Home /News /sport /

Pro Kabaddi League 2021 : PKL 2021 પ્રો કબડ્ડી સિઝન 8માં આ 3 ખેલાડીઓ કરશે કમબેક, ગુજરાત જાયન્ટ્સનો પણ છે એક પ્લેયર

Pro Kabaddi League 2021 : PKL 2021 પ્રો કબડ્ડી સિઝન 8માં આ 3 ખેલાડીઓ કરશે કમબેક, ગુજરાત જાયન્ટ્સનો પણ છે એક પ્લેયર

Pro Kabaddi League 2021 : પ્રો કબડ્ડી લીગની સિઝન-8માં આ ખેલાડીઓ પરત આવશે.

PKL 2021 Players comeback : એવા કેટલાક ખેલાડીઓ છે જેમણે ગત સિઝનમાં સારું પ્રદર્શન કર્યુ હતું, પરંતુ સિઝન 7માં નહોતા રમ્યા. હવે આ ખેલાડીઓ ફરી આગામી સિઝન ( Pro Kabaddi League Season 8 Comeback)માં મેદાનમાં ઉતરશે અને પોતાના દમદાર પ્રદર્શન સાથે ફરી કબડ્ડી ફેન્સના દિલમાં જગ્યા બનાવશે.

વધુ જુઓ ...
  આગામી 22 ડિસેમ્બર, 2021થી વિવો પ્રો કબડ્ડી લીગ (Vivo Pro Kabaddi League Season 8) શરૂ થવા જઇ રહી છે. મુંબઈમાં 29થી 31 ઓગસ્ટ દરમિયાન યોજાયેલી સિઝન 8 ખેલાડીઓની હરાજી (Players Auction)માં તમામ 12 ટીમોએ પોતપોતાની સ્ક્વોડ (12 Teams)ને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. આ સિઝનમાં બેંગલુરૂમાં એક જ જગ્યાએ તમામ મેચ રમાશે. વિવો પ્રો કબડ્ડીએ કબડ્ડી ખેલાડીઓ (Kabaddi Players)ને રમતમાં પોતાનું નામ બનાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે આ વાતમાં શંકાને કોઇ સ્થાન નથી. જો કે, એવા કેટલાક ખેલાડીઓ છે જેમણે ગત સિઝનમાં સારું પ્રદર્શન કર્યુ હતું, પરંતુ સિઝન 7માં નહોતા રમ્યા. હવે આ ખેલાડીઓ ફરી આગામી સિઝન ( Pro Kabaddi League Season 8 Comeback)માં મેદાનમાં ઉતરશે અને પોતાના દમદાર પ્રદર્શન સાથે ફરી કબડ્ડી ફેન્સના દિલમાં જગ્યા બનાવશે. તો ચાલો નજર કરીએ કયા ખેલાડીઓ સિઝન 8માં કમબેક કરશે.

  સંદિપ કંડોલા (તેલુગુ ટાઇટન્સ- sandeep kandola telugu titans ) 

  સંદિપ કંડોલાએ તેલુગુ ટાઇટન્સ સાથે સિઝન 2માં વિવો પ્રો કબડ્ડીમાં ડેબ્યુ કર્યુ હતું. ડાબા ખૂણાના ડિફેન્ડર તરીકેની તેની આવડતના લીધે તેને 59 ટેકલ પોઈન્ટ્સ અને છ હાઈ-5 સાથે 'બેસ્ટ ડેબ્યુટન્ટ' એવોર્ડ જીત્યો હતો. રમતમાંથી લાંબા વિરામ બાદ સંદીપે 67મી અને 68મી સિનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપમાં સર્વિસીઝ માટે સ્થાનિક સર્કિટમાં દમદાર કમબેક કર્યુ હતું. અને બંનેમાં તેણે સિલ્વર મેડલ મેળવ્યો હતો.

  વિવો પ્રો કબડ્ડી પ્લેયર ઓક્શનમાં ઘણી ટીમો સંદીપ કંડોલાને પોતાની તરફ ખેંચવામાં બોલીઓ લગાવી રહી હતી. પરંતુ તે તેલુગુ ટાઇટન્સ જ હતી, જેણે તેને ટીમમાં પાછો સાઇન કરવા માટે ₹59.5 લાખનો ખર્ચ કર્યો હતો. વિશાલ ભારદ્વાજની ગેરહાજરી પૂરવા કંડોલા પાસે સૌથી મોટો અવસર હશે.

  સુરેન્દર નાડા (હરિયાણા સ્ટીલર્સ  sundar nada haryana steelers)

  પગની ઘૂંટી પકડવા માહીર સુરેન્દર નાડાને પીકેએલના ઇતિહાસમાં ડાબા ખૂણા માટે સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે. તેની કારકિર્દીમાં 200થી વધુ ટેકલ પોઈન્ટ્સ સાથે નાડાએ એક જ સિઝનમાં સતત સૌથી વધુ હાઈ-5s (5) નો રેકોર્ડ બનાવ્યો, જે હજુ પણ યથાવત છે.

  આ પણ વાંચો : Pro Kabaddi League 2021 : પ્રો કબડ્ડી લીગ સિઝન-8ની તારીખ આવી, લાખોમાં ખરીદીયા છે ખેલાડીઓ

  ખંભા પરની ઇજાના કારણે સુરેન્દર સિઝન 6માંથી બહાર થઇ ગયો હતો. પરંતુ હવે નાડાની તેની ટીમમાં વાપસી ડિફેન્સને વધુ મજબૂત બનાવશે, કારણ કે તે આગામી સિઝનમાં રાજેશ નરવાલ અને રવિ કુમાર સાથે જોડાશે.  પગની ઘૂંટી પકડવા માહીર સુરેન્દર નાડાને પીકેએલના ઇતિહાસમાં ડાબા ખૂણા માટે સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે.


  મહેન્દ્ર ગણેશ રાજપૂત (ગુજરાત જાયન્ટ્સ -mahendra ganesh rajput gujarat Giants)

  મહેન્દ્ર ગણેશ રાજપૂત ગમે ત્યારે મેચનો બદલવાની તેની ક્ષમતા માટે જાણીતો છે. મહારાષ્ટ્રના રેઇડરે ગુજરાત જાયન્ટ્સ સાથે છેલ્લી કેટલીક સીઝનમાં પોતાને ગેમ ચેન્જર તરીકે સાબિત કર્યો છે.

  બંગાળ વોરિયર્સ સાથે ચાર સિઝન રહ્યા બાદ રાજપૂત ગુજરાત જાયન્ટ્સમાં જોડાય ગયો હતો. રાજપૂતની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન તેણે સિઝન-5માં કર્યુ હતું, જ્યારે તેણે 62 દમદાર પોઈન્ટ બનાવ્યા જે ટીમને ડેબ્યૂ વખતે ફાઇનલમાં પહોંચાડવા સફળ રહ્યા.

  આ પણ વાંચો :  PKL 2021: પ્રો કબડ્ડીની હરાજીમાં વેચાયેલા ટોપ 10 ખેલાડીઓ, સૌથી મોંઘો ખેલાડી 1.65 કરોડનો

  સીઝન 7 પહેલા મહેન્દ્ર રાજપૂતની ઈજા ગુજરાત જાયન્ટ્સ માટે એક ઝટકા સમાન હતી, કારણ કે તેઓ લીગમાં પ્રથમ વખત પ્લેઓફમાં પહોંચવામાં નિષ્ફળ રહ્યા હતા. જોકે, હવે સિઝન 8માં તે ટીમમાં પરત ફર્યો છે. ડિસેમ્બરમાં સિઝનની શરૂઆતમાં કોચ મનપ્રીત સિંઘ તેનો ફ્રન્ટલાઈન રેઈડર તરીકે ઉપયોગ કરવાનું લક્ષ્યાંક સેવી રહ્યા છે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Kabaddi, Pkl 2021, Pro Kabaddi, Pro kabaddi league, Sports news

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन