PSLમાં રમી રહેલા આ ખેલાડીમાં જોવા મળ્યા કોરોનાના લક્ષણ, ખતરામાં PAK ખેલાડી!

News18 Gujarati
Updated: March 17, 2020, 3:58 PM IST
PSLમાં રમી રહેલા આ ખેલાડીમાં જોવા મળ્યા કોરોનાના લક્ષણ, ખતરામાં PAK ખેલાડી!
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ઇંગ્લેન્ડના ઓપનર એલેક્સ હેલ્સની (Alex Hales)અંદર કોરોના વાયરસના લક્ષણ જોવા મળ્યા છે

કોરોના વાયરસના કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પીએસએલ-5ની પ્લેઓફ મેચ સ્થગિત કરી દીધી

  • Share this:
કરાચી : કોરોના વાયરસે (CoronaVirus) આખી દુનિયામાં ડર ફેલાવી રાખ્યો છે. તેની ચપેટમાં ઘણા મોટા ખેલાડી પણ આવી ગયા છે. જે મોટાભાગના ફૂટબોલર છે. જોકે હવે એક ક્રિકેટર પણ તેની ચપેટમાં આવી ગયો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ઇંગ્લેન્ડના ઓપનર એલેક્સ હેલ્સની (Alex Hales)અંદર કોરોના વાયરસના લક્ષણ જોવા મળ્યા છે અને તેને અલગ કરી દીધો છે. હેલ્સના કારણે પાકિસ્તાનના ઘણા મોટા ખેલાડીઓ ઉપર કોરોના વાયરસનો ખતરો જોવા મળી રહ્યો છે. કારણ કે હેલ્સ પાકિસ્તાન સુપર લીગની પાંચમી (Pakistan Super League 2020) સિઝનમાં રમી રહ્યો હતો.

હેલ્સ સોમવારે ઇંગ્લેન્ડ પાછો ગયો છે પણ તે પાકિસ્તાન સુપર લીગમાં કરાચી કિંગ્સ તરફથી રમતો હતો. એલેક્સ હેલ્સે પાકિસ્તાન સુપર લીગની પાંચમી સિઝનમાં 5 ઇનિંગ્સમાં 59.75ની એવરેજથી 239 રન બનાવ્યા છે. જેમાં બે અડધી સદી પણ સામેલ છે. તેનો સ્ટ્રાઇક રેટ 156.20 રહ્યો છે.

આ પણ વાંચો - પૂજારાનું છલકાયું દર્દ, કહ્યું - કોઈ મારા જેવું બનવા માંગતું નથી, હું મનોરંજન માટે રમતો નથી

એલેક્સ હેલ્સમાં કોરોના વાયરસ જેવા લક્ષણ દેખાવવાની વાતનો ખુલાસો કોમેન્ટેટર અને પૂર્વ ક્રિકેટર રમીઝ રાજાએ કર્યો હતો. રમીઝ રાજાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં તે બતાવી રહ્યા છે કે હેલ્સને કદાચ કોરોના વાયરસ થયો છે. તેની અંદર આવા લક્ષણ જોવા મળ્યા છે. જેથી પાકિસ્તાન સુપર લીગને સ્થગિત કરી દીધી. હવે પાકિસ્તાન સુપર લીગ સાથે જોડાયેલ દરેક વ્યક્તિનો ટેસ્ટ કરવામાં આવશે.



હેલ્સની અંદર કોરોના વાયરસ જેવા લક્ષણ જોવા મળ્યા છે તો આવામાં પાકિસ્તાનના ઘણા મોટા ખેલાડી ખતરામાં પડી ગયા છે. હેલ્સ પીએસએલ ટીમ કરાચી કિંગ્સનો સભ્ય હતો. જેમાં બાબર આઝમ, ઇમાદ વસીમ, મોહમ્મદ આમિર જેવા સ્ટાર ખેલાડી છે. આ ટીમમાં ક્રિસ જોર્ડન, ચૈડવિક વોલ્ટન અને ડેલપોર્ટ પણ છે. ટૂર્નામેન્ટ દરમિયાન હેલ્સ આ બધા ખેલાડીઓ સાથે વધારે સંપર્કમાં હતો, જે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ માટે ખરાબ સમાચાર છે.

કોરોના વાયરસના કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પીએસએલ-5ની પ્લેઓફ મેચ સ્થગિત કરી દીધી છે. હવે જો કોઈ ખેલાડી કોરોના વાયરસની ચપેટમાં આવશે તો આ લીગને તરત રદ કરવી પડશે.
First published: March 17, 2020, 3:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading