ઝારખંડમાં સૌથી વધારે ટેક્સ આપનાર બન્યો ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની

ધોની (ફાઇલ તસવીર)

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ નાણાંકિય વર્ષ 2017-18 માટે ઝારખંડમાં સૌથી વધારે ટેક્સપેટર બન્યા છે.

 • Share this:
  ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ નાણાંકિય વર્ષ 2017-18 માટે ઝારખંડમાં સૌથી વધારે ટેક્સપેટર બન્યા છે. ધોનીએ ટેક્સ પેટે રૂ. 12.17 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે. જ્યારે સંસ્થા તરીકે સેન્ટ્રલ કોલફિલ્ડ્સ લિમિટેડ (સીસીએલ)એ સૌથી વધારે ટેક્સ આપ્યો છે.

  રાંચી સ્થિત આવક વેરા વિભાગે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને આ અંગે જાણકારી આપી હતી. મુખ્ય ઇન્કમટેક્સ કમિશનર વી. મહાલિંગમના જણાવ્યા પ્રમાણે આવક વેરા ભરવામાં વર્ષ 2017-18માં ઝારખંડનું પ્રદર્શન સૌથી વધારે રહ્યું છે. તેમણે કહ્યું કે, આ નાણાંકિય સમયમાં 10 લાખ કરોડ રૂપિયાથી વધારે આવક વેરો જમા થયો છે.

  તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વ્યક્તિગત આવક સંગ્રમાં રાજ્યમાં સારુ પ્રદર્શન રહ્યું છે. ગત નાણાંકિય વર્ષની તુલનામાં આ વખતે 88 ટકા વધારા સાથે 2217 કરોડ રૂપિયા જમા થયા છે. આગામી વર્ષમાં 2560 કરોડ રૂપિયાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તેમણે જાહેરાત કરતા કહ્યું હતું કે, વ્યક્તિગત આવક વેરો ભરનારમાં યુવરાજ મહેન્દ્ર સિંહ ધોની 12.17 કરોડ સાથે ટોપ ઉપર રહ્યા છે. જ્યારે સંસ્થાગત આવક દાતામાં સીસીએલ નંબર વન પર રહ્યું છે.

  ઉલ્લેખનીય છેકે, સમય મર્યાદા પહેલા ઇન્કમ ટેક્સ રિટર્ન દાખલ નહીં કરનાર સામે આવખેત વધઆરે કડકાઇ વર્તવામાં આવ્યા છે. 31 જુલાઇ સુધી ઇન્કમ ટેક્સ રિટર્ન દાખલ નહીં કરવાનારને પાંચ હજારનો દંડ 31 ડિસેમ્બર સુધી આવક વેરા વિભાગને જમા કરાવાનો રહેશે. 31 ડિસેમ્બર પછી જમા કરનારને 10 હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે.
  Published by:Ankit Patel
  First published: