નોકરી શોધી રહ્યો છે રણજી ટ્રોફી 2018-19નો હીરો

નોકરી શોધી રહ્યો છે રણજી ટ્રોફી 2018-19નો હીરો

રાજસ્થાનના ફાસ્ટ બોલર તનવીર ઉલ હકે 2018-19 રણજી સિઝનમાં 10 મેચમાં 18.52ની એવરેજથી 51 વિકેટ ઝડપી હતી

 • Share this:
  રાજસ્થાનનો ફાસ્ટ બોલર તનવીર ઉલ હક ગત રણજી સિઝનમાં રાજસ્થાન તરફથી સૌથી વધારે વિકેટ ઝડપનાર બોલર હતો. તેણે 10 મેચમાં 18.52ની એવરેજથી 51 વિકેટ ઝડપી હતી. 2018-19 રણજી સિઝનમાં વિકેટ ઝડપવાના મામલે ઓવરઓલ પાંચમાં નંબરે રહ્યો હતો. જોકે આ બોલર હજુ પણ નોકરીની વાટ જોઈ રહ્યો છે. રાજસ્થાનના ધૌલપુરનો રહેવાસી તનવીર 4 વર્ષથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી રહ્યો છે. આમ છતા તેણે ઘર ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

  ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને તનવીરે જણાવ્યું હતું કે તેની પાસે હજુ પણ એવી નોકરી નથી. જેના સહારે અમારું ઘર ચાલી શકે. ક્રિકેટમાંથી જે પણ પૈસા મળે છે તે ટ્રેનિંગ અને પરિવારની મદદમાં પુરા થઈ જાય છે. આવા સમયે ઘરની જરુરિયાત મુશ્કેલથી પુરી થાય છે. તનવીરે ફર્સ્ટ ક્લાસમાં 30 મેચમાં 109, લિસ્ટ એની 15 મેચમાં 24 અને 11 ટી-20 મુકાબલામાં 13 વિકેટ ઝડપી છે. તેના પિતા દરજીનું કામ કરે છે.

  તનવીર અહમદ 2009માં જયપુરમાં વોચમેનની નોકરી માટે ગયો હતો. તે સમયે તેની ડિગ્રીઓ અને બીજા સર્ટિફિકેટ ખોવાઈ ગયા હતા. આ પછી તેને નોકરી માટે પરેશાન થવું પડી રહ્યું છે. તે જયપુરમાં ભાડાના મકાનમાં રહે છે. ખર્ચા વધી ગયા છે. આર્થિક રુપથી પરિસ્થિતિ ઠીક નથી. મુશ્કેલથી કામ ચાલે છે.

  આ પણ વાંચો - બસ કંડક્ટરના પુત્રને ટીમ ઇન્ડિયામાં મળ્યું સ્થાન, સચિનને કરી ચૂક્યો છે આઉટ

  ફાસ્ટ બોલર તનવીર ઉલ હક ગત રણજી સિઝનમાં રાજસ્થાન તરફથી સૌથી વધારે વિકેટ ઝડપનાર બોલર હતો


  તનવીરને ઇન્ડિયા-એ ટીમમાં સ્થાન મળ્યું છે. સાથે દલીપ ટ્રોફીમાં પણ રમી રહ્યો છે. જેના કારણે નોકરી મળવાની આશા વધી છે. તેનું કહેવું છે કે આ સિઝનમાં સારા પ્રદર્શનના દમ પર આઈપીએલની ટીમમાં તક મળે તેવી આશા છે. કોઈએ કહ્યું છે કે ઇન્ડિયા-એ તરફથી રમવા પર નોકરી મળી જાય છે. તો તેની આશા છે.

  તનવીરે કહ્યું હતું કે વિશ્વાસ છે કે આગામી આઈપીએલમાં કોઈ ટીમ તેને બોલાવશે. આ વર્ષે આઈપીએલ પહેલા તેને રાજસ્થાન રોયલ્સે ટ્રાયલ માટે બોલાવ્યો હતો. જોકે તેને ડેથ બોલિંગ સુધારવા કહ્યું હતું. તનવીર તેમાં સુધારો કરવા લાગી ગયો છે. તનવીરના મતે આવનાર મહિનામાં વિજય હઝારે ટ્રોફી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સારા પ્રદર્શન દ્વારા દાવેદારી નોંધાવવાની આશા છે.
  Published by:Ashish Goyal
  First published: