Home /News /sport /

Pro Kabaddi League: PKLમાં શનિવારે UP જીત્યું 'યુદ્ધ', દિલ્હીની 'દબંગાઈ' યથાવત

Pro Kabaddi League: PKLમાં શનિવારે UP જીત્યું 'યુદ્ધ', દિલ્હીની 'દબંગાઈ' યથાવત

Pro kabaddi league today match Result : પ્રો કબડ્ડીમાં ખેલાયેલા ત્રણ મુકાબલામાં બેનું પરિણામ આવ્યું એક ડ્રો ગયો

Pro Kabaddi League: પ્રો કબડ્ડી લીગમાં આજે દબંગ દિલ્હી સામે હરિયાણા સ્ટીલર્સ (Dabang Delhi vs Haryana Steelers) યુપી યોદ્ધા સામે (up yoddha vs Telugu Titans)તેલુગુ ટાઇટન્સ અને બેંગાલ વોરિયર્સને યુ મુમ્બા સામે ( Bengal warriors vs u mumba) સામે મેચ રમાઈ હતી. જાણો આજના પરિણામ

વધુ જુઓ ...
    Pro Kabaddi League: પ્રો કબડ્ડી લીગમાં આજે દબંગ દિલ્હી સામે હરિયાણા સ્ટીલર્સ (Dabang Delhi vs Haryana Steelers) યુપી યોદ્ધા સામે (up yoddha vs Telugu Titans)તેલુગુ ટાઇટન્સ અને બેંગાલ વોરિયર્સને યુ મુમ્બા સામે ( Bengal warriors vs u mumba) સામે મેચ રમાઈ હતી. આજની મેચમાં હરિયાણા સ્ટીલર્સને 3 પોઈન્ટથી હરાવી દબંગ દિલ્હીએ મુકાબલામાં છઠ્ઠી જીત મેળવી અને પોઈન્ટ ટેબલમાં બીજો નંબર મેળવી લીધો હતો. જ્યારે યુપી યોદ્ધાએ દમદાર રમત દર્શાવતા તેલુગુ ટાઇટન્સને 39-33થી હરાવી પોઈન્ટ ટેબલમાં ચોથો ક્રમ મેળવી લીધો છે.

    યોદ્ધાઓ યુદ્ધ જીત્યા

    આજે પ્રો કબડ્ડી લીગમાં ત્રણ મેચ રમાઈ હતી. યુપી યોદ્ધાએ તેલુગુ ટાઇટન્સ સામે સારી શરૂઆત કરી હતી અને હાફ ટાઇમ સુધીમાં 5 પોઈન્ટની લીડ લઈ લીધી હતી. હાફ ટાઇમ બાદ સ્કોર 19-14થી યુપીના પક્ષમાં હતો. ત્યારબાદ બીજા હાફમાં યુપીએ 20 પોઈન્ટ મેળવ્યા હતા. જ્યારે ટાઇટન્સની ટીમ 19 પોઈન્ટ હાસલ કર્યા હતા. યુપી યોદ્ધા માટે સૌથી વધુ 10 પોઈન્ટ રેડર પ્રદિપ નરવાલે એકત્રિત કર્યા હતા જ્યારે શ્રીકાંત જાધવ અને ડિફેન્ડર નિતેશ કુમારે 7-7 પોઈન્ટ મેળવ્યા હતા.

    દિલ્હીની દબંગાઈ યથાવત

    દબંગ દિલ્હી હરિયાણા વચ્ચે રમાયેલો મુકાબલો પણ જોરદાર ખેલાયો હતો. આ મુકાબલામાં હાફ ટાઇમ સુધીમાં બંને ટીમ 11-11 પોઈન્ટના સમાન સ્કોર પર હતી જોકે, ત્યારબાદ બીજા હાફમાં દિલ્હીએ 17 પોઈન્ટ મેળવી લીધા હતા. હરિયાણા તેની સામે બીજા પોઈન્ટમાં 14 પોઈન્ટ મેળવી શકી હતી. દિલ્હીએ સીિઝનમાં આ છઠ્ઠી જીત મેળવી છે. આ સાથે દિલ્હી પોઈન્ટ ટેબલમાં બીજી નંબર પર પહોંચી ગઈ છે.

    મુમ્બા બંગાળનો મુકાબલો

    દિવસનો અંતિમ મુકાબલો યુ-મુમ્બા અને બંગાલ વોરિયર્સ વચ્ચે ખેલાયો હતો. હાફ ટાઇમ સુધીમાં યુ મુમ્બાએ 2 પોઈન્ટની લીડી લીધી હતી પરતુ શરૂઆતના હાફના 19-17ના સ્કોર બાદ બંગાળની લીડ હતી. બીજા હબાફમાં મુમ્બાએ 15 પોઈન્ટનો સ્કોર કર્યો હતો અને બંગાળની ટીમે 13 પોઈન્ટનો સ્કોર કર્યો હતો. આમ મુમ્બાએ જીત સાથે આજે પોઈન્ટ ટેબલ પર 28 પોઈન્ટ મેળવી અને છઠ્ઠો ક્રમ મેળવ્યો છે. બંગાલ વોરિયર્સ 10 મુકાબલામાંથી 25 પોઈન્ટ સાથે આઠામાં નંબરે છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Pro kabaddi league

    આગામી સમાચાર