IPL 2018: સ્ટીવ સ્મિથની જગ્યાએ આ તોફાની બેટ્સમેનની રાજસ્થાનમાં થશે એન્ટ્રી

News18 Gujarati
Updated: March 30, 2018, 7:54 PM IST
IPL 2018: સ્ટીવ સ્મિથની જગ્યાએ આ તોફાની બેટ્સમેનની રાજસ્થાનમાં થશે એન્ટ્રી

  • Share this:
બોલ ટેમ્પરિંગ કેસમાં ફસાયા બાદ આઈપીએલથી બહાર થઈ ચૂકેલ પૂર્વ કાંગારૂ કેપ્ટન સ્ટીવ સ્મિથની જગ્યા રાજસ્થાન રોયલ્સે અજિંક્ય રહાણેને કેપ્ટનસી સોંપી દીધી હતી પરંતુ બેટ્સમેનના રૂપમાં સ્મિથની જગ્યાએ સાઉથ આફ્રિકન બેટ્સમેન હેનરિક ક્લાસેનો સમાવેશ કરવા માંગે છે.

ટીમના હેટ ઓફ ક્રિકેટ જૂબિન ભરૂચા અનુસાર રાજસ્થાન રોયલ્સે ક્લાસનને પોતાની ટીમમાં સમેલ કરવા માટે સાઉથ આફ્રિકન ક્રિકેટ બોર્ડ સાથે વાત કરી છે અને તેમને આશા છે કે, ક્લાસનને આઈપીએલમાં તેમની ટીમ સાથે રમવાની પરવાનંગી મળી જશે.

ક્લાસન હાલમાં જ ભારતના સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન સમાચારમાં ચમક્યો હતો, જ્યારે વનડે અને ટી20 સિરીઝમાં તેમને ધમાકેદાર બેટિંગ કરી હતી. ક્લાસનને સાઉથ આફ્રિકાનો નિયમિત વિકેટકિપર-બેટ્સમેન ક્વિંટન ડિકોક ઈજાગ્રસ્ત થયા બાદ ટીમમાં જગ્યા આપવામાં આવી હતી અને તેને ભારતના સ્પિનર્સોની ધોલાઈ કરીને બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું હતું.

ભરૂચાનું કહેવું છે ક્લાસન ફિરકી બોલરો વિરૂદ્ધ ગજબની બેટિંગ કરે છે. તેના શોર્ટમાં ખુબ જ વિવિધતા છે, તે રિવર્સ સ્વીપ પણ ખુબ જ સારી રીતે રમી શકે છે અને આ શોર્ટનો ઉપયોગ આઈપીએલમાં ખુબ જ થાય છે, જેના કારણે જ અમે તેમને પોતાની ટીમમાં સામેલ કરવા ઈચ્છીએ છીએ.

50 લાખમાં જ મળી જશે ક્લાસન

ક્લાસન, રાજસ્થાન રોયલ્સ માટે આર્થિક રૂપથી પણ ફાયદાનો સૌદો સાબિત થઈ શકે છે ક્લાસનનું નામ પહેલા આઈપીએલની યાદીમાં સામેલ નહતું પાછળથી સામેલ કરવામાં આવ્યું હતું. જેથી તે રાજસ્થાનની ટીમને પોતાની બેસ પ્રાઈસ એટલે 50 લાખ રૂપિયામાં જ મળી શકે છે.સ્મિથને 12.5 કરોડ રૂપિયાની કિંમતમાં ખરીદનાર રાજસ્થાન રોયલ્સ આ રકમ સ્મિથ માટે રિઝર્વ રાખવા માંગે છે કેમ કે, તેમને આશા છે કે, એક વર્ષના પ્રતિબંધ પૂરો થયા બાદ સ્મિથ તેમની ટીમનો ફરીથી હિસ્સો બનશે.
First published: March 30, 2018
વધુ વાંચો
अगली ख़बर