પીવી સિંધૂને બેડમિંટનની ફાઈનલમાં મળી હાર, સિલ્વર જીતીને પણ રચ્યો ઈતિહાસ

એશિયન ગેમ્સમાં અત્યાર સુધીમાં ભારતે કુલ 44 મેડલ જીતી લીધા છે. ભારતે 8 ગોલ્ડ, 16 સિલ્વર અને 20 બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યા છે

News18 Gujarati
Updated: August 28, 2018, 2:22 PM IST
પીવી સિંધૂને બેડમિંટનની ફાઈનલમાં મળી હાર, સિલ્વર જીતીને પણ રચ્યો ઈતિહાસ
પીવી સિંધૂ(ફાઈલ ફોટો)
News18 Gujarati
Updated: August 28, 2018, 2:22 PM IST
ભારતની મહિલા બેડમિન્ટન ખેલાડી પી. વી. સિંધુ 18મી એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતવાથી ચૂકી ગઈ છે. બેડમિંટન ફાઈનલમાં પી વી સિધૂંને હારનો સામનો કરવો પડ્યો. વર્લ્ડ નંબર - 3 સિંધૂને ફાઈનલ મુકાબલામાં ચીની તાઈપેની સ્ટાર અને વર્લ્ડ નંબર વન ખેલાડી તાઈ જુ યિંગે સીધી ગેમમાં 21-13, 21-16થી હરાવી છે.

જોકે, આ હાર બાદ પણ પી વી સિંધૂએ ઈતિહાસ રચિ દીધો છે. પી વી સિંધૂ એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનાર પહેલી ભારતીય બેડમિંટન ખેલાડી બની ગઈ છે. તમને જણાવી દઈએ કે, બેડમિંટન સિંગલ્સમાં ભારતની સાયના નેહવાલે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે.

Loading...ઉલ્લેખનીય છે કે, એશિયન ગેમ્સમાં અત્યાર સુધીમાં ભારતે કુલ 44 મેડલ જીતી લીધા છે. ભારતે 8 ગોલ્ડ, 16 સિલ્વર અને 20 બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યા છે. ભારતે ગ્વાંગ્ઝો ગેમ્સમાં સૌથી વધારે 65 મેડલ જીત્યા હતા.
First published: August 28, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...