ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમના કેપ્ટન પૃથ્વી શોને પોપ્યુલર ફૂડ નિર્માતા કંપની પ્રોટીનેક્સે પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે. કંપનીએ ફૂડના માધ્યમથી દેશમાં વધુમાં વધુ લોકોના સ્વાસ્થને જાળવી રાખવાના ઉદ્દેશ્ય સાથે પૃથ્વી શો સાથે કરાર કર્યો છે.
જે અંતર્ગત આગામી પાંચ વર્ષ સુધી પ્રોટીનેક્સની એડમાં જોવા મળશે. પૃથ્વી શોએ આ અંગે કહ્યું કે, પ્રોટીનેક્સનો આભાર વ્યક્ત કરું છું જેણે ભારતમાં પ્રોટીનનો સંદેશ આપવા માટે મને પસંદ કર્યો છે.
સ્વાભાવિક રીતે આપણે જાણીએ છીએ કે, પૃથ્વી વર્ષ 2013માં સ્કુલ ક્રિકેટની હેરીસ શિલ્ડમાં 330 બોલમાં 546 રનની શાનદાર ઇનિંગ પછી ચર્ચામાં યો હતો. તે પછી પૃથ્વીએ પાછળ વાળીને જોયું નથી.
તેમણે ઘણીબધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. જેમાં દિલીપ ટ્રોફીમાં સૌથી નાની ઉમરમાં સદી ફટકારનારી હતી.
Published by:Mujahid Tunvar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર