નવી દિલ્હી : પ્રો કબડ્ડી લીગની આઠમી સિઝનના (Pro Kabaddi League 2021) નવમાં દિવસે બે મુકાબલા રમાયા હતા. પ્રથમ મુકાબલો જયપુર પિંક પેન્થર્સ અને યૂ મુમ્બા વચ્ચે (Jaipur Pink Panthers vs U Mumba)રમાયો હતો. જેમાં યૂ મુમ્બાએ 37-28થી વિજય મેળવ્યો હતો. બીજો મુકાબલો હરિયાણા સ્ટીલર્સ અને બેંગલુરુ બુલ્સ (Haryana Steelers vs Bengaluru Bulls) વચ્ચે રમાયો હતો. જેમાં બેંગલરુ બુલ્સે 42-28ના મોટા માર્જિનથી વિજય મેળવ્યો હતો.
રેડર અભિષેક અને અજીત ઝળક્યા
યૂ મુમ્બાએ સ્ટાર રેડર અજિત અને અભિષેક સિંહના સુપર-10ના દમ પર જયપુર પિંક પેન્થર્સ પર જીત મેળવી હતી. યૂ મુમ્બા માટે એક સારી ઓલરાઉન્ડર મેચ રહી હતી. જયપુર પિંક પેન્થર્સ પરાજય પછી જલ્દીથી જલ્દી ટૂર્નામેન્ટમાં આગળ વધવાનો પ્રયત્ન કરશે. યૂ મુમ્બાએ જયપુર સામે 37-28થી વિજય મેળવ્યો છે. મુમ્બા માટે રેડર અભિષેક સિંહ અને અજીતે સુપર-10 બનાવ્યા હતા. જયપુર તરફથી અર્જુન દેશવાલે સૌથી વધારે 14 પોઇન્ટ્સ મેળવ્યા છે. મુમ્બાનો પાંચમી મેચમાં બીજો વિજય છે. જ્યારે જયપુરનો આ સિઝનમાં પોતાની ચોથી મેચમાં બીજો પરાજય થયો છે.
બેંગલુરુ બુલ્સે હરિયાણા સ્ટીલર્સને 14 પોઇન્ટના મોટા માર્જિનથી હરાવ્યું હતું. બેંગલુરુએ હરિયાણા સ્ટીલર્સ સામે 42-28ના અંતરથી વિજય મેળવ્યો છે. બેંગલુરુ બુલ્સ 4 મેચમાં 3 જીત સાથે પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. બેંગલુરુ પાસે 15 પોઇન્ટ છે. પવન સહરાવતે 22 પોઇન્ટ સાથે મેચ પર પોતાનો દબદબો બનાવી રાખ્યો હતો.
મુકાબલામાં શરૂઆતથી જ બેંગલુરુ બુલ્સે લીડ બનાવી હતી. પ્રથમ હાફમાં બેગલુરુએ 19-13થી લીડ બનાવી હતી. બીજા હાફમાં પણ બેંગલુરુએ પોતાની લીડ યથાવત્ રાખી હતી. બુલ્સે લીડ 27-17 કરી હતી. આ પછી વિરોધી ટીમને ઓલઆઉટ કરીને પોતાની લીડ 31-18 સુધી પહોંચાડી હતી. છેલ્લે ટીમે 42-28થી વિજય મેળવ્યો હતો.
પોઇન્ટ ટેબલ
પોઇન્ટ ટેબલની વાત કરવામાં આવે તો દબંગ દિલ્હી 18 પોઇન્ટ સાથે ટોચના સ્થાને છે. 4 મેચમાંથી એકપણ મેચમાં પરાજય થયો નથી. બેંગલુરુ બુલ્સ 15 પોઇન્ટ સાથે બીજા અને યુ મુમ્બા ત્રીજા સ્થાને છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર