પ્રથમ ટેસ્ટ પહેલા ટીમ ઇન્ડિયાને ઝટકો, આ સ્ટાર બોલર થયો ઈજાગ્રસ્ત

ફાઇલ ફોટો

  • Share this:
    ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી શરૂ થતા પહેલા ભારતીય ટીમને એક મોટો ફટકો પડ્યો છે. ટીમ ઇન્ડિયાનો સૌથી અનુભવી ઓફ સ્પિનર આર.અશ્વિન પ્રેક્ટિસ મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો છે. અશ્વિનને અસેક્સ સામે ચાલી રહેલી પ્રેક્ટિસ મેચના પ્રથમ દિવસે ઈજા પહોંચી હતી. આ પછી તેણે બીજા દિવસે બેટિંગ અને બોલિંગ કરી ન હતી. રિપોર્ટ પ્રમાણે તેના જમણા હાથમાં ઈજા છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 1 ઓગસ્ટથી પ્રથમ ટેસ્ટનો પ્રારંભ થશે.

    ટીમના ફિઝીયોએ અશ્વિનની ઈજાને ગંભીર ગણાવી નથી. તે પ્રેક્ટિસ મેચના બીજા દિવસે લંચ બ્રેકમાં થોડો સમય નેટ્સમાં બોલિંગ કરતા જોવા મળ્યો હતો. રિપોર્ટ પ્રમાણે પ્રથમ ટેસ્ટમાં તે રમશે કે નેહીં હજુ નિશ્ચિત નથી. જો અશ્વિનની ઈજા ગંભીર હશે તો ભારતને માટે મોટો ફટકો પડશે. કારણ કે તે બોલિંગ અને બેટિંગ બંનેમાં ટીમને ઉપયોગી બને છે.

    અશ્વિન સિવાય ભારત પાસે રવીન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવના રૂપમાં બે સ્પેશ્યાલિસ્ટ સ્પિનર છે. જોકે અનુભવની બાબતે અશ્વિન બંને પર ભારે પડે છે. બોલિંગમાં તો બરાબર પણ છેલ્લા કેટલાક વર્ષોમાં અશ્વિને બેટિંગમાં ભારત તરફથી ઘણા રન બનાવ્યા છે

    વન-ડે અને ટી-20 શ્રેણીમાં કુલદીપ યાદવના બોલર પર જે રીતે ઇંગ્લેન્ડના બેટ્સમેનો સંઘર્ષ કરતા હતા તે જોતા અશ્વિન ટીમમાં હશે તો ભારતને ફાયદો થશે.
    Published by:Ashish Goyal
    First published: