મિતાલી સામે પોવારનો વળતો હુમલો: "તે અંગત માઇલસ્ટોન પાછળ જ દોડતી હતી"

News18 Gujarati
Updated: November 29, 2018, 12:08 PM IST
મિતાલી સામે પોવારનો વળતો હુમલો:
મિતાલી રાજ અને રમેશ પોવાર (ફાઇલ ફોટો)

પોવારે કહ્યું- મિતાલીએ રિટાયર થવાની ધમકી આપી એટલે પાક સામે ઓપનિંગ કરાવ્યું

  • Share this:
નવી દિલ્હી: ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન મિતાલી રાજે સોમવારે જ બીસીસીઆઈને પત્ર લખી પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું હતું. મિતાલીએ પોતાના પત્ર દ્વારા આઈસીસી મહિલા વિશ્વ કપ 2018 સેમીફાઇનલમાં ન રમાડવાનો વિવાદને એક નવો વળાંક આપ્યો હતો. મિતાલીએ હરમનપ્રીત કૌર પર નિશાન સાધતાં ટીમના કોચ રમેશ પોવાર પર આરોપ મૂક્યા હતા કે કેટલાક લોકો તેને બરબાદ કરવા માંગે છે અને 20 વર્ષ દેશની સેવા કર્યાનો આવો જ બદલો મળ્યો છે. હવે મિતાલીના આ પત્ર બાદ રમેશ પોવારે પણ મિતાલી રાજ પર વળતો હુમલો કર્યો છે.

મિતાલી રાજ અંગત માઇલસ્ટોન પાછળ દોડતી હતી- રમેશ પોવાર

રમેશ પોવારે સ્વીકાર્યું કે મિતાલી રાજની સાથે તેમના સંબંધોમાં ઘણી મુશ્કલીઓ હતી જોકે તેઓએ એમ પણ કહ્યું કે વિશ્વ કપ સેમીફાઇનલમાં મિતાલીને બહાર રાખવાના નિર્ણય પાછળ માત્ર ક્રિકેટ અને મેચની સ્થિતિ કારણ હતું, ન કે બીજું કંઈક. બીસીસીઆઈને જવાબ આપતાં પોવારે જણાવ્યું કે, મિતાલી રાજ ટીમ મિટીંગમાં ઘણા ઓછા ઇનપુટ આપતી હતી. ટીમ પ્લાનને તે સમજતી નહોતી અને તેને અનુસરતી પણ નહોતી. પોતાના અંગત માઇલસ્ટોન પાછળ જ તે પડી હતી.

આ પણ વાંચો, મિતાલી રાજે તોડ્યું મૌન, કહ્યું કોચ રમેશ પોવારે કરી અપમાનિત

પોવારે કહ્યું- મિતાલીએ રિટાયર થવાની ધમકી આપી એટલે પાક સામે ઓપનિંગ કરાવ્યું
પોવારે બીસીસીઆઈ સમક્ષ જણાવ્યું કે, મિતાલી રાજની રનીંગ બીટવીન ધ વિકેટ સુધરે માટે અમે ઘણી મહેનત કરી પણ તેને ઘણી તકલીફ હતી. પાકિસ્તાન મેચ પહેલાં વીડિયો એનલિસ્ટ પુષ્કર સાવંત મારી પાસે આવ્યા અને મને જણાવ્યું કે પાક સામે ઓપનિંગ ન કરાવવાને લઈ મિતાલી અપસેટ છે. તેણે પોતાની બેગ પેક કરી લીધી અને પોતે રિટાયર્ડ લઈ રહી હોવાનું કહી ત્યાંથી જતી રહી. પોવારે વધુમાં કહ્યું કે, મિતાલી રાજના આવા વ્યવહારના કારણે મને એવી છાપી ઊભી થઈ કે, મિતાલી રાજ માટે ટીમ કરતાં પોતાના રેકોર્ડ વધારે મહત્વના છે. ટીમમાં હકારાત્મક વાતાવરણ રહે અને તેણે રિટાયર્ડ થવાની ધમકી આપી હોવાથી અમે તે મેચમાં તેની પાસે ઓપનિંગ કરાવ્યું હતું. મેચ બાદ તેણે પોતાની સાથે અન્ય પ્લેયર્સનું ગ્રુપ બનાવી દીધું હતું અને ટીમથી અલગ થઈને બેસી ગઈ હતી.

First published: November 29, 2018, 12:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading