Raksha Bandhan પર દેખાયો ભારતથી ઈંગ્લેન્ડ સુધી ભાઈ બહેનનો પ્રેમ, આ રીતે ક્રિકેટરો કરી ઉજવણી

તસવીર- Suryakumar Yadav Twitter

Raksha Bandhan 2021: રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેન વચ્ચે અતૂટ પ્રેમનો છે. આવી સ્થિતિમાં, વર્તમાન અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો પણ તેમના ભાઈઓ અને બહેનોને રાખીના આ પ્રસંગે શુભેચ્છા પાઠવી રહ્યા છે. જેમાં સૂર્યકુમાર યાદવ(Suryakumar Yadav), અજિંક્ય રહાણે(Ajinkya Rahane)અને પૂર્વ બેટ્સમેન સચિન તેંડુલકર(Sachin Tendulkar) નો સમાવેશ થાય છે. હરભજન સિંહે (Harbhajan Singh) આ પ્રસંગે એક હૃદયસ્પર્શી વાત પણ લખી હતી.

  • Share this:
    નવી દિલ્હી: રક્ષા બંધન (Raksha Bandhan 2021) નો તહેવાર માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં આજે (22 ઓગસ્ટ) ઉજવવામાં આવી રહ્યો છે. આ તહેવાર ભાઈ અને બહેન વચ્ચે અતૂટ પ્રેમનો છે. આવી સ્થિતિમાં, વર્તમાન અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો પણ તેમના ભાઈઓ અને બહેનોને રાખીના આ પ્રસંગે શુભેચ્છા પાઠવી રહ્યા છે. જેમાં સૂર્યકુમાર યાદવ(Suryakumar Yadav), અજિંક્ય રહાણે(Ajinkya Rahane)અને પૂર્વ બેટ્સમેન સચિન તેંડુલકર(Sachin Tendulkar) નો સમાવેશ થાય છે. હરભજન સિંહે (Harbhajan Singh) આ પ્રસંગે એક હૃદયસ્પર્શી વાત પણ લખી હતી.

    સચિને તેની બહેન માટે ભાવનાત્મક સંદેશ ટ્વીટ કર્યો. તેણે લખ્યું હતું કે, તાઈનો આભાર કે તે હંમેશા મારી શક્તિનો આધારસ્તંભ છે. તમારા જેવી બહેન મેળવીને હું ખૂબ ધન્ય છું. હેપ્પી રક્ષાબંધન.



    સચિન ઉપરાંત ઇંગ્લેન્ડના પ્રવાસે ગયેલા સૂર્યકુમારે (Suryakumar Yadav)સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની બહેનને રાખડીની શુભેચ્છા પાઠવી હતી. સૂર્યકુમારે પોતાની બહેન સાથેની પોતાની તસવીર શેર કરી અને એક સુંદર સંદેશ ટ્વીટ કર્યો. આમાં તેણે લખ્યું કે મારી સુંદર બહેનને રક્ષાબંધનની શુભકામનાઓ, આપણું બંધન વધુ મજબૂત બનતું રહે!





    આ સિવાય હરભજન સિંહ(Harbhajan Singh), સુરેશ રૈના (Suresh Raina)અને અન્ય ખેલાડીઓએ પણ સોશિયલ મીડિયા પર તેમની શુભેચ્છાઓ મોકલી હતી. હરભજને લખ્યું કે મારી બહેનોના આશીર્વાદથી હું સક્ષમ વ્યક્તિ બની શક્યો. રક્ષાબંધન પર પરિવારના તમામ સભ્યોને હાર્દિક આશીર્વાદ અને શુભકામનાઓ. પ્રેમ હંમેશા રહો #રક્ષાબંધન આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ.



    મહત્વનું છે કે, ભારતીય ટીમ હાલમાં ઈંગ્લેન્ડના પ્રવાસે છે. બંને દેશો વચ્ચે ત્રીજી ટેસ્ટ બુધવારથી લીડ્સમાં શરૂ થઈ રહી છે. લોર્ડ્સમાં બીજી ટેસ્ટ જીત્યા બાદ ભારત શ્રેણીમાં 1-0થી આગળ છે. નોટિંગહામમાં બંને દેશો વચ્ચે પ્રથમ મેચ ડ્રો રહી હતી.
    Published by:kuldipsinh barot
    First published: