Rahul Dravid: ટીમ ઈન્ડિયાના નવા કોચ અંગે મોટા સમાચાર, હવે તો આ ખેલાડી જ બનશે કોચ! 'શાસ્ત્રીનું પિક્ચર પુરું'

રાહુલ દ્રવિડે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે અરજી કરી હોવાના અહેવાલો

Team india Head Coach: રાહુલ દ્રવિડે (Rahul Dravid)એ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ માટે આવેદન કર્યુ છે, જાણો શા માટે દ્રવિડ આ પદ માટે અનિવાર્ય છે અને શું છે બીસીસીઆઈની ગેમ

 • Share this:
  તમામ અટકળો અને ખબરોની વચ્ચે આખરે ધ વોલ રાહુલ દ્રવિડે ભારતીય (Team India Head Coach) ટીમના નવા મુખ્ય કોચ તરીકે અરજી કરી છે. આ સ્થિતિમાં દ્રવિડ (Rahul Dravid Applied for Team india Head Coach) જ કોચ બનશે એ લગભગ લગભગ નક્કી છે. અગાઉ આ અંગે દ્રવિડનું નામ ઉપર હતું અને અહેવાલો હતા કે બીસીસીઆઈ (BCCI) જ ઈચ્છે છે કે દ્રવિડ કોચ બને. જોકે, દ્રવિડે અરજી નહોતી કરી ત્યાં સુધી ફોડ પડ્યો નહોતો પરંતુ હવે દ્રવિડે અરજી કરી લેતા આ સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે. બીજી બાજુ મુખ્ય કોચ અને ટીકાઓનો સામનો કરી રહેલા રવિ શાસ્ત્રીનું પિક્ચર પુરું થઈ ગયું છે.

  સમાચાર સંસ્થા પીટીઆઈના અહેવાલો મુજબ રાહુલ દ્રવિડે કોચ પદ માટે અરજી કરી છે. આજે અરજી કરવાની અંતિમ તારીખ હતી. આ સ્થિતિમાં રાહુલ દ્રવિડે આ પગલું ભર્યુ છે. બીસીસીઆઈએ આ માટે મુખ્ય કોચ, બેટિંગ કોચ, બોલિંગ કોચ, ફિલ્ડીં કોટ અને રમત વિજ્ઞાનના પ્રમુખ સહિત અનેક અરજીઓ મંગાવી હતી. હાલમાં રાહુલ દ્રવિડ બેંગલુરુ સ્થિતિ નેશનલ ક્રિકેટ એકેડમી એનસીએના પ્રમુખ તરીકે કામ કરી રહ્યા છે. પૃથ્વી શૉથી લઈને શુભમન ગીલ સુધી અનેક યુવાનો તેમના માર્દર્શનમાં તૈયાર થયા છે.

  અજય રાત્રાએ ફિલ્ડીંગ કોચ માટે અરજી કરી

  ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયાના પૂર્વ વિકેટ કિપર અજય રાત્રાએ ફિલ્ડીંગ કોચ માટે અરજી કરી છે. રાત્રા ભારત માટે 6 ટેસ્ટ 12 વન ડે અને ફર્સ્ટ ક્લાસની 99 મેચ રમ્યો હતો. તેણે કહ્યું કે તક મળશે તો સફળતા માટે કામ કરવાની ઈચ્છા છે. રાત્રા હાલમાં આસામની ટીમના મુખ્ય કોચ છે. તેણે દિલ્હી કેપિટલ્સ સાથે પણ કામ કરેલું છે.

  આ પણ વાંચો :  ધનિક પરિવારોની કન્યા સાથે થયા છે આ ક્રિકેટરોના લગ્ન, એક ખેલાડી છે ગુજરાતી

  દ્રવિડ યુવા ખેલાડીઓનો મેન્ટર

  ભારતના પૂર્વ કેપ્ટનને મોટા ભાગે પ્રોસેસ પર્સન તરીકે માનવામાં આવે છે અને તેમની પદ્ધતિઓએ ભારતીય ક્રિકેટ માટે અદ્દભુત કામ કર્યા છે. હાર્દિક પંડ્યાથી લઇને પૃથ્વી શો સુધી, મયંક અગ્રવાલથી લઇને શ્રેયસ અય્યર, મોહમ્મદ સિરાજથી લઇને વોશિંગ્ટન સુંદર સુધી લગભગ દરેક યુવા ખેલાડી કે જેઓ આગામી પાંચ વર્ષ કે તેથી વધુ સમય સુધી ભારતીય ક્રિકેટમાં સેવા આપી શકે છે, તે તમામે દ્રવિડના યોગદાન વિશે ઉંડાણ પૂર્વક વાત કરી છે.

  આ પણ વાંચો : IPL 2022: આઈપીએલમાં અમદાવાદની ટીમ ખરીદનાર કંપની છે ખરબોની માલિક, ફોર્મ્યૂલા 1 રેસમાં પણ ખરીદી હતી ટીમ

  દ્રવિડ મોડલ બીસીસીઆઈ દ્વારા ટ્રેંડ સેટર હોઈ શકે છે

  ક્રિકેટ સાઉથ આફ્રિકા(માર્ક બાઉચર) કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(મિસ્બાહ-ઉલ-હક) દ્વારા કોચ તરીકે પૂર્વ મહાન ખેલાડીઓની અચાનક નિયુક્તિથી તેમના પર કોઇ ખાસ અસર થઇ નથી. જોકે દ્રવિડ સાથે આવું થવાની શક્યત નથી, કારણ કે તેમણે કોચ તરીકે અલગ અલગ ક્ષમતાઓમાં પોતાને તૈયાર કર્યા છે, પછી ભલે તેમની પાસે ઔપચારિક પ્રમાણપત્ર ન હોય. રમતના ઇતિહાસમાં ક્યારેય પણ ટેસ્ટ અને ODI મેચોમાં 10,000થી વધુ રન બનાવનાર ખેલાડી રાષ્ટ્રીય ટીમના કોચ રહ્યા નથી અને દ્રવિડ મોડલ બીસીસીઆઈ દ્વારા માત્ર ટ્રેંડ-સેટર હોઇ શકે છે.
  Published by:Jay Mishra
  First published: