Home /News /sport /ભારત સામે ડેબ્યુ કરનાર ખેલાડીએ બઘડાટી બોલાવી, T-20 મા ફટકારી બેવડી સદી, ટીમનો સ્કોર 300ને પાર

ભારત સામે ડેબ્યુ કરનાર ખેલાડીએ બઘડાટી બોલાવી, T-20 મા ફટકારી બેવડી સદી, ટીમનો સ્કોર 300ને પાર

Rahkeem Cornwall

Double Century In T20: ભારત સામે ડેબ્યુ કરનાર દુનિયાનો સાથી વધારે વજન ધરાવનાર ક્રિકેટર ફરી એક વાર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. રહકીમ કોર્નવોલે ટી-20 ક્રિકેટમાં ઈતિહાસ બેવડી સદી ફટકારીને ઇતિહાસ રચી દીધો છે.

    અમેરિકા: વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન રહકીમ કોર્નવોલે ટી-20 ક્રિકેટમાં ઈતિહાસ રચી દીધો છે. વિશ્વના સૌથી ભારે બેટ્સમેને અમેરિકન ટી-20 સ્પર્ધા એટલાન્ટા ઓપન 2022 લીગમાં બેવડી સદી ફટકારી છે. કેરેબિયન પ્રીમિયર લીગમાં બાર્બાડોસ રોયલ્સ તરફથી રમતાં રહકીમ કોર્નવોલે એટલાન્ટા ફાયર ટીમ તરફથી રમતાં સ્ક્વેર ડ્રાઇવ સામે આ સિદ્ધિ હાંસલ કરી હતી.

    રહકીમ કોર્નવોલે ભારત સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું

    રહકીમ કોર્નવોલે વેસ્ટ ઇન્ડીઝ તરફથી 2019માં ભારત સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ત્યારે તેનું વજન વધારે હોવાની વાતો થતી હતી. તેનું વજન 140 કિલો છે અને તેની ઊંચાઈ 6 ફૂટ 6 ઈંચ છે. તેને વેસ્ટ ઈન્ડિઝ તરફથી માત્ર ટેસ્ટ ક્રિકેટ રમવાની તક મળી છે. તેણે ટી-20 ક્રિકેટમાં બેવડી સદી ફટકારી છે.



    રહકીમ કોર્નવોલે પોતાની ઈનિંગમાં 77 બોલનો રમ્યા હતા અને 205 રન ફટકાર્યા હતા. તેનો સ્ટ્રાઇક રેટ 266.23 હતો અને તેણે 22 છગ્ગા સાથે 17 ચોગ્ગા ફટકાર્યા હતા. એટલે કે કુલ 39 બાઉન્ડ્રી ફટકારી હતી. એકદંરે કુલ બાઉન્ડ્રીના રન 200 થયા છે. એટલે કે તેના 205 રનમાંથી 200 રન રહકીમ કોર્નવોલે માત્ર 39 બોલમાં કર્યા હતા.

    આ પણ વાંચો: દશેરાની શુભકામના આપવા બદલ ક્રિકેટરોને મળી ધમકી, ટીમ ઇન્ડિયાનો સ્ટાર ખેલાડી કટ્ટરપંથીઓનાં નિશાને

    વેસ્ટ ઈન્ડિઝની ટીમ ટી-20 વર્લ્ડ કપ જીતવાના મિશન સાથે ઓસ્ટ્રેલિયામાં છે. પરંતુ ટીમમાં રહકીમ કોર્નવોલને સ્થાન અપાયું નથી. જેથી વેસ્ટ ઇન્ડીઝની ટીમ પસંદ કરનારાઓએ રહકીમ કોર્નવોલને પસંદ ન કરીને મોટી ભૂલ કરી હોવાનું ફલિત થાય છે. અલબત્ત, અમેરિકાની ધરતી પર રહકીમ કોર્નવોલે જે કમાલ કરી છે, તેના પડઘા વેસ્ટ ઈન્ડિઝ ટીમના પસંદગીકારોના કાનમાં પણ પડ્યા હશે તેવી આશા છે.






    રહકીમ કોર્નવોલની ધમાકેદાર બેવડી સદીને કારણે તેની ટીમે 20 ઓવરમાં માત્ર એક જ વિકેટ ગુમાવીને 326 રન કર્યા હતા. આ મેચમાં તેની ટીમનો 172 રનના વિશાળ અંતરથી વિજય થયો હતો.

    આ પણ વાંચો: એક સમયે ‘સેક્સી સંન્યાસી’ કહેવાતા અભિનેતા બની ગયા ઓશોના અનુયાયી, ટોયલેટ પણ જાતે સાફ કરતા

    CPLમાં પણ કરી હતી ધુંઆધાર બેટિંગ

    સીપીએલમાં 27 સપ્ટેમ્બરે તેણે 54 બોલમાં 91 રનની મજબૂત ઇનિંગ રમી હતી. આ દરમિયાન તે 9 રનથી પોતાની સદી ચૂકી ગયો હતો. રહકીમે 11 છગ્ગા અને બે ચોગ્ગા ફટકાર્યા હતા.

    રહકીમ કોર્નવોલ ઓલરાઉન્ડર ખેલાડી

    રહકીમ કોર્નવોલ વેસ્ટ ઈન્ડિઝ તરફથી ઓલરાઉન્ડર તરીકે રમે છે. તે સ્પિન બોલિંગ પણ કરે છે. તેણે 9 ટેસ્ટમાં કુલ 238 રન બનાવ્યા છે. બોલિંગની વાત કરીએ તો રહકીમે 34 વિકેટ પોતાના નામે કરી છે. રહકીમ કોર્નવોલે 76 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 2695 રન બનાવ્યા છે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Cricket News Gujarati, T20 cricket

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन