Home /News /sport /Pro Kabaddi League Season 8 : ભારતના કબડ્ડી ખેલાડીઓની સેલરી પાકિસ્તાનના સ્ટાર ક્રિકેટર બાબર આઝમ કરતાં પણ વધુ

Pro Kabaddi League Season 8 : ભારતના કબડ્ડી ખેલાડીઓની સેલરી પાકિસ્તાનના સ્ટાર ક્રિકેટર બાબર આઝમ કરતાં પણ વધુ

PKL Season 8 : પાકિસ્તાનના ક્રિકેટર બાબર આઝમ કરતા છે પ્રો કબડ્ડી લીગના આ ખેલાડીની સેલેરી વધારે

PKL 2021 :પાકિસ્તાન સુપર લીગ્સ (PSL) કરતા પણ ભારતની કબડ્ડીના ખેલાડીઓનાં પગાર વધારે, જાણો બાબરને કોણ ટક્કર આપે છે પગારમાં

    Pro Kabaddi League Season 8 : પ્રો કબડ્ડી (Pro Kabaddi League Season 8)ની 8મી સીઝનની શરૂઆત થવા જઈ રહી છે. કોરોનાને કારણે ગત વર્ષે સીઝન રમાઈ નહોતી. ત્યારે હવે 22 ડિસેમ્બરથી પ્રો કબડ્ડીની 8મી સીઝન શરૂ થશે, જેમાં કુલ 12 ટીમો (PKL Season 8 Team Schedule)  રમશે. થોડા દિવસ પહેલા પ્રો કબડ્ડી લીગ માટે હરાજી યોજાઈ હતી. જેમાં રેડર પરદીપ નરવાલ (Pardeep Narwal Salary in PKL) ને યૂપી યોદ્ધાએ રૂ. 1.65 કરોડમાં ખરીદ્યો હતો. તેની સાથે જ પરદીપ ઈતિહાસમાં સૌથી વધુ કિંમત મેળવનાર ખેલાડી બની ગયા છે. આશ્ચર્યની વાત તો એ છે કે, પરદીપ નરવાલની સેલરી પાકિસ્તાન સુપર લીગ (PSL)માં રમનાર પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબ આઝમ (Babar Azam Salary) કરતાં પણ વધુ છે.

    બાબર આઝમ પાકિસ્તાન સુપર લીગ (Pakistan Super League) માં કરાચી સુપર કિંગ્સમાં રમે છે. અગાઉની સીઝનમાં બાબર આઝમને પ્લેટિનમ કેટેગરીના ખેલાડી તરીકે શામેલ કરવામાં આવ્યા હતા. T20 લીગમાં પ્લેટિનમ કેટેગરીના ખેલાડીને સૌથી વધુ પગાર 1.7 લાખ ડોલર (રૂ.1.24 કરોડ) આપવામાં આવે છે. કરાચી કિંગ્સ (Karachi Kings) માં હાલની સીઝન માટે બાબર આઝમને ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા છે.

    2 ખેલાડીઓનો પગાર બાબર આઝમ કરતા વધુ

    પ્રો કબડ્ડી લીગમાં હાલની સીઝન માટે પરદીપ નરવાલની સાથે સાથે તેલુગુ ટાઈટન્સના સિદ્ધાર્થ દેસાઈને રૂ. 1.30 કરોડમાં ટીમમાં શામેલ કરવામાં આવ્યા છે. પરદીપ નરવાલ અને સિદ્ધાર્થનો પગાર બાબર આઝમ કરતા વધુ છે. ભારતમાં કબડ્ડીની રમત લોકપ્રિય હોવાના કારણે આ પ્રકારે સંભવ બન્યું છે. વર્ષ 2014 માં લીગની શરૂઆત કરવામાં આવી હતી, તે સમયે પ્રો કબડ્ડીની સીઝનમાં 8 ટીમો રમવા માટે ઉતરી હતી. હાલના સમયમાં 12 ટીમો રમવા માટે ઉતરી છે.

    આ પણ વાંચો : pro kabaddi League 2021 : પ્રો કબડ્ડીમાં પ્રદીપ નારવાલની 'ઘાક,' જાણો ક્યા-ક્યા રેકોર્ડ બનાવ્યા

    7 સીઝન રમાઈ ચૂકી છે

    વર્ષ 2014થી શરૂ થયેલ પ્રો કબડ્ડી લીગની 7 સીઝન રમાઈ ચૂકી છે. સૌથી પહેલી સીઝનનો ખિતાબ જયપુર પિન્ક પેંથર્સે જીત્યો હતો. વર્ષ 2015માં યૂ મુમ્બાએ આ ખિતાબ જીત્યો હતો. જ્યારે સીઝન 3, 4 અને 5નો ખિતાબ પટના પાઈરેટ્સે જીત્યો હતો. 2થી વધુ વાર ખિતાબ જીતનાર પટના પાઈરેટ્સ એક માત્ર ટીમ છે. તો વર્ષ 2018માં બેંગ્લુરુ બુલ્સ અને વર્ષ 2019માં બંગાલ વોરિયર્સે ખિતાબ જીત્યો હતો.

    આ પણ વાંચો :  આ પણ વાંચો : Pro Kabaddi League 2021 : પ્રો કબડ્ડી લીગ સિઝન-8ની તારીખ આવી, લાખોમાં ખરીદીયા છે ખેલાડીઓ

    IPLમાં ખેલાડીઓને મળ્યા રૂ. 16 કરોડ

    થોડાક દિવસ પહેલા IPL 2022નું રિટેન્શન થયું હતું. જેમાં ત્રણ ખેલાડીઓને સૌથી વધુ રૂ. 16-16 કરોડ મળ્યા છે. જેમાં દિલ્હી કેપિટલ્સના ઋષભ પંત (Rishabh Pant), મુંબઈ ઈન્ડિયન્સના રોહિત શર્મા (Rohit Sharma) અને ચેન્નઈ સુપર કિંગ્સના રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) શામેલ છે. જાન્યુઆરીમાં થનાર મેગા હરાજીમાં ખેલાડીઓને આનાથી પણ વધુ રકમ મળી શકે છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Babar-azam, Pkl 2021, Pro kabaddi league, Sports News in Gujarati

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन