Home /News /sport /

Pro Kabaddi League: પ્રો કબડ્ડીના ઈતિહાસમાં પ્રથમ વખત એક જ ટીમ માટે રમશે પિતા-પુત્રની જોડી

Pro Kabaddi League: પ્રો કબડ્ડીના ઈતિહાસમાં પ્રથમ વખત એક જ ટીમ માટે રમશે પિતા-પુત્રની જોડી

Pro Kabaddi League : પ્રો કબડ્ડી લીગની સિઝન 8નું 22મી ડિસેમ્બરથી પ્રસારણ શરૂ થશે. આ ટુર્નામેન્ટમાં રોજની ત્રણ મેચ રમાશે

Pro Kabaddi League : દબંગ દિલ્હી ટીમના આ ખેલાડી માટે પ્રો કબડ્ડીની સિઝન 8 (Pro Kabaddi Season 80 ખરેખર ગર્વ ભરી ક્ષણ છે જેમાં તેની પોતાની ટીમમાંથી જ તેની સાથે દીકરો પણ મેદાનમાં ઉતરશે

    Pro Kabaddi League : પ્રો કબડ્ડી લીગ (Pro Kabaddi League) ના આઠમા સીઝનમાં પણ દિલ્લી પોતાનો જાદુ દેખાડવા માટે તૈયાર છે. અનુભવી જોગિંદર નરવાલ (Jogindar Narwal) ની આગેવાની હેઠળ તેમના દીકરા પણ હવે ટીમમાં પોતાનો દમ દેખાડશે. પ્રો કબડ્ડી લીગના ઈતિહાસમાં આ પ્રથમ વખત હશે કે જ્યારે પિતાની આગેવાનીમાં તેમનો પુત્ર પણ તે જ ટીમમાં રમશે. ગત વર્ષે ફીનલમાં પહોંચનાર દિલ્લી આ વખતે ચોક્કસથી ટાઈટટલ પોતાના નામે કરવા ઈચ્છશે. જોગિંદર એક ખેલાડી કરતા એક કેપ્ટન તરીકે પોતાની ટીમ માટે વધુ ઉપયોગી સાબિત થશે. આ પહેલા પણ તે કેટલીક લીગમાં શાનદાર પ્રદર્શન કરી ચુક્યા છે.

    એક વાતચીતમાં અમર ઉજાલાને જોગિંદર નારવાલે જણાવ્યું  અમારી ટીમનું ડિફેન્સ નબળું નથી. કેટલીકવાર અમારાથી ભૂલો થાય છે જો કે તે દરેક ટીમ સાથે થતું હોય છે. જ્યારે ટીમ ફાઇનલમાં પહોંચી ત્યારે ટીમના રેઇડર અને ડિફેન્ડર બંનેએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ વખતે પણ અમારી તૈયારી શાનદાર છે. આ વખતે પણ અમે ગત સિઝનની જેમ રમીશું. અમે દિલ્હી માટે ટ્રોફી જીતવા માંગીએ છીએ.

    ટીમ કોમ્બિનેશન સારું છે

    તમામ ટીમો લાંબા સમય બાદ કોર્ટમાં ઉતરશે. અમે સળંગ પ્રેક્ટિસ કરતા જ રહીએ છીએ અને અલગ-અલગ ટીમો માટે રમીએ છીએ. અમારી તૈયારીઓ આખું વર્ષ ચાલુ રહે છે. તમામ ખેલાડીઓ એકબીજાને સારી રીતે જાણે છે. હાલમાં ટીમ કોમ્બિનેશન સારું છે.

    આ પણ વાંચો :  Pro Kabaddi League : શું તમે જાણો છો પ્રો કબડ્ડી લીગમાં વારંવાર વપરાતા આ શબ્દોનો અર્થ

     કબડ્ડીના ઇતિહાસમાં પ્રથમ વખત પિતા-પુત્રની જોડી એકસાથે કોર્ટ પર 

    આ ટુર્નામેન્ટમાં કબડ્ડીના ઈતિહાસમાં પહેલીવાર પિતા પુત્રની જોડી એક જ મેદાનમાં જોવા મળશે. આ અંગે જોગિંદર નરવાલે કહ્યું કે  મારો દીકરો મારી સાથે રમે છે મને ખુબ સારું લાગે છે.

    જોગિંદર નારવલાનો પુત્ર વિનય નારવાલ પણ આ વખતે તેની સાથે ટીમમાં રમશે


    મારા માટે આ બહુ ખુશીની વાત છે.  તેમણે ઉમેર્યુ કે અમે ગામમાં રહીએ છીએ ત્યાં હંમેશા અમારી પ્રેક્ટીસ ચાલુ રાખીએ છીએ. કોરોનાકાળમાં પણ અમારી પ્રેક્ટિસ ચાલુ જ હતી.

    આ પણ વાંચો : Pro Kabaddi League : પ્રો કબડ્ડીમાં જીત નક્કી કરે છે 'સુપર રેડ,' જાણો ડૂ ઓર ડાઈ સહિતના અન્ય નિયમો

    આગામી એશિયન ગેમ્સમાં જીતનો વિશ્વાસ

    નારવાલે ભારતીય ટીમ વિશે કહ્યું કે  એવું બિલકુલ નથી કે અમે જીતી નહી શકીએ. ભારતીય ટીમના ખેલાડીઓ બહુ મજબૂત છે આગામી એશિયન ગેમ્સ ચોક્કસથી અમારા નામે જ થશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Pro Kabaddi, Pro kabaddi league

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन