Home /News /sport /

pro kabaddi League 2021 : પ્રો કબડ્ડીમાં પ્રદીપ નારવાલની 'ઘાક,' જાણો ક્યા-ક્યા રેકોર્ડ બનાવ્યા

pro kabaddi League 2021 : પ્રો કબડ્ડીમાં પ્રદીપ નારવાલની 'ઘાક,' જાણો ક્યા-ક્યા રેકોર્ડ બનાવ્યા

Pradeep narwal Records in Pro Kabaddi : પ્રદિપ નારવાલ છે પ્રો કબડ્ડીનો સાવજ, જાણો તેના રેકોર્ડ

pro kabaddi League 2021 : પ્રદિપ નારવાલ છે પ્રો કબડ્ડીના 'વિરાટ કોહલી' એકથી એક રેકોર્ડ બનાવ્યા છે સમગ્ર સિઝનમાં, જાણો શું છે આ ખેલાડીના વિક્રમો

    pro kabaddi League 2021 :  વર્ષ 2014માં પ્રો કબડ્ડીની લીગની pro kabaddi League)  શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધીમાં અનેક ખેલાડીઓએ (Kabaddi Players) પોતાની છાપ છોડી છે. ખૂબ જ ઓછા ખેલાડી છે, જેમણે પરદીપ નરવાલની (Pradeep Narwal) જેમ પોતાનો અનોખો પ્રભાવ છોડ્યો છે. પરદીપ નરવાલે બીજી સીઝનમાં રમવાની શરૂઆત કરી ત્યારથી શાનદાર (Pradeeep Narwal records in Pro Kabaddi)  પ્રદર્શન કર્યું છે. પરદીપ નરવાલે બેંગ્લુરુ બુલિસની (Praddep N સામે મેચ રમીને પ્રો કબડ્ડી લીગની શરૂઆત કરી છે. PKL સીઝન 2માં નરવાલે કુલ 6 મેચ રમી છે અને 9 અંક મેળવ્યા છે.

    પટના પાઈરેટ્સ દ્વારા પરદીપને સીઝન 3 માટે ફાઈનલ કરવામાં આવ્યો હતો. જે બાદ પરદીપના કરિઅરના એક નવો વળાંક આવ્યો. પરદીપે પાઈરેટ્સ સાથે સળંગ ત્રણ ચેમ્પિયનશિપ જીતીને એક સફળ ટીમ બનાવી છે. પરદીપ નરવાલે બનાવેલ રેકોર્ડની અહીં જાણકારી આપવામાં આવી છે.

    પ્રો કબડ્ડીમાં સૌથી વધુ રેડ પોઈન્ટ મેળવવાનો રેકોર્ડ

    સાત પ્રો કબડ્ડી લીગ સીઝન દરમિયાન કબડ્ડીના અનેક દિગ્ગજ ખેલાડીઓએ મેચ રમી છે. અનુપ કુમાર, અજય ઠાકોર, રાકેશ કુમાર તથા અન્ય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. પ્રો કબડ્ડી લીગમાં પરદીપ નરવાલે શાનદાર પ્રદર્શન કર્યું છે. PKL સીઝન 3માં પરદીપ નરવાલે 131 રેડ કરી હતી, ત્યારબાદ પરદીપ નરવાલે પટના પાઈરેટ્સ સાથેની મેચમાં બરાબરી કરી હતી. પરદીપે 107 મેચમાં કુલ 1160 રેડ પોઈન્ટ મેળવ્યા છે. સેકન્ડ હાઈએસ્ટ સ્કોર કરનાર રાહુલ ચૌધરી કરતા પરદીપ નરવાલ 200 રેડ પોઈન્ટથી આગળ છે.

    આ પણ વાંચો : Pro Kabaddi League 2021: પ્રો કબડ્ડી લીગમાં ગુજરાત જાયન્ટ્સની મેચનું ટાઇમ ટેબલ, જાણો ક્યારે ક્યારે છે મુકાબલા

    સિંગલ સીઝનમાં સૌથી વધુ રેડ પોઈન્ટ મેળવવાનો રેકોર્ડ

    પટના પાઇરેટ્સ સાથે પરદીપ નરવાલે બે વર્ષમાં બે ટાઈટલ જીત્યા છે. PKL સીઝન 5માં પરદીપ નરવાલે 26 મેચમાં 369 રેઇડ પોઈન્ટ્સ મેળવ્યા છે. આખી સીઝન દરમિયાન 18 સુપર રેડ અને 19 સુપર 10s કર્યા છે. ત્યારથી લઈને અત્યાર સુધી આ રેકોર્ડને કોઈ તોડી શક્યું નથી.

    આ પણ વાંચો : Pro Kabaddi League 2021 : પ્રો કબડ્ડી લીગ સિઝન-8ની તારીખ આવી, લાખોમાં ખરીદીયા છે ખેલાડીઓ

    સિંગલ રેઈડમાં સૌથી વધુ પોઈન્ટ મેળવવાનો રેકોર્ડ

    PKL સીઝન 5માં પરદીપ નરવાલે શાનદાર પ્રદર્શન કર્યું છે. હરિયાણા સ્ટીલર્સ સામેની મેચમાં પરદીપ નરવાલે એક રેઈડમાં 8 પોઈન્ટ મેળવ્યા હતા. તેમણે 6 ડિફેન્ડરોને આઉટ કરી દીધા હતા, જેનાથી તેમની ટીમને 2 ઓલ આઉટ પોઈન્ટ મળ્યા હતા. પ્રદીપે આ મેચમાં ડિફેન્ડરને આઉટ કરવા માટે ડુબકીનો ઉપયોગ કર્યો હતો. પ્રો કબડ્ડી લીગમાં આ પ્રકારનો દાવ હવે ભાગ્યે જ જોવા મળી શકે છે.
    First published:

    Tags: Pro Kabaddi, Pro kabaddi league, Sports News in Gujarati

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन