Home /News /sport /

Pro Kabaddi League 2021: પ્રો કબડ્ડી લીગમાં ગુજરાત જાયન્ટ્સની મેચનું ટાઇમ ટેબલ, જાણો ક્યારે ક્યારે છે મુકાબલા

Pro Kabaddi League 2021: પ્રો કબડ્ડી લીગમાં ગુજરાત જાયન્ટ્સની મેચનું ટાઇમ ટેબલ, જાણો ક્યારે ક્યારે છે મુકાબલા

,Pro Kabaddi 2021 Gujarat Giants Matches : પ્રો કબડ્ડીમાં ગુજરાત જાયન્ટ્સની મેચનું ટાઇમ ટેબલ

Pro Kabaddi League season 8: બે વાર રનર અપ રહી ચૂકેલી ગુજરાત જાયન્ટ્સ (Gujarat Giants fixtures in Pro Kabaddi 2021) ની ટીમનો પ્રો કબડ્ડી 2021માં સૌથી પહેલા મુકાબલો જયપુર પિન્ક પેંથર્સ સાથે થશે. 23 ડિસેમ્બરના રોજ થશે. જાણો તમામ મુકાબલાનું ટાઇમ ટેબલ

વધુ જુઓ ...
    Pro Kabaddi League 2021:  બે વાર રનર અપ રહી ચૂકેલી ગુજરાત જાયન્ટ્સ (Gujarat Giants fixtures in Pro Kabaddi 2021) ની ટીમનો પ્રો કબડ્ડી 2021માં સૌથી પહેલા મુકાબલો જયપુર પિન્ક પેંથર્સ સાથે થશે. 23 ડિસેમ્બરના રોજ ગુજરાત જાયન્ટ્સ અને જયપુર પિન્ક પેંથર્સ  (Gujarat Giants vs Jaipur Pink Panthers match) આમને સામને આવશે. આઠમી સીઝન પહેલા ગુજરાત જાયન્ટ્સની ટીમ પ્રો કબડ્ડી લીગમાં શામેલ થઈ ગઈ છે. પહેલી બે સીઝનમાં ગુજરાત જાયન્ટ્સે ખૂબ જ સારુ પ્રદર્શન કર્યું હતું તેમ છતાં, ગુજરાત જાયન્ટ્સ અમદાવાદ બેઝ્ડ ફ્રેન્ચાઈઝીએક પણ  ચેમ્પિયનશીપ જીતી શકી ન હતી.

    ગુજરાત જાયન્ટ્સ સીઝન 5 અને સીઝન 6માં ચેમ્પિયન બનવા માટે તૈયાર છે. ગુજરાત જાયન્ટ્સની ટીમ પાંચમી સીઝનના ફાઈનલમાં પટના પાઈરેટ્સ સામે હારી ગઈ હતી. તો ગત વર્ષના ટાઈટલ માટે બેંગ્લુરુ બુલ્સે ગુજરાત જાયન્ટ્સની ટીમને હરાવી દીધી હતી.

    ગુજરાત જાયન્ટ્સની ટીમમાં કેટલાક અનુભવી ખેલાડીઓ શામેલ થયા

    ગુજરાત જાયન્ટ્સની ટીમ પ્રો કબડ્ડી લીગની સીઝનમાં પ્લેઓફમાં નવમાં સ્થાન પર રહી હતી, અને ક્વોલિફાઈ કરી શકી ન હતી. ગુજરાત જાયન્ટ્સની ટીમમાં કેટલાક અનુભવી ખેલાડીઓ શામેલ થયા છે. આ કારણોસર ગુજરાત જાયન્ટ્સની ટીમ પ્રો કબડ્ડી 2021 જીતી શકે તેની વધુ સંભાવના છે. ગુજરાત જાયન્ટ્સની ટીમમાં રવિન્દર પહલ, ગિરીશ મારુતિ એર્નાક, મહેન્દ્ર ગણેશ રાજપૂત, અજય કુમાર અને હાદી ઓશ્તોરક શામેલ થયા છે.

    આ પણ વાંચો : Pro Kabaddi League 2021 : પ્રો કબડ્ડી લીગ સિઝન-8ની તારીખ આવી, લાખોમાં ખરીદીયા છે ખેલાડીઓ

    પરવેશ ભૈંસવાલ અને સુનીલ કુમારની જોડી

    પ્રો કબડ્ડી 2021ની હરાજી પહેલા પરવેશ ભૈંસવાલ અને સુનીલ કુમારની જોડીને જાળવી રાખવામાં આવી છે. ગુજરાત જાયન્ટ્સ પાસે એક શાનદાર ટીમ છે, જેથી ગુજરાત જાયન્ટ્સ પ્રો કબડ્ડી 2021 જીતી શકે છે.

    આ પણ વાંચો : Pro Kabaddi League 2021 : PKL 2021 પ્રો કબડ્ડી સિઝન 8માં આ 3 ખેલાડીઓ કરશે કમબેક, ગુજરાત જાયન્ટ્સનો પણ છે એક પ્લેયર

    અહીં પ્રો કબડ્ડી 2021ના ટાઈમ ટેબલ વિશે જાણકારી આપવામાં આવી છે. પ્રો કબડ્ડી 2021 બેંગ્લોરના શેરેટોન ગ્રાન્ડ વ્હાઈટફિલ્ડમાં દર્શકો વિના રમવામાં આવશે.
















































    તારીખ મેચ સમય
    23 ડિસેમ્બર: ગુજરાત જાયન્ટ્સ vs. જયપુર પિન્ક પેંથર્સ 7:30 PM IST
    24 ડિસેમ્બર: બેંગાલ વોરિઅર્સ vs. ગુજરાત જાયન્ટ્સ

    9:30 PM IST

    26 ડિસેમ્બર: ગુજરાત જાયન્ટ્સ vs. દબંગ દિલ્હી KC 7:30 PM IST
    29 ડિસેમ્બર: UP યોદ્ધા vs. ગુજરાત જાયન્ટ્સ

    8:30 PM IST

    2 જાન્યુઆરી: ગુજરાત જાયન્ટ્સ vs. હરિયાણા સ્ટીલર્સ

    7:30 PM IST



    7:30 PM IST

    પુનેરી પલ્ટન vs. ગુજરાત જાયન્ટ્સ

    7:30 PM IST

    8 જાન્યુઆરી: ગુજરાત જાયન્ટ્સ vs. પટના પાઈરેટ્સ

    9:30 PM IST

    11 જાન્યુઆરી: તેલુગુ ટાઈટન્સ vs. ગુજરાત જાયન્ટ્સ

    8:30 PM IST

    Published by:Jay Mishra
    First published:

    Tags: Pro Kabaddi, Pro kabaddi league, Sports news

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन