રાહુલ દ્રવિડને ઈન્ડિયા-એ અને અન્ડર-19 ટીમના કોચ પદેથી હટાવાશે, આમને સુકાન સોંપાશે!

રાહુલ દ્રવિડના સ્થાને સિતાંશુ કોટક અને પારસ મહામ્બ્રેને જવાબદારી સોંપવાની તૈયારી કરી લેવામાં આવી છે

News18 Gujarati
Updated: August 29, 2019, 9:08 AM IST
રાહુલ દ્રવિડને ઈન્ડિયા-એ અને અન્ડર-19 ટીમના કોચ પદેથી હટાવાશે, આમને સુકાન સોંપાશે!
રાહુલ દ્રવિડને હાલમાં નેશનલ ક્રિકેટ અકાદમીના અધ્યક્ષ નિમવામાં આવ્યા છે. (ફાઇલ ફોટો)
News18 Gujarati
Updated: August 29, 2019, 9:08 AM IST
ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન રાહુલ દ્રવિડને હાલમાં નેશનલ ક્રિકેટ અકાદમી (National Cricket Academy)ના અધ્યક્ષ નિમવામાં આવ્યા છે. જોકે, હવે તેમની પાસેથી અન્ડર-19 (India Under19) અને ઈન્ડિયા-એ (India A)ટીમના કોચ પદની જવાબદારી પરત લેવામાં આવી શકે છે. સૂત્રો મુજબ, રાહુલ દ્રવિડના સ્થાને આ જવાબદારી સિતાંશુ કોટક અને પારસ મહામ્બ્રેને સોંપવાની તૈયારી કરી લેવામાં આવી છે. તે મુજબ, સિતાંશુ કોટક ઈન્ડિયા-એ ટીમના કોચ બનાવવામાં આવશે, જ્યારે પારસ મહામ્બ્રેને ભારતની અન્ડર-19 ટીમના કોચ બનાવવામાં આવી શકે છે. જોકે રિપોર્ટ મુજબ આ બંનેને આ જવાબદારી આગામી થોડાક મહિનાઓ માટે જ આપવામાં આવશે.

સિતાંશુ કોટકે પોતાની ફર્સ્ટ ક્લાસ મેચોની કારકિર્દીમાં 41.76ની સરેરાશથી રન બનાવ્યા છે, જ્યારે તેઓએ 70 વિકેટ પણ લીધી છે. તેઓ સૌરાષ્ટ્ર ટીમના ચીફ પણ રહી ચૂક્યા છે. કોટક ઈન્ડિયા-એ ટીમના ખેલાડીઓ સાથે કામ કરશે. જ્યારે ભારતના પૂર્વ બોલર રમેશ પવાર ટીમના બોલિંગ કોચ હશે. બીજી તરફ, ફિલ્ડિંગ કોચની જવાબદારી ટી. દિલીપને આપવામાં આવશે.

રાહુલ દ્રવિડે પોતાના કાર્યકાળ દરમિયાન અનેક યુવા ખેલાડીઓને ખૂબ પ્રોત્સાહન આપ્યું. (Photo-Twitter)


આ પણ વાંચો, ICCએ સચિન તેંડુલકરની મજાક ઉડાવી, પ્રસંશકોએ ગુસ્સો ઠાલવ્યો

બીજી તરફ, પારસ મહામ્બ્રે પહેલા પણ રાહુલ દ્રવિડની સાથે કામ કરી ચૂક્યા છે. તેઓએ 91 વર્લ્ડ ક્લાસ મેચ રમીને 284 વિકેટ લીધી છે. રાહુલ દ્રવિડે કોચિંગ સ્ટાફના સભ્‍ય રહેલા ઋષિકેશ કાનિતકર અને અભય શર્મા પણ પારસ મહામ્બ્રેની સાથે કામ કરશે. રાહુલ દ્રવિડના કાર્યકાળમાં આ બંને ટીમોનું પ્રદર્શન ઘણું સારું રહ્યું હતું. તેમના કાર્યકાળમાં પૃથ્વી શોના નેતૃત્વમાં ઈન્ડિયા અન્ડર-19 ક્રિકેટ ટીમને ન્યૂઝીલેન્ડમાં ગયા વર્ષે યોજાયેલા વર્લ્ડ કપમાં જીત મળી હતી.

ટીમ ઈન્ડિયાના ભરોસાપાત્ર બેટ્સમેન રાહુલ દ્રવિડે પોતાના કાર્યકાળ દરમિયાન અનેક યુવા ખેલાડીઓને આગળ વધાર્યા. તેઓએ પરિણામની ચિંતા કર્યા વગર ખેલાડીઓમાં સુધારને મહત્વ આપ્યું. ઈન્ડિયા-એ ટીમને હવે સ્થાનિક સીરીઝમાં દક્ષિણ આફ્રિકા-એ ટીમનો સામનો કરવાનો છે. દક્ષિણ આફ્રિકા-એ ભારત પ્રવાસમાં પાંચ મેચોની વન-ડે સીરીઝ અને બે ચાર-દિવસીય મેચ રમશે. વન-ડે મેચોની સીરીઝ આજથી એટલે કે 29 ઑગસ્ટથી શરૂ થવા જઈ રહી છે. બીજી તરફ, ઈન્ડિયા અન્ડર-19 ટીમને સપ્ટેમ્બરમાં એશિયા કપમાં ભાગ લેવાનો છે.
Loading...

આ પણ વાંચો, આ સ્ટાર ક્રિકેટરે કેમ ટ્વિટ કર્યો આલિયા ભટ્ટનો ફોટો
First published: August 29, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...