ડેનમાર્ક ઓપન : પ્રથમ રાઉન્ડમાં પરાજય સાથે સિંધૂના અભિયાનનો અંત

સિંધૂનો અમેરિકાની બીવન ઝાંગ સામે 17-21, 21-16, 18-21થી પરાજય થયો

News18 Gujarati
Updated: October 16, 2018, 6:42 PM IST
ડેનમાર્ક ઓપન : પ્રથમ રાઉન્ડમાં પરાજય સાથે સિંધૂના અભિયાનનો અંત
પ્રથમ રાઉન્ડમાં પરાજય સાથે સિંધૂના અભિયાનનો અંત
News18 Gujarati
Updated: October 16, 2018, 6:42 PM IST
ભારતની સ્ટાર બેડમિન્ટવ ખેલાડી પીવી સિંધૂ ડેનમાર્ક ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં મહિલા સિંગલ્સમાં પ્રથમ રાઉન્ડમાં જ હારીને બહાર થઈ ગઈ હતી. સિંધૂનો અમેરિકાની બીવન ઝાંગ સામે 17-21, 21-16, 18-21થી પરાજય થયો હતો. ત્રીજી ક્રમાંકિત સિંધૂએ 56 મિનિટમાં મેચ ગુમાવી હતી.

સિંધૂ સતત ત્રીજી વખત બીવન ઝાંગ સામે હારી છે. અમેરિકી શટલરે આ પહેલા આ વર્ષે ફેબ્રુઆરીમાં ઇન્ડિયન ઓપનની ફાઇનલમાં સિંધૂને હરાવી હતી.

રિયો ઓલિમ્પિકની સિલ્વર મેડાલિસ્ટ સિંધૂ જાકાર્તા એશિયન ગેમ્સમાં સિલ્વર મેળવ્યા પછી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. તે જાપાન ઓપનમાં પણ બીજા રાઉન્ડની આગળ વધી શકી ન હતી. જ્યાં તેનો ગાઓ ફેંગજી સામે પરાજય થયો હતો.

આ સિવાય ચાઇના ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં તેનો ચીનની ચેન યુફેઈ સામે પરાજય થયો હતો.
First published: October 16, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...