Home /News /sport /

કોણ છે ન્યુઝીલેન્ડનો Rachin Ravindra? સચિન અને દ્રવિડના નામ પરથી શા માટે રખાયું છે તેનું નામ?

કોણ છે ન્યુઝીલેન્ડનો Rachin Ravindra? સચિન અને દ્રવિડના નામ પરથી શા માટે રખાયું છે તેનું નામ?

રચિન રવિન્દ્રનું નામ સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડ પરથી રાખવામાં આવ્યું છે.

Rachin Ravindra : જાણો શા માટે રચિનનું નામ સચિન અને દ્રવિડ પરથી રાખવામાં આવ્યું, ક્યાનો મૂળ રહેવાસી છે ન્યૂઝીલેન્ડનો આ ખેલાડી

  ન્યુઝીલેન્ડ (New Zealand) માટે ઘણા મૂળ ભારતીય ખેલાડીઓ ક્રિકેટ (Indian origin Cricketer) રમે છે. જેમાં ઇશ સોઢી, જીત રાવલ જેવા નામ જાણીતા છે. તેઓ ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ માટે રમી ચુક્યા છે. આ દરમિયાન તાજેતરમાં રમાયેલી 3 મેચની ટી20 સિરીઝમાં ન્યુઝીલેન્ડના વધુ એક મૂળ ભારતીય ખેલાડીનું નામ સામે આવ્યું છે. જેનું નામ રચીન રવિન્દ્ર (Rachin Ravindra) છે. મિડલ ઓર્ડરનો બેટ્સમેન રચીન રવિન્દ્ર પિચ પર વધુ સમય ટક્યો નહોતો. તેને 7 રનમાં મોહમ્મદ સિરાજ દ્વારા બોલ્ડ કરાયો હતો. જો કેભારતીય ક્રિકેટ ચાહકોમાં રચીન રવિન્દ્ર વિશે થોડું વધુ જાણવાની ઉત્કંઠા જન્મી હતી અને તેના વિશે,  જાણવા ગૂગલનો સહારો લેવામાં આવ્યો હતો. રચિન રવિન્દ્રનું નામ સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડના નામ પરથી સંયુક્ત રીતે રાખવામાં આવ્યુ છ

  કોણ છે રચીન રવિન્દ્ર?

  રચીન રવિન્દ્ર 21 વર્ષનો છે અને ઓલરાઉન્ડર ખેલાડી છે. જેનું નામ ભારતના બે મહાન ક્રિકેટર સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડના નામ પરથી રાખવામાં આવ્યું છે. રચિનનો જન્મ વેલિંગ્ટનમાં થયો હતો. તે મૂળ ભારતીય સોફ્ટવેર સિસ્ટમ આર્કિટેક્ટ રવિ કૃષ્ણમૂર્તિ અને દીપા કૃષ્ણમૂર્તિનું સંતાન છે.

  રચિનના પિતા રવિ 1990ના દાયકામાં બેંગ્લોરથી ન્યુઝીલેન્ડ ગયા હતા

  રચિનના પિતા રવિ 1990ના દાયકામાં બેંગ્લોરથી ન્યુઝીલેન્ડ ગયા હતા અને હટ હોક્સ ક્લબના સ્થાપક છે. તેઓ પણ ક્રિકેટના શોખીન છે અને તે બેંગલુરુમાં ક્રિકેટ રમતા હતા.

  રચીન અંગે જાણકારી આપતા તેના પિતા રવિ જણાવે છે કે, રચિને 2016ના અંડર-19 વર્લ્ડ કપ તેમજ 2018ના અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેણે કિવી માટે કુલ 6 T-20 રમી છે. તેણે આ વર્ષની શરૂઆતમાં સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશ સામેની શ્રેણીમાં ડેબ્યૂ કર્યું હતું.

  આ પણ વાંચો : ઈન્ગલેન્ડના ક્રિકેટરે સેમ બિલિંગ્સે ટેનિસ ખેલાડી સાથે માલદીવમાં સગાઈ કરી, શેર કરી રોમેન્ટિક તસવીરો

  બીજી તરફ લોર્ડ્સમાં ભારત સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ન્યૂઝીલેન્ડની ટીમમાં પણ તેની પસંદગી કરવામાં આવી હતી, પરંતુ તે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવી શક્યો નહતો. રચીને Telangana Todayને જણાવ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષના શિયાળામાં મેં આંધ્રપ્રદેશના અનંતપુરાના RDTમાં તાલીમ લીધી છે અને રમ્યો છું.

  રચીન ખૂબ જ આશાસ્પદ ખેલાડી છે: કોચ

  આંધ્ર પ્રદેશ ક્રિકેટ એકેડમીના કોચ ખતીબ સૈયદ શહાબુદ્દીન રચીન અંગે કહે છે કે, તે હટ હોક્સ ટીમનો ભાગ હતો. જે છેલ્લા ચાર વર્ષથી અનંતપુર ખાતે ગ્રામીણ વિકાસ ટ્રસ્ટમાં તાલીમ આપતું હતું. તે આશાસ્પદ ક્રિકેટર છે.

  ઉલ્લેખનીય છે કે, 2006ના નવેમ્બરમાં પોતાની પ્રેરણા વિશે બોલતા રચિને Stuff.co.nzને કહ્યું હતું કે, તેણે ભારતીય ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકરની બેટિંગ શૈલીનું અનુકરણ કરવાનો પ્રયાસ કર્યો છે. મારા બેટિંગ આઇડલ સચિન તેંડુલકર છે. હું ખૂબ જ નાનો હતો ત્યારથી મેં તેમનું અનુકરણ કર્યું હતું.

  આ પણ વાંચો : Unmukt chand: ભારતને અન્ડર-19 વર્લ્ડકપ જીતાડનાર કેપ્ટન ઉનમુક્તચંદે કર્યા લગ્ન, જાણો કોણ છે તેની પત્ની

  રચીનની અત્યાર સુધીની કારકિર્દી

  રચીને કુલ 27 ટી20 મેચ રમી છે. જેમાં તેણે 129ના સ્ટ્રાઈક રેટથી 338 રન બનાવ્યા છે. તેનો શ્રેષ્ઠ સ્કોર 40નો છે. તે ડાબોડી સ્પિન બોલર પણ છે. તેણે 21.6ના સ્ટ્રાઈક રેટથી 25 વિકેટો લીધી છે.
  First published:

  Tags: IND vs NZ, રાહુલ દ્રવિડ, સચિન તેંડુલકર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन