Shoaib Akhtar : શોએબ અખ્તરને PTVએ 10 કરોડ રૂપિયાની નોટિસ કેમ ફટકારી, ક્રિકેટર તોડ્યું મૌન

શોએબ અખ્તરને ઓવર સ્માર્ટ બનવું ભારે પડ્યું, PTVએ ફટકારી કરોડોની નોટિસ

Shoaib Akhtar : પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર (Shoaib Akhtar) મુશ્કેલીમાં મુકાઈ શકે છે. પાકિસ્તાન ટેલિવિઝન કોર્પોરેશન (PTV)એ અખ્તરને 10 કરોડની માનહાનીની (10 Crores legal notice to shoaib akhtar)  નોટિસ ફટકારી છે.

  • Share this:
    પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર (Shoaib Akhtar) મુશ્કેલીમાં મુકાઈ શકે છે. પાકિસ્તાન ટેલિવિઝન કોર્પોરેશન (PTV)એ અખ્તરને 10 કરોડની માનહાનીની (10 Crores legal notice to shoaib akhtar)  નોટિસ ફટકારી છે. જેમાં જણાવાયું છે કે, અખ્તરે ગયા મહિને પીટીવી સ્પોર્ટ્સ પરથી ઓન એર રાજીનામું (Shoaib Akhtar On Air Resignation) આપ્યું હતું. જેનાથી બંને વચ્ચેના કરારનો ભંગ થવા સાથે પીટીવીને મસમોટું નુકસાન પણ થયું છે. બીજી તરફ પીટીવીની નોટિસ બાદ અખ્તરે કાયદેસર લડાઈ લડવાની તૈયારી બતાવી છે.

    શું કહ્યું અખ્તરે? શોએબે લખ્યું કે, હું ખૂબ નિરાશ છું. જ્યારે હું પીટીવી માટે કામ કરતો હતો ત્યારે મારા આદર અને પ્રતિષ્ઠાનું રક્ષણ કરવામાં ખરાબ રીતે નિષ્ફળ ગયા પછી, તેમણે હવે મને રિકવરી નોટિસ મોકલી છે. હું ફાઇટર છું અને હાર નહીં માનું. હું આ કાનૂની લડત છોડીશ નહીં. અમે કાયદા અનુસાર આ લડતને આગળ લઈ જઈશું

    PTVએ શોએબ અખ્તરને નોટિસ મોકલી

    એઆરવાય ન્યૂઝના મત મુજબ પીટીવીએ નોટિસમાં જણાવ્યું હતું કે, કરારની કલમ-22 અનુસાર બંને પક્ષોને 3 મહિનાની લેખિત નોટિસ આપીને અથવા ચુકવણી કરીને સમજૂતી પુરી કરવાનો અધિકાર રહેશે. શોએબ અખ્તરે 26 ઓક્ટોબરે ઓન એર રાજીનામું આપ્યું હતું. આનાથી પીટીવીને મોટું આર્થિક નુકસાન થયું છે.

    આ પણ વાંચો :  T20 World cup 2021: સેમિફાઇનલમાં કઈ ટીમ કોની સામે ટકરાશે? જો મેચ ટાઇ થાય અને સુપરઓવર ન ફેંકાય તો કોણ પહોંચશે ફાઇનલમાં

    નોટિસમાં વધુમાં જણાવાયું છે કે, શોએબે પીટીવીસી મેનેજમેન્ટને આગોતરી સૂચના વગર ટી-20 વર્લ્ડ કપ પ્રસારણ દરમિયાન દુબઈ પણ છોડી દીધું હતું. આ ઉપરાંત ભારતીય ક્રિકેટર હરભજન સિંહ સાથે ભારતીય ટીવી શોમાં લાઇવ ચર્ચા ચાલુ રાખી હતી. આનાથી પણ પીટીવીને નુકસાન થયું હતું.

    અખ્તરે 3 મહિનાના પગારની ચુકવણી કરવી પડશે

    પીટીવીસી દ્વારા અખ્તરને નુકસાન તરીકે 10 કરોડ સાથે 3333000 ચૂકવવાનું કહેવામાં આવ્યું છે. જે પીટીવીના ત્રણ મહિનાના પગાર બરાબર છે. જો અખ્તર આમ નહીં કરે તો પીટીવી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી શકે છે.

    આ પણ વાંચો : વિશ્વમાં સૌથી વધુ સેલેરી લેનાર કેપ્ટન કોણ? જાણો વિરાટ કોહલીનો કેટલો છે પગાર, તેનાથી વધુ કમાય છે આ કેપ્ટન

    અખ્તર અને પીટીવી વચ્ચેનો વિવાદ શું છે?

    શોએબ અખ્તરે ગયા મહિને T-20 વર્લ્ડ બાબતે પીટીવીના સ્પોર્ટ્સ શોમાં ચર્ચામાં ભાગ લીધો હતો. આ શોના એન્કર ડૉ. નૌમાન નિયાઝ હતા. આ દરમિયાન એન્કરે કંઈક એવું કહ્યું કે, શોએબ અખ્તરનું મગજ ફરી ગયું અને ઓન એર રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.
    Published by:Jay Mishra
    First published: