Home /News /sport /

Pro Kabaddi: પ્રો કબડ્ડીમાં આજે પટના અને હરિયાણાએ મારી બાજી, જાણો શું છે પોઈન્ટ ટેબલની સ્થિતિ

Pro Kabaddi: પ્રો કબડ્ડીમાં આજે પટના અને હરિયાણાએ મારી બાજી, જાણો શું છે પોઈન્ટ ટેબલની સ્થિતિ

pro kabaddi League Todays Match Result : પ્રો કબડ્ડીમાં પાઇરેટ્સે પલટનને પછાડી, હરિયાણાના સ્ટીલર્સે હરાવ્યા તેલુગુ ટાઇટન્સને

Pro Kabaddi: પ્રો કબડ્ડી લીગમાં આજે ચાર મુકાબલા ખેલાયા હતા જેમાં હરિયાણા સ્ટીલર્સને ટુર્નામેન્ટની પ્રથમ જીત મળી છે.

    Pro Kabaddi: પ્રો કબડ્ડી લીગ 2021માં મંગળવારે 2 મેચ રમાશે (Pro Kabaddi League Today Match). દિવસની પ્રથમ મેચ પુનેરી પલ્ટન અને પટના પાઇરેટ્સ (Puneri Paltan vs patna pirates) વચ્ચે રમાઈ હતી. જ્યારે દિવસની બીજી મેચ તેલુગુ ટાઇટન્સ અને હરિયાણા સ્ટીલર્સ (telugu titans vs haryana steelers) વચ્ચે રમાઈ હતી. પ્રો-કબડ્ડી લીગમાં મંગળવારે પ્રથમ મેચમાં પટના પાઇરેટ્સે પુનેરી પલ્ટનને હરાવ્યું હતું. ટીમે એક મેચમાં પલ્ટનને 38-26 પોઇન્ટથી હરાવ્યું (Puneri Paltan vs patna pirate Result). ટીમની આ બીજી જીત છે. બીજી તરફ પુનેરી પલ્ટનનો વધુ એક પરાજય થયો છે. પટનાની ટીમ લીગના ઈતિહાસમાં સૌથી સફળ ટીમ છે. ટીમ 3 વખત ટાઈટલ જીતી ચુકી છે. પટનાની 3 મેચમાં આ બીજી જીત છે. આ સાથે જ પલ્ટનની 3 મેચમાં બીજી હાર છે.

    પટના પાઇરેટ્સની શાનદાર જીત : પટના પાઇરેટ્સને પહેલો પોઈન્ટ મળ્યો હતો. પરંતુ આ પછી પુનેરી પલ્ટને પુનરાગમન કર્યું અને 3-1ની સરસાઈ મેળવી લીધી. ત્યારબાદ પટનાએ સતત 2 પોઈન્ટ બનાવ્યા અને સ્કોર 3-3ની બરાબરી પર રહ્યો. પલ્ટનની ટીમ પ્રથમ 10 મિનિટ બાદ 7-6ની સરસાઈ મેળવવામાં સફળ રહી હતી. પલ્ટનની શાનદાર રમત પછીની 5 મિનિટ પછી પણ ચાલુ રહી અને ટીમ 12-9થી આગળ હતી. હાફ ટાઈમ બાદ સ્કોર 14-14ની બરાબરી પર હતો. પટનાએ છેલ્લી 5 મિનિટમાં શાનદાર વાપસી કરી હતી.

    હરિયાણા સ્ટીલર્સને મળી પહેલી જીત

    હરિયાણા સ્ટીલર્સે મંગળવારે પ્રો-કબડ્ડી લીગમાં પોતાની પ્રથમ જીત નોંધાવી હતી. ટીમે દિવસની બીજી મેચ (telugu titans vs haryana steelers) માં તેલુગુ ટાઇટન્સને હરાવ્યું. ટીમે આ મેચ 39-37ના માર્જીનથી જીતી લીધી હતી. હરિયાણાની ત્રણ મેચમાં આ પ્રથમ જીત છે.

    આ પણ વાંચો :  Pro Kabaddi League : શું તમે જાણો છો પ્રો કબડ્ડી લીગમાં વારંવાર વપરાતા આ શબ્દોનો અર્થ

    આ પહેલા તે બંને મેચમાં હારી ગયો હતો. આ સાથે જ 3 મેચ બાદ પણ ટાઇટન્સ મેચ જીતી શકી નથી. ટીમની આ બીજી હાર છે. એક મેચ ટાઈ થઈ છે. દિવસની પ્રથમ મેચમાં પટના પાઇરેટ્સનો વિજય થયો હતો.

    રસાકસી વાળી મેચ

    હરિયાણા સ્ટીલર્સે મેચમાં સારી શરૂઆત કરી હતી. ટીમ એક તબક્કે 3 પોઈન્ટથી આગળ હતી. ત્યારબાદ સ્કોર 5-5ની બરાબરી પર રહ્યો હતો. આ પછી હરિયાણાની ટીમ 10-6ની સરસાઈ મેળવવામાં સફળ રહી હતી. દરમિયાન, તેલુગુ ટાઇટન્સની ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી અને હરિયાણા સ્ટીલર્સને 17-12ની મોટી લીડ મળી હતી. આ પછી સ્કોર 22-15 થઈ ગયો. પ્રથમ હાફના અંતે હરિયાણા પાસે 4 પોઈન્ટની લીડ હતી. સ્કોર 23-19 હતો.

    આ પણ વાંચો - Pro Kabaddi League : આજથી કબડ્ડી... કબડ્ડી.... કબડ્ડી, જાણો કઈ તારીખે કોની મેચ રમાશે

    પોઈન્ટ ટેબલ

    પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો દબંગ દિલ્હીની ટીમ હાલમાં 13 પોઈન્ટ સાથે નંબર-1 પર છે. તેણે 3માંથી 2 મેચ જીતી છે. પટના પાઇરેટ્સ 11 પોઈન્ટ સાથે બીજા નંબર પર છે. પટનાએ સૌથી વધુ 3 વખત લીગનો ખિતાબ જીત્યો હતો. હરિયાણા 8 પોઈન્ટ સાથે 7મા નંબર પર છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Pkl 2021, Pro kabaddi league

    આગામી સમાચાર