Rahul Dravid : ટીમ ઈન્ડિયાને મળ્યા નવા ગુરૂ,મુખ્ય કોચ તરીકે દ્રવિડની નિયુક્તિ, શાસ્ત્રીનું 'પિક્ચર પુરુ'

રાહુલ દ્રવિડે ટીમ ઈ ન્ડિયાના મુખ્ય કોચ તરીકે જાહેર

Team india New Coach Rahul Dravid : રાહુલ દ્રવિડને 10 કરોડ રૂપિયા પગાર મળશે, હવે ટૂંક સમયમાં જ રોહિત શર્માની નવા કેપ્ટન તીરેક જાહેરાત સંભવ

  • Share this:
    Rahul Dravid Head Coach : તમામ અટકળો અને ખબરોની વચ્ચે આખરે ધ વોલ રાહુલ દ્રવિડ ભારતીય ( Rahul Dravid appointed Team India Head Coach) ટીમના નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત થઈ ગયા છે. અગાઉ આ અંગે દ્રવિડનું નામ ઉપર હતું અને અહેવાલો હતા કે બીસીસીઆઈ (BCCI) જ ઈચ્છે છે કે દ્રવિડ કોચ બને. જોકે, દ્રવિડે અરજી નહોતી કરી ત્યાં સુધી ફોડ પડ્યો નહોતો પરંતુ ગત અઠવાડિયે દ્રવિડે અરજી કરી લેતા આ સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ હતી. બીજી બાજુ મુખ્ય કોચ અને ટીકાઓનો સામનો કરી રહેલા રવિ શાસ્ત્રીનું પિક્ચર પુરું થઈ ગયું છે. રાહુલ દ્રવિડ ન્યૂઝીલેન્ડ ટુરથી જ ટીમનું નેતૃત્વ સંભાળી લેશે.

    10 કરોડ રૂપિયા મળશે પગાર : રાહુલ દ્રવિડને ટીમ ઈન્ડિયાના કોચ તરીકે 10 કરોડ રૂપિયા પગાર મળશે. અગાઉ તેઓ એનસીએના પ્રમુખ તરીકે નિયુક્ત હતા. જોકે ત્યારબાદ ગાંગુલીને એક એવા ઉમેદવારની જરૂર હતી કે જે ટીમને નવી દિશા આપી શકે. ગાંગુલ અને જય શાહની નજરમાં દ્રવિડ આ પદ માટે સૌથી વધુ યોગ્ય હતા. ટીમ ઈન્ડિયા દ્રવિડની આગેવાનીમાં જ હવે પછી રમશે.

    દ્રવિડ યુવા ખેલાડીઓનો મેન્ટર

    ભારતના પૂર્વ કેપ્ટનને મોટા ભાગે પ્રોસેસ પર્સન તરીકે માનવામાં આવે છે અને તેમની પદ્ધતિઓએ ભારતીય ક્રિકેટ માટે અદ્દભુત કામ કર્યા છે. હાર્દિક પંડ્યાથી લઇને પૃથ્વી શો સુધી, મયંક અગ્રવાલથી લઇને શ્રેયસ અય્યર, મોહમ્મદ સિરાજથી લઇને વોશિંગ્ટન સુંદર સુધી લગભગ દરેક યુવા ખેલાડી કે જેઓ આગામી પાંચ વર્ષ કે તેથી વધુ સમય સુધી ભારતીય ક્રિકેટમાં સેવા આપી શકે છે, તે તમામે દ્રવિડના યોગદાન વિશે ઉંડાણ પૂર્વક વાત કરી છે.



    અજય રાત્રાએ ફિલ્ડીંગ કોચ માટે અરજી કરી

    ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયાના પૂર્વ વિકેટ કિપર અજય રાત્રાએ ફિલ્ડીંગ કોચ માટે અરજી કરી છે. રાત્રા ભારત માટે 6 ટેસ્ટ 12 વન ડે અને ફર્સ્ટ ક્લાસની 99 મેચ રમ્યો હતો. તેણે કહ્યું કે તક મળશે તો સફળતા માટે કામ કરવાની ઈચ્છા છે. રાત્રા હાલમાં આસામની ટીમના મુખ્ય કોચ છે. તેણે દિલ્હી કેપિટલ્સ સાથે પણ કામ કરેલું છે.

    આ પણ વાંચો :  Shubman gill : શુબમન ગીલની પોસ્ટ-પરીઓના પ્રેમમાં ન પડાય! લોકોએ પૂછ્યું, 'કેમ સારા સાથે બ્રેકઅપ...'

    કેપ્ટન તરીકે રોહિત જાહેર થઈ શકે છે

    ઉલ્લેખનીય છે કે વર્લ્ડકપ બાદ ટી-20ના કેપ્ટન તરીકે રોહિત શર્માની જાહેરાત થઈ શકે છે. જોકે, નવા સમીકરણો મુજબ ગાંગુલી અને બોર્ડ રોહિતને વનડે કેપ્ટન તરીકે પણ જાહેર કરી દે તો પણ નવાઈ નહીં. જોકે, દ્રવિડ સાથે કોહલીનું ટેમ્પરામેન્ટ મેચ થઈ શકે તેમ ન હોવાથી દ્રવિડને અનુરૂપ કેપ્ટનની નિયુક્તી પણ થઈ શકે છે.
    Published by:Jay Mishra
    First published: