IPL : વિરાટ કોહલીએ કહ્યું - 2020માં બદલી જશે RCBનું રુપ

News18 Gujarati
Updated: December 18, 2019, 6:31 PM IST
IPL : વિરાટ કોહલીએ કહ્યું - 2020માં બદલી જશે RCBનું રુપ
વિરાટ કોહલીએ કહ્યું - 2020માં બદલી જશે RCBનું રુપ

કોલકાતામાં 19 ડિસેમ્બરે થનારી હરાજી પહેલા વિરાટ કોહલીએ પ્રશંસકોને સંદેશો આપ્યો

  • Share this:
નવી દિલ્હી : વિરાટ કોહલીએ (Virat Kohli)મંગળવારે કહ્યું હતું કે રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) ગુરુવારે થનારી હરાજીમાં પુરી તૈયારી સાથે ઊતરશે. આરસીબીની ટીમ 2016માં રનર્સ અપ રહી હતી. આ પછી ટીમ આગામી ત્રણ સત્રમાં આશા ઉપર ખરી ઉતરી નથી. આ ત્રણ સત્રમાં આરસીબીની ટીમ બે વખત પોઇન્ટ ટેબલમાં અંતિમ સ્થાને રહી હતી.

કોલકાતામાં થનારી હરાજી પહેલા વિરાટ કોહલીએ (Virat Kohli)પ્રશંસકોને સંદેશો આપ્યો છે. ફ્રેન્ચાઇઝી દ્વારા અપલોડ કરેલા વીડિયોમાં કોહલીએ કહ્યું હતું કે મજબૂત કોર ખેલાડીઓને ધ્યાનમાં રાખીને ટીમ તૈયાર કરાવવાને લઈને અમારા વચ્ચે ચર્ચા થઈ છે અને અમે તમને આશ્વાસન આપીએ છીએ કે બધી મૂળ વાતો પર ધ્યાન આપીશું અને 2020માં સારા સત્ર માટે ઘણી મજબૂત ટીમ બનાવીશું. કોહલીએ કહ્યું હતું કે જેથી મેં કહ્યું કે ટીમનું સમર્થન કરો અને તમારું સમર્થન હંમેશા મારા માટે કિંમતી છે અને જ્યાં સુધી આ રમતને રમતો રહીશ ત્યાં સુધી મહત્વપૂર્ણ રહેશે. જેથી તમારો ધન્યવાદ અને હું હરાજીની લઈને ઉત્સુક છું. જોઈએ કે 19 ડિસેમ્બરે શું થાય છે.

આ પણ વાંચો - સચિન તેંડુલકરની શોધ News18એ પુરી કરી, 19 વર્ષ પહેલા બેટિંગમાં કરી હતી મદદ

કોહલીની ટીમ પાસે લગભગ 28 કરોડ રુપિયા
આરસીબી પાસે હાલ 27.90 કરોડ રુપિયા પર્સ છે. ટીમે વિરાટ કોહલી, એબી ડી વિલિયર્સ, યુજવેન્દ્ર ચહલના રુપમાં કોરના ભાગ રાખ્યા છે. ફાસ્ટ બોલિંગમાં તેની પાસે ઉમેશ યાદવ અને નવદીપ સૈનીની જોડી છે. આરસીબી પાસે 12 ઘરેલું અને 6 વિદેશી ખેલાડીઓનું સ્થાન ખાલી છે.
First published: December 18, 2019, 6:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading