ભારતીય મહિલા ટીમનો કોચ બદલાયો, પૂર્વ ભારતીય સ્પિનરને મળી મોટી જવાબદારી

News18 Gujarati
Updated: August 14, 2018, 6:32 PM IST
ભારતીય મહિલા ટીમનો કોચ બદલાયો, પૂર્વ ભારતીય સ્પિનરને મળી મોટી જવાબદારી
પવાર 30 નવેમ્બર 2018 સુધી ટીમના કોચ પદ પર રહેશે

ભારત તરફથી 31 વન-ડે અને 2 ટેસ્ટ રમનાર પવાર પર ટીમને આગળ લઈ જવાની જવાબદારી

  • Share this:
પૂર્વ ભારતીય સ્પિન બોલર રમેશ પવારની ભારતીય મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે નિમણુક કરવામાં આવી છે. તે પૂર્વ કોચ તરુણ અરોઠે પછી ટીમના વચગાળાના કોચ પર હતો અને હવે પૂર્ણ રૂપથી જવાબદારી આપવામાં આવી છે. બીસીસીઆઈએ મંગળવારે એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી હતી. પવાર 30 નવેમ્બર 2018 સુધી ટીમના કોચ પદ પર રહેશે. બીસીસીઆઈએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે બીસીસીઆઈએ રમેશ પવારની ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ તરીકે નિમણુક કરી છે.

પવારના માર્ગદર્શનમાં ટીમ સપ્ટેમ્બરમાં શ્રીલંકાના પ્રવાસે જશે અને પછી ઓક્ટોબરમા વેસ્ટ ઇન્ડીઝ સામે દ્વિપક્ષીય શ્રેણી રમશે. નવેમ્બરમાં વેસ્ટ ઇન્ડીઝમાં યોજાનાર મહિલા ટી-20 વર્લ્ડ કપમાં ભાગ લેશે. ભારત તરફથી 31 વન-ડે અને 2 ટેસ્ટ રમનાર પવાર પર ટીમને આગળ લઈ જવાની જવાબદારી છે.

થોડાક મહિના પહેલા ટીમના અંદરના વિવાદના કારણે તરુણ અરોઠે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ પછી પવારને વચગાળાનો કોચ બનાવ્યો હતો. બીસીસીઆઈએ કોચ પદ માટે અરજીઓ મંગાવી હતી. જેમાં પવારે પણ અરજી કરી હતી.
First published: August 14, 2018, 6:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading