Home /News /sport /

Pro Kabaddi League : પ્રો કબડ્ડીમાં ચેમ્પિયન બનવા માટે ગુજરાત જાયન્ટ્સે ખેલ્યો આ મોટો દાવ

Pro Kabaddi League : પ્રો કબડ્ડીમાં ચેમ્પિયન બનવા માટે ગુજરાત જાયન્ટ્સે ખેલ્યો આ મોટો દાવ

Gujarat giants in Pro Kabaddi : પ્રો કબડ્ડી લીગમાં પહેલું ટાઇટલ જીતવા માટે તૈયાર છે ગુજરાત જાયન્ટ્સની ટીમ જાણો શું છે વ્યૂહ રચના

Pro Kabaddi League : પ્રો કબડ્ડી લીગની આ સિઝન માટે થયેલા ખેલાડીઓના ઓક્શનમાં ગુજરાત દ્વારા કેટલાક અનુભવી ખેલાડીઓ પર દાવ લગાવવામાં આવ્યો છે. મહત્વનું છે કે આ અનુભવી ખેલાડીઓ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

    Pro Kabaddi League :  પ્રો કબડ્ડી લીગ (Pro Kabaddi League) ના સિઝન 8નો પ્રથમ તબક્કો 22 ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. કોરોના (Coronavirus)ને કારણે આ વખતે લીગનું આયોજન દર્શકો વિના બેંગ્લોરના કન્વેન્શન સેન્ટરમાં કરવામાં આવ્યું છે. સિઝનની તમામ મેચો એહીં જ યોજવામાં આવશે. કોરોના મહામારીને કારણે ગત વર્ષે પ્રો કબડ્ડી લીગનું આયોજન કરવામાં આવ્યું ન હતું. વર્ષ 2019માં બેંગોલ વોરિયર્સ દ્વારા ટાઈટલ કબ્જ કરવામાં આવ્યું હતું. જો આ સિઝનની વાત કરીએ તો ગુજરાત જાયન્ટ્સ (Gujarat Giant)ની ટીમ ખૂબ ખતરનાક લાગી રહી છે. આ ટીમ 2 વખત ટાઈટલ કબ્જે કરવાથી ચૂકી ગઈ છે. એવામાં ટીમ ટાઈટલ પોતાના નામે કરવા તત્પર હોય તેમ લાગી રહ્યું છે. સાથે જ ટીમમાં કેટલાક ફેરફારો પણ કરવામાં આવ્યા છે.

    2017માં ગુજરાતને પટના પાયરેટ્સ દ્વારા ફાઈનલ મુકાબલામાં માત આપવામાં આવી હતી, તો 2018માં ટીમને બેગ્સુરુ બુલ્સ સામે ખૂબ નજીવા અંકોથી હારનો સામને કરવો પડ્યો હતો. જો કે સિઝન 7માં ગુજરાત જાયન્ટ્સની ટીમ સારું પ્રદર્શન ન કરી શકી અને 9મા સ્થાને જ અટકી ગઈ હતી

    ગુજરાત દ્વારા કેટલાક અનુભવી ખેલાડીઓ પર દાવ લગાવવામાં આવ્યો છે

    હવે કેટલાક અનુભવી ખેલાડીઓનો સાથ મળ્યા પછી ટીમની નજર ટાઈટલ કબ્જે કરવાના લક્ષ્ય પર છે. ટાઈટલ કબ્જે કરી ટીમ પ્રથમ વખત ચેમ્પિયન બનવાનો મોકો છોડે તેવી કોઈ શક્યતા દેખાતી નથી. પ્રો કબડ્ડી લીગની આ સિઝન માટે થયેલા ખેલાડીઓના ઓક્શનમાં ગુજરાત દ્વારા કેટલાક અનુભવી ખેલાડીઓ પર દાવ લગાવવામાં આવ્યો છે. મહત્વનું છે કે આ અનુભવી ખેલાડીઓ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

    રવિન્દર પહલ પર મોટો દાવ

    ગુજરાત જાયન્ટ્સ દ્વારા દબંદ દિલ્લીના પૂર્વ ડિફેન્ડર રવિન્દર પહલ પર મોટો દાવ લગાવવામાં આવ્યો. ટીમે આ અનુભવી ખેલાડીને 74 લાખ રૂપિયામાં ટીમમાં શામેલ કર્યો હતો. પ્રો કબડ્ડી લીગમાં રવિન્દરે 112 મેચમાં 340 ટેકલ પોઈન્ટ હાંસલ કર્યા છે. સાથે જ તેમના ખાતે 23 હાઈ 5 પણ છે.

    આ પણ વાંચો : Pro Kabaddi League 2021: પ્રો કબડ્ડી લીગમાં ગુજરાત જાયન્ટ્સની મેચનું ટાઇમ ટેબલ, જાણો ક્યારે ક્યારે છે મુકાબલા

    ગુજરાતે પુનેરી પલ્ટનના પૂર્વ ડિફેન્ડર ગિરીશ એનાર્કને પણ 20 લાખની કિંમત પર ટીમમાં શામેલ કર્યા છે. ગિરીશ લેફ્ટ કોર્નર ડિફેન્ડર છે. જણાવી દઈએ કે ગિરીશે લીગમાં અત્યાર સુધી 106 મેચ રમ્યા છે. અગાઉ સીઝન 7માં ગુજરાત જાયન્ટ્સની ટીમના કોરન્ર ડિફેન્સે ખૂબ નિરાશા જનક પ્રદર્શન કર્યું હતું. તેવામાં આ સિઝનમાં કોર્નર ડિફેન્સ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

    ડૂ એન્ડ ડાઈ સ્પેશિયાલિસ્ટ મહેન્દ્ર ગણેશ રાજપૂતનું પણ આ સીઝનમાં કમબેક

    સાથે જ ડૂ એન્ડ ડાઈ સ્પેશિયાલિસ્ટ મહેન્દ્ર ગણેશ રાજપૂતનું પણ આ સીઝનમાં કમબેક થવાનું છે. ગત સીઝનમાં તે ગેમમાં શામેલ થયા ન હતા. લીગમાં તેમણે 62 મેચ રમ્યા છે જેમાં 180 રેડ પોઈન્ટ તેમની પાસે છે. યુવા રેડર રતન પણ આ સીઝનમાં ગુજરાત માટે ડેબ્યૂ કરશે.

    આ પણ વાંચો : Pro Kabaddi League 2021 : PKL 2021 પ્રો કબડ્ડી સિઝન 8માં આ 3 ખેલાડીઓ કરશે કમબેક, ગુજરાત જાયન્ટ્સનો પણ છે એક પ્લેયર

    કર્ણાટકના રતન જમ્પમાં માહિર છે. ઓક્શનમાં તેમને 25 લાખ રૂપિયામાં ટીમમાં શામેલ કરવામાં આવ્યા છે. ગુજરાત જાયન્ટ્સની ટીમની આગેવાની સુનીલ કુમાર દ્વારા કરવામાં આવશે. સુનીલ લાંબા સમયથી ટીમ માટે મહત્વના રહ્યાં છે. રાઈટ કવર ડિફેન્ડર સુનિલ પાસે કુલ 68 મેચમાં 179 ટેકલ પોઈન્ટ્સ છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Pro kabaddi league

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन