IPLની આગામી સીઝનમાં રમનારા ખેલાડીઓ પાકિસ્તાનમાં નહિ રમી શકે, મોટું કારણ આવ્યું સામે

તસવીર- PSL Twitter

બીસીસીઆઈ(BCCI)સામાન્ય રીતે એપ્રિલ-મેમાં આઈપીએલનું આયોજન કરે છે. આઈપીએલ 2022 પણ તે જ સમયે થવાની સંભાવના છે. ટીમોની સંખ્યા પણ 8 થી વધીને 10 થઈ રહી છે. ટી -20 લીગમાં દુનિયાભરના મોટા ક્રિકેટરો સામેલ છે. આ વખતે મેગા હરાજી પણ યોજાવાની છે.

  • Share this:
    નવી દિલ્હી: દરેક વ્યક્તિ આઈપીએલ 2022ની રાહ જોઈ રહ્યું છે. કારણ કે ટી ​​20 લીગની આગામી સીઝનથી, 8 ની જગ્યાએ 10 ટીમો ઉતરશે. આવી સ્થિતિમાં 50 નવા ખેલાડીઓ ટી 20 લીગમાં જોવા મળશે. પરંતુ આઈપીએલમાં રમનારા ખેલાડીઓ આગામી સીઝનમાં પીએસએલમાં રમી શકશે નહીં. કોરોનાને કારણે આઈપીએલની વર્તમાન સીઝન 4 મેના રોજ મુલતવી રાખવામાં આવી હતી. બાકીની 31 મેચ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યુએઈમાં યોજાશે.

    ક્રિકઇન્ફોના સમાચાર મુજબ, પીસીબી (PCB)સામાન્ય રીતે ફેબ્રુઆરી-માર્ચમાં પીએસએલનું આયોજન કરે છે. પરંતુ 2022માં આ સમય દરમિયાન, ઓસ્ટ્રેલિયાની ટીમ પાકિસ્તાન પ્રવાસે જશે. આવી સ્થિતિમાં પીસીબી એપ્રિલ-મેની વિન્ડો શોધી રહી છે. પરંતુ આ સમય દરમિયાન બીસીસીઆઈ આઈપીએલનું આયોજન કરે છે. આવી સ્થિતિમાં આઈપીએલમાં રમનારા ખેલાડીઓ પાકિસ્તાનમાં રમી શકશે નહીં. જોકે શેડ્યૂલ હજી નક્કી થયું નથી. ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમનારા ઇમરાન તાહિર પણ પીએસએલમાં રમે છે. અન્ય ઘણા ક્રિકેટરો ટી -20 લીગમાં પ્રવેશ કરે છે.

    6 ટીમોની ટૂર્નામેન્ટ માટે, પીસીબી 25 ડિસેમ્બરથી 15 ફેબ્રુઆરી સુધી વિંડો તરફ પણ નજર રાખશે. પરંતુ આ સમય દરમિયાન પાંચ દેશોના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય શ્રેણી રમવાનું ચાલુ રાખશે. આવી સ્થિતિમાં, તેઓ ટી -20 લીગમાં પ્રવેશ કરી શકશે નહીં. આ કારણોસર પીસીબી તેનાથી ખચકાઈ રહી છે. પાકિસ્તાન માટે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પણ મહત્વનો છે, કેમ કે, કાંગારૂ ટીમે 1998-99થી પાકિસ્તાનની મુલાકાત લીધી નથી. શ્રીલંકાની ટીમ પર આતંકવાદી હુમલો થયા બાદ ઘણા વર્ષોથી પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ થઈ શક્યું ન હતું.

    આ પણ વાંચો: 1983 વર્લ્ડ કપ વિજેતા ક્રિકેટર યશપાલ શર્માનું હાર્ટ અટેકથી નિધન

    આ પણ વાંચો: IND vs SL: શ્રીલંકા ક્રિકેટે સીરીઝનો નવો ટાઈમિંગ જાહેર કર્યો, જુઓ સંપૂર્ણ કાર્યક્રમ

    આગામી સીઝનથી આઇપીએલની વિંડોમાં પણ વધારો થશે. 8 ની જગ્યાએ 10 ટીમો ઉતરશે. 5-5 ટીમોના બે જૂથો બનાવવામાં આવશે. દરેક ટીમને 8-8 લીગ મેચ રમવાની તક મળશે. ઘરમાં 4 અને ઘરની બહાર 4. 60 ની જગ્યાએ કુલ 74 મેચ રમાશે. આ રીતે વિંડો વધશે. સિઝન પહેલા મેગા હરાજી પણ થશે. જો કે, દરેક ફ્રેન્ચાઇઝી 4 ખેલાડીઓ જાળવી શકશે. બાકીના ખેલાડીઓની હરાજી કરવામાં આવશે. બીસીસીઆઈએ 2008 માં ટી 20 લીગની શરૂઆત કરી હતી. ત્યારબાદથી, તમામ મોટા દેશોએ પોતાની ટી 20 લીગ શરૂ કરી દીધી છે. પરંતુ આઇપીએલ આજે વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ છે. બીસીસીઆઈને દર સીઝનમાં તેની પાસેથી 5 હજાર કરોડની આવક થાય છે.
    Published by:kuldipsinh barot
    First published: