Home /News /sport /

Pro Kabaddi League 2021: પ્રો કબડ્ડીમાં આ ટીમે 3થી વધુ વાર જીત્યો છે ખિતાબ, કોઈ ટીમ નથી કરી શકી આવું

Pro Kabaddi League 2021: પ્રો કબડ્ડીમાં આ ટીમે 3થી વધુ વાર જીત્યો છે ખિતાબ, કોઈ ટીમ નથી કરી શકી આવું

pro kabaddi 2021 : આ વખતે પ્રો કબડ્ડી લીગની સિઝન દર્શકો વગર રમાશે જાણો ચોથીવાર જીતનો રેકોર્ડ કરી શકશે પટના પાઇરેટ્સ

Pro Kabaddi League 2021 PKL Season 8 : . 22 ડિસેમ્બરથી પ્રો કબડ્ડી લીગ (Pro Kabaddi League 2021) ની સીઝન 8 શરૂ થવા જઈ રહી છે. કોરોનાને કારણે ગયા વર્ષે પ્રો કબડ્ડી લીગનું આયોજન થઈ શક્યું નહોતું. પ્રો કબડ્ડી લીગની સીઝન 8 બેંગ્લોરમાં દર્શકો વગર રમવામાં આવશે.

વધુ જુઓ ...
    Pro Kabaddi League 2021 : પ્રો કબડ્ડી (Pro Kabaddi) લીગની શરૂઆત વર્ષ 2014 માં થઈ હતી. તે સમયે પ્રો કબડ્ડીની સીઝનમાં 8 ટીમો રમવા માટે ઉતરી હતી. પ્રો કબડ્ડી લીગ સીઝન 8 માં 12 ટીમો રમવા માટે ઉતરી છે. વર્ષ 2014 થી શરૂ થયેલ પ્રો કબડ્ડી લીગની 7 સીઝન રમવામાં આવી છે. સીઝન 3, 4 અને 5 નો ખિતાબ પટના પાઈરેટ્સે જીત્યો હતો. 2 થી વધુ વાર ખિતાબ જીતનાર પટના પાઈરેટ્સ એક માત્ર ટીમ છે. 22 ડિસેમ્બરથી પ્રો કબડ્ડી લીગ (Pro Kabaddi League 2021) ની સીઝન 8 શરૂ થવા જઈ રહી છે. કોરોનાને કારણે ગયા વર્ષે પ્રો કબડ્ડી લીગનું આયોજન થઈ શક્યું નહોતું. પ્રો કબડ્ડી લીગની સીઝન 8 બેંગ્લોરમાં દર્શકો વગર રમવામાં આવશે.

     3 વાર ખિતાબ જીત્યો છે:  પ્રો કબડ્ડી લીગમાં પટના પાઈરેટ્સ (Patna Pirates) સૌથી સફળ ટીમ છે. પટના પાઈરેટ્સે લીગનો 3 વાર ખિતાબ જીત્યો છે. અન્ય કોઈ ટીમ 2 વાર પણ જીતી શકી નથી. અત્યાર સુધીમાં પ્રો કબડ્ડી લીગની 7 સીઝન રમાઈ ચૂકી છે.

    5 ટીમ ઓછામાં ઓછો એક વાર ખિતાબ જીતી ચૂકી

    જયપુર પિન્ક પેંથર્સ, યૂ મુમ્બા, બેંગલુરુ બુલ્સ અને બંગાલ વોરિયર્સે એક એક વાર ખિતાબ જીત્યો છે. કુલ 5 ટીમ ઓછામાં ઓછો એક વાર ખિતાબ જીતી ચૂકી છે. પ્રો કબડ્ડી લીગ સીઝન 8 માં 7 નવી ટીમ રમવા માટે ઉતરશે. પટના પાઈરેટ્સે પ્રશાંત કુમાર રાયને ટીમનો કેપ્ટન બનાવ્યો છે.

    આ પણ વાંચો : Pro Kabaddi League 2021: પ્રો કબડ્ડી લીગમાં ગુજરાત જાયન્ટ્સની મેચનું ટાઇમ ટેબલ, જાણો ક્યારે ક્યારે છે મુકાબલા

    જીતના મામલે 2 નંબર પર

    પટના પાઈરેટ્સની ટીમ ખિતાબની સાથે સાથે જીતના મામલે બીજા નંબર પર રહી છે. પટના પાઈરેટ્સે અત્યાર સુધીમાં 134 મેચ રમી છે. જેમાંથી, 70 મેચમાં જીત મેળવી છે અને 51 મેચમાં હાર મળી છે ઉપરાંત, 13 મેચ ડ્રો રહી છે. યૂ મુમ્બાની ટીમે 81 મેચમાં જીત મેળવી છે. અન્ય કોઈ ટીમે 70 અથવા તેનાથી વધુ જીત મેળવી શકી નથી.

    આ પણ વાંચો : pro kabaddi League 2021 : પ્રો કબડ્ડીમાં પ્રદીપ નારવાલની 'ઘાક,' જાણો ક્યા-ક્યા રેકોર્ડ બનાવ્યા

    - રેડર: ગુમાન સિંહ, મોહિત, મોનૂ, મોનૂ ગોયત, પ્રશાંત કુમાર, રાજવીર સિંહ ચૌહાણ, સચિન તંવર અને કે સેલ્વામની.

    - ડિફેન્ડર: નીરજ કુમાર, સંદીપ, શુભમ શિંદે, સૌરવ ગુલિયા અને સુનિલ.

    - ઓલરાઉન્ડ: સી સાજિન, સાહિલ માન, ડેનિયલ ઓમાંડી અને શાદલુઈ ચિયાનેહ.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Pro Kabaddi, Pro kabaddi league

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन