IPL 2018 : આ કેપ્ટનની બેટિંગ રહાણે-ગંભીર માટે છે શિખામણ

News18 Gujarati
Updated: May 19, 2018, 12:59 PM IST
IPL 2018 :  આ કેપ્ટનની બેટિંગ રહાણે-ગંભીર માટે છે શિખામણ

  • Share this:
સામાન્ય રીતે ટી20 ક્રિકેટને આક્રમક બેટિંગની રમત માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે, પરફેક્શન સાથે બેટિંગ કરનાર ખેલાડી આમાં વધારે સફળ થતાં નથી. જોકે, ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને આઈપીએલની વર્તમાન સિઝનમાં તે સાબિત કરી દીધું છે કે, ટેકનિક રીતે સંક્ષમ અને પરંપરાગત શૈલીમાં બેટિંગ કરનાર બેટ્સમેન ટી20 ફોર્મેટમાં ફાસ્ટ રન બનાવી શકે છે. તેવામાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન ડીન જોન્સ ઈચ્છે છે કે, ખરાબ ફોર્મમાં ચાલી રહેલ ગૌતમ ગંભીર અને અજિંક્ય રહાણે જેવા ભારતી ખેલાડી તેમની પાસેથી શિખામણ લઈ શકે છે.

જોંસનું કહેવું છે કે, "મને આશા હતી કે, વિલિયમ્સન સારૂ પ્રદર્શન કરશે. ડેવિડ વોર્નરના ન રમવાથી તેમને ઘણો ફાયદો થયો છે."

તેમને કહ્યું, "આ દુનિયાની સર્વશ્રેષ્ઠ ટી20 લીગ છે. વિલિયમ્સનને જે તક મળી તેનો તેમને પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો અને દુનિયાને બતાવી દીધું કે તેઓ કેટલા શાનદાર ખેલાડી છે."

જોન્સે કહ્યું, 'તમારી પાસે ગંભીર અને રહાણે જેવા બીજા ખેલાડી પણ છે જે પરંપરાગત શૈલીમાં બેટિંગ કરે છે. તેમને વિલિયમ્સનનું અનુસરણ કરવું જોઈએ કે તેઓ કેવી રીતે 130-140ની સ્ટ્રાઈક રેટ સુધી પહોંચી જાય છે.'

ઓસ્ટ્રેલિયા માટે 52 ટેસ્ટ અને 164 વનડે મેચ રમનાર આ બેટ્સમેને કહ્યું કે, 'જો તમે એવું કહી રહ્યાં છો કે, વિલિયમ્સન (13 મેચોમાં 625 રન)' રહાણે અને ગંભીરથી શાનદાર છે તો અવું જરાપણ નથી. પરંતુ તથ્ય તે છે કે, તેમને એકદમ ખુલીને બેટિંગ કરી છે.

 
First published: May 19, 2018, 12:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading