રાજસ્થાનના ઓમપ્રકાશ તાખરે શુક્રવારે 18મી એશિયન ગેમ્સમાં ઈતિહાસ રચિને નૌકાયાનમાં દેશ માટે ગોલ્ડ મેડલ જીતી લીધો છે. એશિયન ગેમ્સના છઠ્ઠા દિવસે આ સ્વર્ણીમ જીતમાં તાખરની ચાર સભ્યોની ટીમે ભારતના ખોળામાં પાંચમો ગોલ્ડ નાખ્યો.
રાજસ્થાનના રણ વિસ્તારમાંથી આવનાર ઓમપ્રકાશે નૌકાયાન તો દૂર ક્યારે તળાવમાં પણ ડુબકી લગાવવાનું વિચાર્યું ન હતું. પરંતુ સેનામાં ઙર્તી થયા બાદ બધુ જ બદલાઈ ગયું. નોકાયાનનો મોકો મળ્યો અને તાખરે પોતાની પહેલી જ ટૂર્નામેન્ટમાં કમાલ કરી દીધી.
ગુરૂ બજરંગલાલ તાખર પણ જીતી ચુક્યા છે ત્રણ ગોલ્ડ મેડલ ઓમપ્રકાશના ગુરૂ બજરંગ લાલ તાખર પણ એશિયન ગેમ્સમાં મેડલ વિજેતા રહ્યા છે. તેમણે નૌકાયાનમાં ત્રણ વખત પદક અપાવ્યા છે, અને હવે ઓમપ્રકાશ પણ પોતાના ગુરૂના પદચિહ્નો પર નીકળી પડ્યા છે. તમને જણાવી દઈએ કે, સેનામાં ભર્તી થયા પહેલા સુધી રાજસ્થાનના ઓમપ્રકાશે ક્યારે સપનામાં પણ વિચાર્યું ન હતું કે, તે દેશ માટે નૌકાયાનમાં ગોલ્ડ મેડલ જીતીને લાવશે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર