Home /News /sport /

Pro Kabaddi League : શું તમે જાણો છો પ્રો કબડ્ડી લીગમાં વારંવાર વપરાતા આ શબ્દોનો અર્થ

Pro Kabaddi League : શું તમે જાણો છો પ્રો કબડ્ડી લીગમાં વારંવાર વપરાતા આ શબ્દોનો અર્થ

Pro Kabaddi League 2021 : પ્રો કબડ્ડી લીગની સિઝન-8નો આગામી 22મી ડિસેમ્બરથી થશે પ્રારંભ

Pro Kabaddi League 2021 : હાઇ 5, ડૂ-ઓર-ડાય રેડ. લોબી, બોક લાઇન વગેરે જેવા શબ્દો અને તેનો અર્થ શું થાય છે તે જાણો, ભારતની પોતાની રમતને જાણવાની છે એક તક

    Pro Kabaddi League 2021: ભારતની સૌથી મોટી કબડ્ડી લીગ (Biggest Kabaddi league)ની શરૂઆતનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચૂક્યું છે. મેદાનમાં 12 ટીમો બેંગાલ વોરીયર્સ, બેંગલુરૂ બુલ્સ, યુ મુંબા, દબંગ દિલ્હી કેસી, પટના પાઇરેટ્સ, જયપુર પિંક પેન્થર્સ, ગુજરાત જાયન્ટ્સ, તેલુગુ ટાઇટન્સ, યુપી યોદ્ધા, તમિલ થલાઇવાસ, પુનેરી પલ્ટન અને હરીયાણા સ્ટીલર્સ બેંગલુરૂમાં યોજાનારી પ્રો કબડ્ડી 2021 (Pro Kabaddi League 2021)ની આઠમી સિઝનમાં ભાગ લેશે. કબડ્ડીની રમતમાં કેટલાક ખાસ શબ્દો (Frequently Used Terms in Pro Kabaddi League )નો ઉપયોગ થાય છે, તો ચાલો સૌથી મહત્વના શબ્દો વિશે જાણીએ.

    કબડ્ડી ફોર્મેશન

    જ્યારે તમે કબડ્ડી જોતા હશો તો આ શબ્દ વારંવાર તમને સાંભળવા મળતો હશે કે, આ ટીમનું ફોર્મેશન આ છે. કબડ્ડી ફોર્મેશન ખેલાડીઓ દ્વારા તેમના ભાગમાં ઊભા રહેવાની સ્થિતિને કહે છે.

    સરળ ભાષામાં સમજીએ તો એક ટીમમાં કુલ 12 ખેલાડીઓ હોય છે. જેમાં મહત્તમ 7 ખેલાડીઓ એક સમયે એક ટીમમાં મેટ પર હાજર હોય છે. એવામાં જે ટીમનો મુખ્ય ડિફેન્ડર ખેલાડી હોય છે તે મેટના કિનારે બંને સાઇટ પર હોય છે. તે પોઝીશનને કોર્નર કહે છે.

    કોર્નર પોઝીશનની એકદમ બાજુની પોઝીશનને ઇન્સ કહે છે, જે કોર્નરમાં ઊભેલા ડિફેન્ડર્સનો હાથ પકડીને ઊભા રહે છે.

    ઇન્સની બાજુની પોઝીશનને કવર પોઝીશન કહે છે, જે પોતાની તરફના મધ્ય ભાગને બચાવે છે અહીં મોટાભાગે ટીમના ઓલ રાઉન્ડર ખેલાડીઓ ઊભા હોય છે.

    આ પણ વાંચો : Pro Kabaddi League : પ્રો કબડ્ડીના ખેલાડીઓના આ ટોપ 5 દાવએ ચાહકોના દિલ જીતી લીધા, જુઓ Video

    બંને કવર ખેલાડીઓની વચ્ચેની એકમાત્ર પોઝીશન સેન્ટર પોઝીશન હોય છે. અહીં ઊભેલો ખેલાડી રેડર હોય છે. જે ટીમમાંથી મોટાભાગે રેડ માટે જાય છે.

    ફીલ્ડ ઓફ પ્લે

    મેટને ફીલ્ડ ઓફ પ્લે કહેવામાં આવે છે અને મેટ એરીનાનો તે ભાગ છે જ્યાં કબડ્ડી રમાય છે. કબડ્ડીની મેટને અનેક હિસ્સાઓમાં વિભાજીત કરવામાં આવે છે.

    મધ્ય રેખા

    મેટ પર બે કોર્ટને અલગ પાડવા દોરાયેલી રેખા છે. સલામત રીતે પરત ફરવા રેડરે કાઉન્ટડાઉન પહેલા મધ્યરેખાને પાર કરવી જરૂરી છે. મેટ પર મધ્યરેખાની લંબાઈ 10 મીટર હોય છે.

    બોક લાઇન

    બોક લાઇન મેટની તે લાઇન છે, જ્યાં એક ટીમમાં સાત ખેલાડી રેડર રેઇડ કરે તે પહેલાં ઊભા હોય છે. કબડ્ડીની એક મેટમાં કુલ બે બોક્સ લાઇન હોય છે. દરેક રાઉન્ડમાં એક. આ લાઇન મધ્ય રેખાથી 3.75 મીટર દૂર હોય છે.

    લોબી

    રેડર રાઇડર ડિફેન્ડરને સ્પર્શે પછી રમતમાં લોબી સક્રિય થાય છે. આ રેખા મેટની બાજુમાં હોય છે. એક વખત લોબી એક્ટિવ થયા પછી તે ડિફેન્ડર ટીમનો ભાગ બની જાય છે.

    ડૂ-ઓર-ડાય રેડ

    જો રેડર ટીમના રેડ સતત બે વખત ખાલી જાય છે, તો તેમની ત્રીજી રેડને ડૂ-ઓર-ડાય રેડ કહેવાય છે. એટલે કે આ રેડમાં રેડરે પોઇન્ટ મેળવવો જરૂરી છે.

    આ પણ વાંચો : Ravindra Jadeja: જાડેજાએ પોસ્ટ કરી બે તસવીરો, જોઈને ટેસ્ટમાંથી નિવૃત્તિની અફવા ઉડડાવાનું કોઈ નામ નહીં લે

    હાઇ 5

    જ્યારે ડિફેન્ડર્સ મેચમાં પાંચ ટેકલ પોઇન્ટ એકત્ર કરે છે, ત્યારે તેમના માટે હાઇ5 શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. ક્રિકેટમાં ફાઇફર હાંસલ કરનાર બોલરની જેમ આ માર્ક સુધી પહોંચનાર ડિફેન્ડર્સની ભારે પ્રશંસા થાય છે. જાણીતા કવર ડીફેન્ડર સુરજીત સિંહે પ્રો કબડ્ડીની 97 મેચમાં સૌથી વધુ 27 હાઇ5 હાંસલ કર્યા છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Pro Kabaddi, Pro kabaddi league

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन