...તો શું નોકરીની શોધમાં છે અશ્વિન, સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો બાયોડેટા

...તો શું નોકરીની શોધમાં છે અશ્વિન, સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો બાયોડેટા

અશ્વિનનો આ સીવી પ્રશંસકોને ઘણો પસંદ આવી રહ્યો છે

  • Share this:
    નવી દિલ્હી : ભારતીય સ્પિન બોલર રવિચંદ્રન અશ્વિન (R Ashwin) ભારતીય ટીમ સાથે ન્યૂઝીલેન્ડ (New Zealand)ના પ્રવાસે છે. અશ્વિન પોતાના મજાકીયા અંદાજ માટે માટે ઓળખાય છે. હાલમાં જ તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બાયોડેટા શેર કર્યો છે. જે સામાન્ય રીતે નોકરી શોધનાર લોકો બનાવે છે. તેનો આ સીવી ઘણો અનોખો છે. જેમાં તેના વિશે રસપ્રદ રીતે ઘણી જાણકારી આપવામાં આવી છે. અશ્વિનનો આ સીવી પ્રશંસકોને ઘણો પસંદ આવી રહ્યો છે.

    આર અશ્વિનનો સીવી

    નામ - રવિચંદ્રન અશ્વિન

    નિકનેમ - લોકો મને પ્યારથી બોલર બોલાવે છે

    ડિસ્ક્રિપ્શન - મને જોઈને લેડીઝ સિંગ, દેખ જા રહા હૈ ચેન્નાઈ સુપરકિંગ્સ (અશ્વિન ચેન્નાઈનો રહેવાસી છે)

    સ્કિલ - બોલિંગ અને દાઢી પર બ્રેક લગાવવી, વિરોધીઓને પેવેલિયન મોકલવા

    હોબી - વર્ષ 2010થી લોકોને બહાર કરી રહ્યો છું (અશ્વિને 2010માં ડેબ્યૂ કર્યુ હતું.). કેરમ રમવી, સમજ્યા? (અશ્વિનના ખાસ બોલને કેરમ બોલ કહેવામાં આવે છે)

    રસ - વિકેટની ગેમ રમવી, સ્પિનિંગ હાર્ટ (અશ્વિન સ્પિન બોલર છે), રેકોર્ડ તોડવો

    પ્રશંસકોએ કહ્યું - માકડિંગને પણ સીવીમાં કરો સામેલ
    અશ્વિને કેપ્શનમાં લખ્યું છે કે તેણ પોતાની દાઢી કાપીને નવા લૂકમાં સીવી બનાવ્યો છે. પ્રશંસકોને તેને સવાલ કર્યો છે કે તેમને આ કેવું લાગ્યું. પ્રશંસકોએ જવાબ આપતા તેમને બીજા વિકલ્પ પણ આપ્યા છે. કેટલાક પ્રશંસકે કહ્યું કે માંકડિંગ કરવું તેની સૌથી મોટી પ્રતિભા છે. તમને જણાવી દઈએ કે આઈપીએલની ગત સિઝનમાં કિંગ્સ ઇલેવન પંજાબના કેપ્ટન રહેલા અશ્વિને રાજસ્થાન રોયલ્સના જોસ બટલરને માકડિંગ રીતે આઉટ કર્યો હતો. જેના કારણે ઘણો વિવાદ થયો હતો. ત્યારથી પ્રશંસકો માટે આ ઓળખ બની ગઈ છે.
    Published by:Ashish Goyal
    First published: