Home /News /sport /Raj Kundra Case: શિલ્પા શેટ્ટીએ કહ્યું- મારા કામમાં વ્યસ્ત હતી, રાજ શું કરે છે ખબર નથી

Raj Kundra Case: શિલ્પા શેટ્ટીએ કહ્યું- મારા કામમાં વ્યસ્ત હતી, રાજ શું કરે છે ખબર નથી

શિલ્પા શેટ્ટીનું નિવેદન પણ રાજ કુન્દ્રા સામે રજૂ કરાયેલ ચાર્ટશીટમાં સામેલ છે. ફાઈલ તસવીર

મુંબઈ પોલીસે 1500 પેજની ચાર્જશીટ અને 43 લોકોના નિવેદન રેકોર્ડ કર્યા છે. આ 43 લોકોએ રાજ કુન્દ્રાની (Raj Kundra) પત્ની શિલ્પા શેટ્ટી(Shilpa Shetty) અને લશર્લિન ચોપડા (Sherlyn Chopra) પણ સામેલ છે.

નવી દિલ્લી:  બોલીવુડ એક્ટર શિલ્પા શેટ્ટીની પરિવારની મુશ્કેલીઓને ઓછી કરવા માટે વષ્ણો દેવીના દરબારમાં પહોંચી હતી. જ્યાં તેમમે માતાના આશીર્વાદ લીધા હતા, તેનો પતિ રાજ કુન્દ્રા (Raj Kundra) પોર્નોગ્રાફી વીડિયો બનવવા અને એપ દ્વારા રજૂ કરવાના કેસમાં જેલમાં બંધ છે. આ મામલે મુંબઈ પોલીસે (Mumabai Police)એ રાજ કુન્દ્રાની સામે ચાર્જશીટ દાખલ કરી છે. 1500 પાનાની ચાર્જશીટ અને 43 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા છે. આ મામલે શિલ્પા શેટ્ટીનાનું લેવામાં આવેલુ નિવેદન પણ સામે આવ્યું છે. જે તેણે પોલીસને આપ્યું હતું.

મુંબઈ પોલીસ દ્વારા જાણકારી આપવામાં આવી છે કે, 43 સાક્ષીઓના નિવેદન રેકોર્ડ કરવામાં આવ્યા છે. આ 43 સાક્ષીઓમાં રાજ કુન્દ્રાની પત્ની અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) અને લશર્લિન ચોપડા (Sherlyn Chopra) પણ સામેલ છે. ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસરા શિલ્પા શેટ્ટીએ મુંબઈ પોલીસને જણવ્યું કે, તે તેના કામમાં ખુબજ વ્યસ્ત હતી રાજ કુન્દ્રા શું કરી રહ્યો છે.

તેમનું નિવેદન પોર્ન રેકેટ કેસમાં મુંબઇ પોલીસે કુંદ્રા અને તેમની કંપની વિઆન ઇન્ડસ્ટ્રીઝના આઇટી ચીફ રાયન થોર્પે વિરુદ્ધ દાખલ કરેલી 1400 પાનાની ચાર્જશીટનો ભાગ છે. શિલ્પાએ તેના નિવેદનમાં કહ્યું કે, રાજ કુન્દ્રાએ વર્ષ 2015માં વિઆન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની શરૂઆત કરી હતી. વર્ષ 2020 સુધી હું તેમની સાથે એક ડિરેક્ટર તરીકે સામેલ હતી. પરંતુ પછી મેં વ્યક્તિગત કારણોસર રાજીનામું આપી દીધું હતું.

મહત્વનું છે કે, શિલ્પા શેટ્ટીને Hotshots અને Bollyfame વિશે જાણકારી ન હતી વધુમાં તેણે કહ્યું કે હું મારા કામમાં વ્યસ્ત હતી માટે મને નોહતી ખબર કે રાજ કુન્દ્રા શું કરી રહ્યો છે.

આ પણ વાંચો: Sonu Sood પહેલાં આ સ્ટાર્સનાં ઘરે પડી ચૂકી છે ITની રેડ, જુઓ PHOTOS

પોલીસે ચાર્જશીટમાં દાવો કર્યો છે કે, કુન્દ્રા પોર્ન રેકેટના સંચાલન માટે દરરોજ સંચાલન માટે વિયાન ઈન્ડસ્ટ્રીઝની મુંબઈની ઓફિસનો ઉપયોગ કર્યો હતો. મુંબઈ પોલીસે કહ્યું કે, Hotshots અને Bollyfame એવી એપ્લકેશન છે કે, જેમાં આરોપીએ અશ્લીલ વીડિયો અપલોડ કર્યા હતા. શિલ્પા શેટ્ટી ઉપરાંત, કુંદ્રા અને થોર્પે સામે કેસ સાબિત કરવા માટે 42 વધુ સાક્ષીઓના નિવેદન છે, જેમાંથી કેટલાક મેજિસ્ટ્રેટ સમક્ષ લેવામાં આવ્યા હતા.
First published:

Tags: Raj Kundra, Shilpa Shetty

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો