Home /News /sport /

Pro Kabaddi League: તેલુગુ ટાઇટન્સ અને તમિલ થલાઇવાઝની મેચ એક્શન-ડ્રામાથી ભરપૂર, ભૂલી જશો ટોલીવુડ મૂવી

Pro Kabaddi League: તેલુગુ ટાઇટન્સ અને તમિલ થલાઇવાઝની મેચ એક્શન-ડ્રામાથી ભરપૂર, ભૂલી જશો ટોલીવુડ મૂવી

તેલુગુ ટાઇટન્સ અને તમિલ થલાઇવાઝની મેચ

Pro Kabaddi League: બેંગલુરુ (bengaluru)માં શેરાટન ગ્રાન્ડ, વ્હાઇટફિલ્ડ ખાતે તેલુગુ ટાઇટન્સ અને તમિલ થલાઇવાઝ (Telugu Titans vs Tamil Thalaivas) વચ્ચેની રોમાંચક મેચ 40-40 પર ટાઈ રહી. એક તબક્કે તમિલ થલાઇવાઝે સારી સરસાઈ મેળવી લીધી હતી, પરંતુ ટાઇટન્સે મજબૂત વાપસીથી મેચ ટાઈ (Tied match) કરાવી દીધી.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: પ્રો કબડ્ડી લીગની 8મી સિઝન (Pro Kabaddi League)ની બીજી મેચ ટોલીવુડ મૂવીથી ઓછી નહોતી. સિઝનની બીજી મેચ (Telugu Titans vs Tamil Thalaivas) એટલી બધી એક્શન-ડ્રામાથી ભરપૂર હતી કે કોઈ પણ ચાહકને આશ્ચર્ય થાય. બેંગલુરુ (bengaluru)ના શેરાટન ગ્રાન્ડ, વ્હાઇટફિલ્ડ ખાતે રમાયેલી આ મેચ 40-40 પર ટાઈ રહી હતી. એક તબક્કે તમિલ થલાઇવાઝે 9 પોઈન્ટની સરસાઈ મેળવી લીધી હતી, પરંતુ ટાઇટન્સે પણ હાર માની ન હતી અને મજબૂત વાપસીથી મેચ ટાઈ કરાવી દીધી.

    પ્રો કબડ્ડી લીગની આ મેચમાં થલાઇવાઝ તરફથી રેડર મનજીતે સૌથી વધુ 12 પોઇન્ટ મેળવ્યા હતા અને રેડરના પ્રપંજને 6 પોઇન્ટ ઉમેર્યા હતા. તેલુગુ ટાઇટન્સ સુકાની સિદ્ધાર્થ દેસાઈએ 11 અને રજનીશે 6 પોઇન્ટ મેળવ્યા હતા. તેલુગુ ટાઇટન્સ અને તમિલ થલાઇવાઝ લીગના ઈતિહાસમાં ચોથી વખત મેચ ટાઈ થઈ છે. બંને ટીમો અગાઉ 8 મેચ રમી હતી, જેમાંથી 3 મેચ ડ્રો રહી હતી.

    આ પણ વાંચો: Pro Kabaddi League: યુ મુમ્બાએ પ્રો કબડ્ડી લીગ જીતી, બેંગલુરુ બુલ્સને 46-30થી હરાવ્યું

    મેચના પહેલા હાફમાં બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. તેલુગુ ટાઇટન્સે પ્રથમ હાફમાં 21 પોઇન્ટ મેળવ્યા હતા, જ્યારે તમિલ થલાઇવાઝે 23 પોઇન્ટ મેળવ્યા હતા. પ્રથમ હાફમાં ટાઇટન્સને રેડ્સ તરફથી 13, ટેકલમાંથી 6 અને 2 ઓલ આઉટ પોઈન્ટ મળ્યા હતા. થલાઇવાઝને રેડમાંથી 14, ટેકલમાંથી 7 અને 2 ઓલ આઉટ પોઈન્ટ મળ્યા હતા.

    આ પણ વાંચો: Asian Champions Trophy, IND vs PAK: ભારતે પાકિસ્તાનને હરાવ્યું, રોમાંચક જીત સાથે બ્રોન્ઝ કર્યું પોતાના નામે

    એક તબક્કે ટાઇટન્સ હવે 9 પોઇન્ટથી પાછળ છે અને પાંચ મિનિટથી પણ ઓછા સમયમાં મેચ તેમની પકડથી દૂર થઈ રહી હોય તેવું લાગતું હતું પરંતુ તમિલ થલાઇવાઝે હાર માની ન હતી. બીજા ભાગમાં પણ આવો જ રોમાંચ હતો. તમિલ થલાઇવાઝે કુલ 17 પોઇન્ટ મેળવ્યા હતા, જેમાંથી 7 રેડમાંથી અને 7 ટેકલમાંથી. આ ઉપરાંત 2 ઓલ આઉટ પોઇન્ટ પણ મળ્યા હતા. બીજી તરફ તેલુગુ ટાઇટન્સે રેડ્સમાં 12 પોઇન્ટ અને બીજા હાફમાં ટેકલમાંથી 7 પોઇન્ટ ઉમેર્યા હતા. તેને ઓલઆઉટના 2 પોઇન્ટ પણ મળ્યા હતા.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Pro kabaddi league, Sports news, રમત જગત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन