રણજી ટ્રોફી: વિદર્ભ સામે ફાઇનલમાં સૌરાષ્ટ્રનો 78 રન પરાજય

રણજી ટ્રોફીની ફાઇનલમાં વિદર્ભ ફરી વિજેતા બન્યુ, સારી બૉલિંગ બાદ બેટિંગમાં ધબડકો બોલતા સૌરાષ્ટ્રનો પરાજય

News18 Gujarati
Updated: February 7, 2019, 1:10 PM IST
રણજી ટ્રોફી: વિદર્ભ સામે ફાઇનલમાં સૌરાષ્ટ્રનો 78 રન પરાજય
વિદર્ભેના ખેલાડી આદિત્ય સરવટેએ ફાઇનલમાં 11 વિકેટ મેળવી અને સૌરાષ્ટ્રની હારમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
News18 Gujarati
Updated: February 7, 2019, 1:10 PM IST
ન્યૂઝ18 ગુજરાતી: નાગપુરમાં રમાઈ રહેલી રણજી ટ્રોફીની ફાઇનલ મેચમાં સૌરાષ્ટ્રનો વિદર્ભ સામે 78 રને પરાજય થયો હતો. વિદર્ભે રણજી ટ્રોફી જીતીને વિજેતાનું પદ જાળવી રાખ્યું હતું જ્યારે નબળી બેટિંગના કારણે સૌરાષ્ટ્ર 127 રનમાં પેવેલિયન ભેગું થઈ ગયું હતું.

વિદર્ભે ચોથા દિવસે સૌરાષ્ટ્રને અંતિમ ઇનિંગમાં 205 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. વિદર્ભના બૉલર આદિત્ય સરવટેની ધારદાર બૉલિંગના કારણે સૌરાષ્ટ્રની ઇનિંગ 127 રનમાં સંકેલાઈ ગઈ હતી. સરવટેએ બીજી ઇનિંગમાં 6 અને પ્રથમ ઇનિંગમાં 5 મળી સમગ્ર મેચમાં 11 વિકેટો જડપી હતી. વિદર્ભે પ્રથમ બેટિંગ કરતા પહેલી ઇનિંગમાં 312 રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં સૌરાષ્ટ્રે પ્રથમ ઇનિંગમાં 307 રન નોંધાવ્યા હતા.

સૌરાષ્ટ્ર વતી બીજી ઇનિંગમાં ધર્મેન્દ્ર જાડેજાએ 6 વિકેટ મેળતા વિદર્ભની ઇનિંગ 200 રનમા સંકેલાઈ ગઈ હતી. વિદર્ભ તરફથી મળેલા 207 રનના પડકારને પહોંચી ન વળતા સૌરાષ્ટ્ર અંતિમ દિવસે લંચ પહેલા જ ઓલ આઉટ થઈ ગયું હતું. આ મેચમાં 11 વિકેટ જડપનાર વિદર્ભના બૉલર આદિત્ય સરવટેને મેન ઑફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
First published: February 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...