Home /News /sport /Rahul Dravid: ‘ધ વોલ’ રાહુલ દ્રવિડ આ રીતે દઈ બેઠા વિજેતાને પોતાનું દિલ, જાણો તેમની પ્રેમ કહાની
Rahul Dravid: ‘ધ વોલ’ રાહુલ દ્રવિડ આ રીતે દઈ બેઠા વિજેતાને પોતાનું દિલ, જાણો તેમની પ્રેમ કહાની
ટીમ ઈન્ડિયાના કોચની પ્રેમ કહાણી છે ફિલ્મી રાહુલ દ્રવિડે વર્લ્ડ કપ માટે લગ્ન કર્યા હતા પોસ્ટપોન
Rahul Dravid દ્રવિડનો દરેક ફેન તેમની પ્રેમ કહાની વિશે જાણવા આતુર હશે. તો ચાલો નજર કરી અનેક મેચ જીતનારા તેનું દિલ ડોક્ટર વિજેતા પેંઢાકર (Dr. Vijeta Pendhakar) સામે કઇ રીતે હારી બેઠા.
ક્રિકેટમાં પોતાનો ડંકો વગાડનાર અને ભારતીય ક્રિકેટ (Indian Cricket)માં બહોળું યોગદાન આપનાર રાહુલ દ્રવિડ (Cricketer Rahul Dravid)ને ફેન્સ ‘ધ વોલ’ તરીકે પણ ઓળખે છે. રાહુલે પોતાના શાનદાર પ્રદર્શન સાથે કરોડો ક્રિકેટ ફેન્સના દિલ જીત્યા. જેટલી દમદાર તેમની રમત છે, તેટલી જ રસપ્રદ તેમની પ્રેમ કહાની (Rahul Dravid’s Love story) છે. દ્રવિડનો દરેક ફેન તેમની પ્રેમ કહાની વિશે જાણવા આતુર હશે. તો ચાલો નજર કરી અનેક મેચ જીતનારા તેનું દિલ ડોક્ટર વિજેતા પેંઢાકર (Dr. Vijeta Pendhakar) સામે કઇ રીતે હારી બેઠા.
એરફોર્સમાં હતા વિજેતાના પિતા : વિજેતા પેંઢારકરના પિતા ઇન્ડિય એરફોર્સમાં વિંગ કમાન્ડર હોવાથી વિજેતાએ દેશોના અનેક શહેરોમાં બાળપણ વિતાવ્યું હતું. તેમના રિટાયરમેન્ટ બાદ પરીવાર સાથે નાગપુરમાં તેઓ સ્થાયી થયા અને વિજેતાએ વર્ષ 2002માં સર્જરીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું.
આ રીતે થયો બંનેને પ્રેમ
વિજેતાનો પરીવાર જ્યારે 1968-71માં બેંગલોર સ્થાયી હતો, ત્યારે તેમની મુલાકાત દ્રવિડના પરીવાર સાથે થઇ અને રાહુલના પિતા અને વિજેતાના પિતા ખૂબ સારા મિત્રો બની ગયા. તેથી રાહુલ અને વિજેતાની દોસ્તીની પણ શરૂઆત થઇ. સમય જતા આ દોસ્તી પ્રેમમાં પરીવર્તિત થઇ ગઇ. બંનેનો પરીવાર મરાઠી હોવાથી તેમના સંબંધને મંજૂરી આપવામાં પરીવારને કોઇ સમસ્યા આવી નહીં. પછી શું વર્ષ 2002માં વિજેતા અને રાહુલના લગ્ન નક્કી થયા.
લગ્ન નક્કી થવાના બીજા વર્ષે એટલે કે 2003માં રાહુલને વર્લ્ડ કપ રમવા જવાનો હતો. જેથી બંનેના પરીવારે લગ્ન માટે એક વર્ષની રાહ જોવાનો નિર્ણય લીધો, જેથી દ્રવિડ રમત પર ધ્યાન આપી શકે. પરંતુ વર્લ્ડ કપ પહેલા રાહુલ અને વિજેતાની સગાઇ થઇ ચૂકી હતી. વિજેતા સગાઇ બાદ વર્લ્ડ કપમાં રાહુલનું પ્રોત્સાહન વધારવા દક્ષિણ આફ્રીકા પણ ગઇ હતી.
વર્લ્ડ કપ રમીને પર આવ્યા બાદ 4 મે, 2003ના રોજ બેંગલોરમાં પારંપરીક રીતિરીવાજો સાથે રાહુલ અને વિજેતા લગ્નગ્રંથિએ બંધાયા હતા. પરીવારની દોસ્તી આ રીતે રાહુલ-વિજેતા માટે લવ અને અરેન્જ મેરેજનું પરફેક્ટ કોમ્બિનેશન બની ગઇ હતી. વર્ષ 2005માં વિજેતા તેના પહેલા પુત્ર સમિતને જન્મ આપ્યો અને વર્ષ 2009માં બીજા પુત્ર અન્વયને જન્મ આપ્યો હતો. આજે રાહુલ-વિજેતાનું ખુશહાલ પારિવારીક જીવન અનેક લોકો માટે પ્રેરણારૂપ પણ છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર