Home /News /sport /

Pro Kabaddi League 2021 : પ્રો કબડ્ડી લીગ સિઝન-8ની તારીખ આવી, લાખોમાં ખરીદીયા છે ખેલાડીઓ

Pro Kabaddi League 2021 : પ્રો કબડ્ડી લીગ સિઝન-8ની તારીખ આવી, લાખોમાં ખરીદીયા છે ખેલાડીઓ

Pro Kabaddi League 2021 : પ્રો કબડ્ડી લીગની તારીખો જાહેર, જાણો બધું જ

Pro Kabaddi League 2021 : કોરોના મહામારીને કારણે દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે નહી. પ્રો કબડ્ડી લીગ સિઝન 8 માટે ખેલાડીઓનું ઓક્શન 29 થી 31 ઓગસ્ટ દરમ્યાન મુંબીમાં યોજવામાં આવ્યું હતું.

    Pro Kabaddi League 2021- 22 વર્ષના લાંબા સમયગાળા પછી પ્રો કબડ્ડી લીગ (Pro Kabaddi League (PKL 2021)) સિઝન 8ન શરૂઆત 22 ડિસેમ્બરથી થવા જઈ રહી છે. આ વખતે પ્રો કબડ્ડી લીગનું આયોજન બેંગ્લોરમાં કરવામાં આવ્યું છે. જો કે કોરોના મહામારીને કારણે દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે નહી. પ્રો કબડ્ડી લીગ સિઝન 8 માટે ખેલાડીઓનું ઓક્શન 29 થી 31 ઓગસ્ટ દરમ્યાન મુંબીમાં યોજવામાં આવ્યું હતું.

    પીકેએલના આયોજક મશાલ સ્પોર્ટ્સ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ખેલાડી અને સ્ટેકહોલ્ડર્સની સ્વાસ્થ સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ વર્ષે દર્શકો વિના આ ટૂર્નામેન્ટનું આયોજન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ વખતે વિવિધ સ્થળોએ મેચ યોજવામાં નહીં આવે આખી લીગનું આયોજન બેંગ્લોરમાં જ કરવામાં આવશે. જણાવી દઈએ કે કોરોના મહામારીને કારણે વર્ષ 2020માં આ લીગનું આયોજન થઈ શક્યું નહતું.

    બેંગ્લોરને આ લીગ હોસ્ટ કરવાની તક મળી

    મશાલ સ્પોર્ટ્સના સીઈઓ અનુપમ ગોસ્વામી અને લીગ કમિશનર વીવો જણાવે છે કે, અમને આનંદ છે કે બેંગ્લોરને આ લીગ હોસ્ટ કરવાની તક મળી છે. બેંગ્લોરમાં સુરક્ષાના તમામ ઉપાયો અને સગવડોની સાથે મોટા સ્પોર્ટ્સ કોમ્પિટીશનનું આયોજન કરવા માટેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. અમે પીકેએલ સિઝન 8ને લઈને ઘણા જ ઉત્સુક છીએ.

    આ પણ વાંચો : IPL Retention: ધોની, કોહલી-રોહિત શર્મા, બુમરાહ-પંત સહિતના આ ખેલાડીઓ રિટેન, નહીં બદલે  ટીમ

    કર્ણાટકના સીએમનો સંદેશ

    કર્ણાટકના મુખ્યમંત્રી બાસવરાજ બોમ્મઈએ લીગને આવકારી છે અને દરેક સંભવ મદદ કરવાની પણ વાત કહી છે. તેમણે કહ્યું છે કે કબડ્ડી ભારતની એક સ્વદેશી રમત છે અને કર્ણાટકમાં ખૂબ લોકપ્રિય છે. અમે અમારા રાજ્યમાં આગામી પ્રો કબડ્ડીના આયોજનનું સ્વાગત અને સમર્થન કરીએ છીએ.

    bio-secure bubble તૈયાર કરાશે

    આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે લીગ સરકારી નિયમો અને દિશાનિર્દેશોનું પાલન કરીને પ્રોટોક અને કડક નિયમો અનુસાર રમવામાં આવશે. આ સાથે જ બાયો સિક્યોર બબલ (bio-secure bubble) તૈયાર કરવા માટે વિશેષ સુરક્ષા એજન્સી સાથે કામ કરવામાં આવી રહ્યું છે.

    30 લાખ હતી જેમને ઉંચી કિંમતે ખરીદવામાં આવ્યા છે

    પ્રદિપ નરવાલ, સિદ્ધાર્થ દેસાઈ, મનજીત ચિલ્લર, સચિન, રોહિત ગુલિયા, સંદિપ નરવાલ અને રાહુલ ચૌધરી જેવા એ ગ્રેડના ખેલાડીઓની બેઝ પ્રાઈઝ 30 લાખ હતી જેમને ઉંચી કિંમતે ખરીદવામાં આવ્યા છે. નિતીન તોમર, જોગિંદર નરવાલ, સુરિન્દર નાડા, સુમિત સિંહ વગેરે 20 લાખ બેઝ પ્રાઈઝ સાથે ખરીદવામાં આવ્યા

    આ પણ વાંચો : IPL Retention: કે.એલ.રાહુલથી લઈ ડેવિડ વોર્નર સુધી, આ ખેલાડીઓની બદલાઈ શકે છે ટીમ

    વિદેશી ખેલાડીઓને પણ શામેલ કરવામાં આવે છે

    પ્રો કબડ્ડીમાં વિદેશી ખેલાડીઓને પણ શામેલ કરવામાં આવે છે. જેમાં જેંગ કુન લી, મોહમ્મદ ઈસ્માઈલ, મોહમ્મદ મલિક, મોહમ્મદ તુહિન વગેરે ખેલાડીઓના પણ સારી સારી કિંમતે ખરીદવામાં આવ્યા છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Pkl 2021, Pro Kabaddi, Pro kabaddi league

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन