Home /News /sport /ક્રિકેટના 'ભગવાન' પાસેથી પણ અશ્વિને ન શીખી ખેલદિલી, થયો ટ્રોલ

ક્રિકેટના 'ભગવાન' પાસેથી પણ અશ્વિને ન શીખી ખેલદિલી, થયો ટ્રોલ

અશ્વિનની ખેલ ભાવનાને લઇને સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે

મેનકેડિંગ વિકેટ લેનારા આર અશ્વિનની ખેલ ભાવનાને લઇને ટ્વિટર પર સતત સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે

ન્યૂઝ18 ગુજરાતી: મંગળવારે આઇપીએલમાં પહેલી મેનકેડિંગ વિકેટ લેનારા આર અશ્વિનની ખેલ ભાવનાને લઇને ટ્વિટર પર સતત સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે.

લોકોનું કહેવું છે કે, નિયમોને નેવે મૂકીને અશ્વિને જોસ બટલરને આઉટ કરવાની જરૂર નહોતી. જોકે, આ પહેલીવાર નથી કે અશ્વિને આવું કર્યું હોય. તે ભારતીય ટીમ માટે રમતી વખતે પણ આવું કરી ચૂક્યો છે.



ભારતીય ટીમ 2012માં ઓસ્ટ્રેલિયામાં એક ટ્રાઇ સીરિઝ રમી રહી હતી. તે દરમિયાન શ્રીલંકા વિરુદ્ધ મેચ રમાઇ રહી હતી. આ મેચ દરમિયાન અશ્વિને 40 ઓવરમાં લહિરુ થિરમાનેને મેનકેડિંગ રન આઉટ કર્યો હતો. એ સમયે મેદાન પર સચિન તેંડુલકર હાજર હતો. તેણે કેપ્ટનશિપ કરી રહેલાં સહેવાગ સાથે વાત કરી હતી. જે બાદ સહેવાગે ખેલ ભાવના રાખતાં અપીલ પાછી લીધી હતી.

 આ પણ વાંચો: બટલર થયો માંકડ સ્ટાઇલમાં રન આઉટ, જાણો કેવી રીતે થાય છે આ રન આઉટ

મોહમ્મદ કૈફે પણ ટ્વિટ કરતાં આ અંગે લખ્યું છે કે, ભલે અશ્વિને જે કર્યુ તે નિયમ અનુસાર હતું, પરંતુ ખેલ ભાવના બતાવવાની હતી. તેણે પાછલી વખતે પણ આવું કર્યું હતું પરંતુ કેપ્ટન સહેવાગે અપીલ પાછી ખેંચી હતી.
First published:

Tags: R ashwin, Virendra sehwag