ ચમકી હતી. ભારતના સ્ટાર ખેલાડીઓએ તેને ભવિષ્યના સ્વિંગના બાદશાહ તરીકે ગણાવ્યો હતો.
First published: December 9, 2019, 1:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading