Home /News /sport /

જ્યારે દ્રવિડ બની ગયો ડેવિડ, રાહુલે સંભળાવ્યો રસપ્રદ કિસ્સો

જ્યારે દ્રવિડ બની ગયો ડેવિડ, રાહુલે સંભળાવ્યો રસપ્રદ કિસ્સો

રાહુલ દ્રવિડ (Rahul Dravid)થોડા દિવસો પહેલા પૂર્વ ઓલિમ્પિક ચેમ્પિયન અભિનવ બિન્દ્રાના (abhinav bindra)પોડકાસ્ટ ‘ઇન ધ ઝોન’ (In the Zone)માં મહેમાન બનીને આવ્યા હતા

Rahul Dravid - રાહુલ દ્રવિડે પોતાની સ્કૂલ ક્રિકેટ સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો શેર કર્યો, આ કિસ્સો સ્કૂલ ક્રિકેટમાં પ્રથમ સદી સાથે જોડાયેલો છે

    નવી દિલ્હી : ટીમ ઇન્ડિયાના(Team India) હેચ રાહુલ દ્રવિડ (Rahul Dravid)થોડા દિવસો પહેલા પૂર્વ ઓલિમ્પિક ચેમ્પિયન અભિનવ બિન્દ્રાના (abhinav bindra)પોડકાસ્ટ ‘ઇન ધ ઝોન’ (In the Zone)માં મહેમાન બનીને આવ્યા હતા. જેમાં દ્રવિડે પોતાની સ્કૂલ ક્રિકેટ સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો શેર કર્યો હતો. આ કિસ્સો સ્કૂલ ક્રિકેટમાં પ્રથમ સદી સાથે જોડાયેલો છે. આ પછી તેનું ખોટું નામ અખબારમાં છપાયું હતું. ન્યૂઝ પેપરમાં તેમની સરનેમ દ્રવિડના બદલે ડેવિડ લખી હતી. ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ શૂટર અભિનવ બિન્દ્રાએ આ વિશે બીજો સવાલ કર્યો તો દ્રવિડે મજેદાર જવાબ આપ્યો હતો. દ્રવિડે કહ્યું કે કદાચ અખબારના સંપાદકે વિચાર કર્યો હશે કે આ સ્પેલિંગ મિસ્ટેક છે અને દ્રવિડ નામ ના હોઇ શકે જેથી ડેવિડ લખી નાખ્યું હશે.

    રાહુલ દ્રવિડે કહ્યું કે મને લાગે છે કે આ મારા માટે સારો બોધપાઠ હતો. સ્કૂલ ક્રિકેટમાં સદી ફટકારવાને લઇને ઘણો ઉત્સાહિત અને ખુશ હતો. જોકે હજુ પણ લોકો મને સારી રીતે જાણતા ન હતા. તે મારું નામ સાચું થાય ત્યાં સુધી વિશ્વાસ પણ કરી શકતા ન હતા.

    અભિનવના ઓલિમ્પિક ગોલ્ડથી પ્રેરિત થયા હતા દ્રવિડ

    કેટલાક વર્ષો પહેલા દ્રવિડે એ જણાવ્યું હતું કે કેવી રીતે તેને અભિનવ બિન્દ્રાના બીજિંગ ઓલિમ્પિકના ગોલ્ડે પાટા પરથી ઉતરી ગયેલી કારકિર્દીને ફરી રસ્તા પર લાવવા માટે પ્રેરિત કરી હતી. બિન્દ્રા વ્યક્તિગત રમતમાં ઓલિમ્પિક ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય છે.

    આ પણ વાંચો - ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે પત્નીને આપ્યો દગો, મોડલ સાથે કારમાં કિસ કરતો ફોટો થયો હતો વાયરલ, હવે કર્યા બીજા લગ્ન

    તે સમયે દ્રવિડે કહ્યું હતું કે 2008માં મારી કારકિર્દીના ખરાબ સમયમાં પસાર થઇ રહ્યો હતો. મારા બેટથી રન બની રહ્યા ન હતા અને ઉંમર પણ વધી રહી હતી. ભારતીય ક્રિકેટમાં તમે જો આવી રીતે ફસાયેલા રહો તો સારું રહેતું નથી. મને ખબર હતી કે મારી અંદર કેટલાક વર્ષનું ક્રિકેટ બાકી છે. આ દરમિયાન મેં અભિનવ બિન્દ્રાને બીજિંગ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતતા જોયો હતો. મને આજે પણ યાદ છે કે અભિનવના ગોલ્ડ જીત્યા પછી મેં ઉત્સાહ અને જોશ અનુભવ્યો હતો.

    દ્રવિડે કહ્યું કે આ પછી મેં અભિનવની ઓટોબાયોગ્રાફી વાંચી હતી. મને લાગે છે કે જે વ્યક્તિ એક્સીલેન્સની શોધમાં છે તેમણે અભિનવની આ બુક અવશ્ય વાંચવી જોઈએ. ત્યારે આ અભિનવની આ સ્વર્ણિમ સફળતાએ મને પોતાની કારકિર્દીને ફરી પાટા પર લાવવાનો અંતિમ પ્રયત્ન કરવા માટે પ્રેરિત કર્યો હતો. અભિનવે કોઇપણ શોર્ટ કટ અપનાવ્યા વગર અહીં સુધીની સફર તય કરી છે અને મને પણ લાગે છે કે આપણે પણ આ વિચારને અપનાવો જોઈએ.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Cricket News Gujarati, Indian Cricket

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन