બેડમિંટન: પીવી સિંધુએ ઈતિહાસ રચ્યો, જાપાનની ઓકુહારને હરાવી જીત્યો વર્લ્ડ ટૂર ફાઇનલ્સનો ખિતાબ

ચીનના ગ્વાંગ્ઝૂમાં રમાયેલી ફાઇનલમાં સિંધુએ જાપાનની નોજોમી ઓકહારાને હરાવી દીધી

News18 Gujarati
Updated: December 17, 2018, 7:18 AM IST
બેડમિંટન: પીવી સિંધુએ ઈતિહાસ રચ્યો, જાપાનની ઓકુહારને હરાવી જીત્યો વર્લ્ડ ટૂર ફાઇનલ્સનો ખિતાબ
પીવી સિંધુ (ફાઇલ ફોટો)
News18 Gujarati
Updated: December 17, 2018, 7:18 AM IST
ન્યૂઝ18 ગુજરાતી: બેડમિંટન સ્ટાર પીવી સિંધુએ શાનદાર ફોર્મ ચાલુ રાખતા બીડબલ્યૂએફ વર્લ્ડ ટૂર ફાઇનલ્સનો ખિતાબ જીતી લીધો છે. આ પહેલી વાર છે જ્યારે વર્લ્ડની નંબર-6 પ્લેયર સિંધુએ ટૂર્નામેન્ટ જીતી છે. તેની સાથે જ તે બીડબલ્યૂએફ વર્લ્ડ ટૂર ફાઇનલ્સ જીતનારી પહેલી ભારતીય બની ગઈ છે. જ્યારે આ તેના કેરિયરની 14મો અને સીઝનનો પહેલો ખિતાબ છે.

ચીનના ગ્વાંગ્ઝૂમાં રમાયેલી ફાઇનલમાં સિંધુએ જાપાનની નોજોમી ઓકહારાને હરાવી દીધી. પીવી સિંધુએ એક કલાક અને બે મિનિટ સુધી ચાલેલી મેચમાં વર્લ્ડ નંબર-5 પ્લેયર ઓકુહારાને 21-19, 21-17થી હરાવીને અગાઉની હારનો બદલો લીધો છે. ઓકુહારાએ સિંધુને 2017ની વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હરાવી હતી. જ્યારે આ જીતની સાથે સિંધુએ પોતાની વિરોધીની સામે જીતનું અંતર 7-6 કરી દીધું છે.

રિયો ઓલિમ્પિકની સિલ્વર મેડલ વિજેતા પીવી સિંધુએ બીડબલ્યૂએફ વર્લ્ડ ટૂર ફાઇનલ્સની સેમીફાઇનલમાં 2013ની વિશ્વ ચેમ્પિયન અને વર્લ્ડ રેન્કિંગમાં આઠમું સ્થાન ધરાવતી થાઇલેન્ડની ચતચાનોક ઇંતનોનને 21-16, 25-23થી હરાવી હતી. તેણે થાઇલેન્ઠડની પ્લેયરને માત્ર 54 મિનિટમાં હરાવતાં ત્રીજી વાર ટૂર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

આ 23 વર્ષીય ભારતીય પ્લેયરનો મેચથી પહેલા થાઈ પ્લેયર વિરુદ્ધ 3-4નો રેકોર્ડ હતો, પરંતુ સિંધુએ હાલના પોતાના રેકોર્ડને ચાલુ રાખ્યો. તે છેલ્લા બે વર્ષથી ઇંતાનોનથી નથી હારી.
First published: December 16, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...