જયસૂર્યાના મોતના ફેક ન્યૂઝ થયા વાયરલ, આ ભારતીય પ્લેયરને લાગ્યો 'આંચકો'

News18 Gujarati
Updated: May 27, 2019, 12:27 PM IST
જયસૂર્યાના મોતના ફેક ન્યૂઝ થયા વાયરલ, આ ભારતીય પ્લેયરને લાગ્યો 'આંચકો'
જયસૂર્યાનું ટોરેન્ટોમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયાના ફેક ન્યૂઝ વાયરલ થયા હતા. (ફાઇલ)

સનથ જયસૂર્યાએ ટ્વિટ કરી પોતાના મોતના સમાચાર ખોટા હોવાની આપી જાણકારી

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : 1996 વર્લ્ડ કપમાં શ્રીલંકાને ચેમ્પિયન બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવનારા ડાબા હાથના વિસ્ફોટક બેટ્સમેન સનથ જયસૂયાની મોતની અફવા સોશિયલ મીડિયા પર ફેલાઈ ગઈ છે, ત્યારબાદ ક્રિકેટ વર્લ્ડ કપમાં હોબાળો થઈ ગયો છે. સોશિયલ મીડિયા પર ન્યૂઝ વાયરલ થયા કે સનથ જયસૂયા ટોરેન્ટોમાં એક માર્ગ અકસ્માતનો શિકાર બન્યો અને તેનું મોત થઈ ગયું. આ ન્યૂઝ ફેલાતાં ટીમ ઈન્ડિયાના ઓફ સ્પિનર આર અશ્વિન પણ પરેશાન થઈ ગયો અને તેણે ટ્વિટ પર ફેન્સ પાસેથી આ અંગે જાણકારી માંગી.

અશ્વિને ટ્વિટ કર્યું કે, શું સનથ જયસૂર્યા પર આવી રહેલા ન્યૂઝ સાચા છે. મને વોટ્સએપ પર આવા ન્યૂઝ મળ્યા પરંતુ ટ્વિટર પર આવું નથી દેખાતું. ત્યારબાદ ફેન્સે અશ્વિનને જાણકારી આપી કે આ ન્યૂઝ બિલકુલ ખોટા છે.

આમ તો, સનથ જયસૂર્યાએ પણ આ ન્યૂઝને ખોટા ગણાવ્યા છે. જયસૂયાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર તેની જાણકારી આપી. જયસૂર્યાએ ટ્વિટ કરી પોતે સકુશળ હોવાની વાત કહી. જયસૂર્યાએ કહ્યું કે, મારા વિશે ફેલાવામાં આવેલા ખોટા ન્યૂઝનું ખંડન કરું છું. હું બિલકુલ સ્વસ્થ છું. હું શ્રીલંકામાં છું અને હું કેનેડા નથી ગયો. પ્લીઝ ખોટા ન્યૂઝને શેર ન કરો.
આ પણ વાંચો, શ્રેયસ અય્યરે ખાધું આગવાળું પાન, પછી તેનો થયો આવો હાલ!

જયસૂયા પર છે પ્રતિબંધ

આઈસીસીએ શ્રીલંકાના પૂર્વ દિગ્ગજ પ્લેયર સનથ જયસૂર્યાને ક્રિકેટના તમામ ફોર્મેટ્સથી બે વર્ષ માટે પ્રતિબંધ મૂકી દીધો છે. આ પ્રતિબંધ બાદ હવે તે ક્રિકેટ એડમિનિસ્ટ્રેશનમાં પણ કોઈ જવાબદારી નહીં લઈ શકે. આપને જણાવી દઈએ કે આઈસીસીએ જયસૂર્યાની વિરુદ્ધ એન્ટી કરપ્શન કોડના ઉલ્લંઘનના કારણે આ નિર્ણય લીધો છે. તેની પર બે વાર આઈસીસીની એન્ટી કરપ્શન કોડના ઉલ્લંઘનનો આરોપ હતો.
First published: May 27, 2019, 12:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading