Home /News /sport /

Pro Kabaddi League: યુ મુમ્બાએ પ્રો કબડ્ડી લીગ જીતી, બેંગલુરુ બુલ્સને 46-30થી હરાવ્યું

Pro Kabaddi League: યુ મુમ્બાએ પ્રો કબડ્ડી લીગ જીતી, બેંગલુરુ બુલ્સને 46-30થી હરાવ્યું

કબડ્ડીની મેચની તસવીર

Pro Kabaddi League: બેંગલુરુ બુલ્સ વિરુદ્ધ યુ મુમ્બાઃ પ્રો (U Mumba vs Bengaluru Bulls) કબડ્ડી લીગના યુ મુમ્બા (U Mumba)એ જીત મેળવી છે. ફઝલ અતરાચલી (Fazel Atrachali)ની કેપ્ટન્સી વાળી ટીમ યુ મુમ્બાએ બેંગલુરુને 46-40ના માર્જિનથી હરાવ્યું

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ ભૂતપૂર્વ ચેમ્પિયન યુ મુમ્બા (U Mumba)એ પ્રો કબડ્ડી લીગની 8મી સિઝન (Pro Kabaddi League)માં વિજયી શરુઆત કરી અને પ્રથમ મેચમાં બેંગલુરુ બુલ્સને હરાવ્યું છે. બેંગલુરુના વ્હાઇટ ફિલ્ડના શેરાટન ગ્રાન્ડ ખાતે રમાયેલી આ મેચમાં યુ મુમ્બા ખેલાડીઓએ શાનદાર દેખાવ કરી બેંગલુરુ બુલ્સને (U Mumba vs Bengaluru Bulls) 46-30ના માર્જિનથી હરાવ્યું.

    પ્રો કબડ્ડી લીગની આ મેચમાં યુ મુમ્બાના રેડર અભિષેક સિંહે સૌથી વધુ પોઇન્ટ મેળવ્યા હતા. તેમણે 19 પોઇન્ટ મેળવ્યા જ્યારે બેંગલુરુના કેપ્ટન પવન સહરાવતે 12 પોઇન્ટ મેળવ્યા હતા. પહેલા હાફમાં મુમ્બાએ 24 પોઇન્ટ જ્યારે બેંગલુરુને 17 પોઇન્ટ મળ્યા હતા. બીજા હાફમાં મુમ્બાએ 22 પોઇન્ટ મેળવ્યા હતા જ્યારે બેંગલુરુએ 13 પોઇન્ટ મેળવ્યા હતા.

    મેચના પહેલા હાફમાં બંને ટીમો શાનદાર રમી હતી. બેંગલુરુએ રેડમાંથી 16 અને ટેકલમાંથી 1 પોઇન્ટ મેળવ્યા હતા જ્યારે મુમ્બાએ રેડમાંથી 19 પોઇન્ટ અને ટેકલમાંથી 4 પોઇન્ટ મેળવ્યા હતા. મુમ્બાને પણ ઓલઆઉટમાંથી 2 પોઇન્ટ મળ્યા હતા જ્યારે બીજા હાફમાં તેને ઓલઆઉટથી 4 પોઇન્ટ મળ્યા હતા. બીજા હાફમાં બંને ટીમોએ રેડ તરફથી 11-11 પોઇન્ટ મેળવ્યા હતા. જોકે બીજા હાફમાં મુમ્બાએ ટેકલમાંથી 9 અને બેંગલુરુએ 2 પોઇન્ટ મેળવ્યા હતા.

    આ પણ વાંચો: Pro Kabaddi League 2021-22: યુ મુંબા અને બેંગલુરુ બુલ્સ વચ્ચે ટક્કર, કેપ્ટનોએ ભરી હુંકાર

    યુ મુમ્બા ટીમ (U Mumba) લીગનો ભૂતપૂર્વ ચેમ્પિયન છે પરંતુ તેણે આ ખિતાબ જીત્યાને 6 વર્ષ થઈ ગયા છે. ટીમ છેલ્લે 2015માં ચેમ્પિયન બની હતી. સૌથી વધુ મેચ જીતનારી લીગના ઈતિહાસમાં ફઝલની કેપ્ટન્સી ટીમ સૌથી સફળ ટીમ છે. ટીમે અત્યાર સુધીમાં 131 મેચ રમી છે, જેમાં 81માં જીત અને 42માં હારનો સામનો કરવો પડ્યો છે. 8 મેચ ડ્રો રહી હતી.

    આ પણ વાંચો: Asian Champions Trophy, IND vs PAK: ભારતે પાકિસ્તાનને હરાવ્યું, રોમાંચક જીત સાથે બ્રોન્ઝ કર્યું પોતાના નામે

    ઉલ્લેખનીય છે કે પ્રો કબડ્ડી લીગ (Pro Kabaddi League 2021-22)ના આયોજક મશાલ સ્પોર્ટસને ઓલ કેપ્ટન (All Captain) વચ્ચે સિઝન 8ની (Pro Kabaddi League Season 8) શરુઆતની ઘોષણા કરી હતી. આ અવસર ઉપર મશાલ સ્પોટ્સના સીઈઓ અને પીકેએલ લીગના કમિશ્ન અનુપમ ગોસ્વામી તથા લીગના સેન્ટ્રલ સ્પોન્સર વીવો ઈન્ડિયાના નિદેશક (બ્રાન્ડ સ્ટેટેજી) શ્રી યોગેન્દ્ર શ્રીરામુલા હાજર હતા. પ્રેસ કોન્ફરન્સમાં ટીમના કેપ્ટનોએ શરુઆતી દિવસો, પોત-પોતાની રણનીતિઓ, તૈયારીઓ અને આ સિઝનમાં ચમકનારા યુવા ખેલાડીઓ વિશે વાત કરી હતી.

    આ પણ વાંચોઃ-OMG! 8 પુત્રોની 29 વર્ષની માતા 9માં પુત્રને આપશે જન્મ!, લોકો ફૂટબોલ ટીમ બનાવવા માટે આપે છે સુઝાવ

    પ્રત્યેક ટીમના પ્રતિનિધિત્વ કરનાર 12 કેપ્ટનોમાં બંગાલ વોરિયર્સના મનિંદર સિંહ, દબંગ દિલ્હી કેસી કે જોગિંદર નટવરલાલ, ગુજરાત જાયંટ્સના સુનિલ કુમાર, બેંગ્લુરુ બુલ્સના પવન સહરાવત, હરિયાણા સ્ટીર્લ્સના વિકાસ કંડોલા, જયપુર પિંક પૈંથર્સના દીપક હુડ્ડા, પટના પાઈરેટ્સના પ્રશાંત કુમાર રાય, પુનેરી પલટનના નિતિન તોમર, તમિલ થાઈવાઈઝના સુરજીત સિંહ, તેલુગુ ટાઈટન્સના રોહિત કુમાર, યુપી યોદ્ધાના નિતેશ કુમાર અને યુમુંબાના ફઝલ અતરચલી સામેલ હતા.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Pro kabaddi league, Sports news, રમત જગત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन