Pro Kabaddi League Today Matches: પ્રો કબડ્ડી લીગ 2021માં બુધવારે 2 મેચ (Pro Kabaddi League Todaye Matches) રમાશે. આજની પ્રથમ મેચ દબંગ દિલ્હી અને બંગાળ વોરિયર્સ ( PKL 2021 Dabang Delhi vs Bengal Warriors) વચ્ચે રમાશે. જ્યારે બીજી મેચ યુપી યોદ્ધા અને ગુજરાત જાયન્ટ્સ (PKL 2021 UP Yoddha vs Gujarat Giants) વચ્ચે રમાશે. દબંગ દિલ્હી હાલ પોઈન્ટ ટેબલમાં (Pro Kabaddi League Time Table) ટોપ પર છે. દબંગો 3 મેચમાંથી 2 જીત્યા હતા અને એક મેચ ટાઈ રહી હતી. જ્યારે બંગાળ ત્રીજા સ્થાને છે. બંગાળ 3માંથી 2 જીત્યું અને એક મેચ હારી.
પ્રો કબડ્ડી લીગમાં આજની બીજી મેચમાં સામસામે આવી રહેલી ટીમોની વાત કરીએ તો ગુજરાત એક જીત, એક હાર અને એક ટાઈ સાથે સાતમા સ્થાને છે, જ્યારે યુપી 3 મેચમાંથી 1 જીત્યું છે. અને 2 મેચ હારી છે. તે 9માં સ્થાને છે.
Q.પીકેએલમાં આજે 29મી ડિસેમ્બરે કેટલી મેચ છે?
A. પ્રો કબડ્ડી લીગમાં આજે બે મેચ છે. પ્રથમ મેચ દબંગ દિલ્હી અને બંગાળ વોરિયર્સ ( PKL 2021 Dabang Delhi vs Bengal Warriors) વચ્ચે રમાશે. જ્યારે બીજી મેચ યુપી યોદ્ધા અને ગુજરાત જાયન્ટ્સ (PKL 2021 UP Yoddha vs Gujarat Giants) વચ્ચે રમાશે.
Q.પીએકએલમાં આજે કેટલા વાગ્યાથી શરૂ થશે મેચ?
A.પ્રો કબડ્ડી લીગમાં આજે પહેલો મુકાબલો સાંજે 7.30 વાગ્યાથી અને બીજો મુકાબલો રાત્રે 8.30 વાગ્યાથી શરૂ થશે.
Q.પીકેએલ-8નું લાઇવ પ્રસારણ ક્યાં જોવા મળશે?
A.પીકેએલ સિઝન-8ની તમામ મેચોનું લાઇવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક પર જોવા મળશે.