Home /News /sport /

Pro Kabaddi League: ગુજરાત અને દિલ્હી વચ્ચે 1-1 પોઇન્ટ માટે જંગ, આખરે મુકાબલો થયો ટાઇ

Pro Kabaddi League: ગુજરાત અને દિલ્હી વચ્ચે 1-1 પોઇન્ટ માટે જંગ, આખરે મુકાબલો થયો ટાઇ

દિલ્હીના રેડર નવીન કુમારે સૌથી વધારે 11 પોઇન્ટ મેળવ્યા હતા. ગુજરાત તરફથી રાકેશ નરવાલે 9 પોઇન્ટ મેળવ્યા હતા (તસવીર - પ્રો કબડ્ડી લીગ ટ્વિટર)

pro kabaddi league 2021 - દબંગ દિલ્હી કેસી (Dabang Delhi KC) અને ગુજરાત જાયન્ટ્સ (Gujarat Giants) વચ્ચેનો મુકાબલો 24-24થી ટાઇ રહ્યો

  નવી દિલ્હી : દબંગ દિલ્હી કેસી (Dabang Delhi KC) અને ગુજરાત જાયન્ટ્સ (Gujarat Giants) વચ્ચે પ્રો કબડ્ડી લીગની (Pro Kabaddi League)આઠમી સિઝનનો મુકાબલો 24-24થી ટાઇ રહ્યો હતો. આ મુકાબલામાં 1-1 પોઇન્ટ માટે જંગ ખેલાયો હતો. ક્યારેક ગુજરાતે લીડ મેળવી તો ક્યારેક દિલ્હીએ લીડ મેળવી હતી. અંતમાં સ્કોર બરાબરી પર છૂટ્યો હતો. દિલ્હીના રેડર નવીન કુમારે સૌથી વધારે 11 પોઇન્ટ મેળવ્યા હતા. ગુજરાત તરફથી રાકેશ નરવાલે 9 પોઇન્ટ મેળવ્યા હતા.

  બેંગલુરુના શેરાટન ગ્રાંડ વ્હાઇટફીલ્ડમાં રમાયેલ પ્રો કબડ્ડી લીગના આ મુકાબલામાં બન્ને ખેલાડીઓએ કમાલનું પ્રદર્શન કર્યું હતું. ગુજરાત જાયન્ટ્સે શરૂઆતી લીડ મેળવી હતી અને 7 મિનિટ પછી સ્કોર 6-5થી તેના પક્ષમાં હતો. આ પછી દબંગ દિલ્હીએ શાનદાર વાપસી કરતા પ્રથમ હાફની સમાપ્તિ પર સ્કોર 12-11થી પોતાના પક્ષમાં કર્યો હતો.

  આ પણ વાંચો - IND vs SA: કેએલ રાહુલની અણનમ સદી, પ્રથમ દિવસે ભારતની પકડ મજબૂત

  બીજો હાફ પણ ઘણો રોમાંચક રહ્યો હતો. આ દરમિયાન દબંગ દિલ્હીએ 12 પોઇન્ટ મેળવ્યા હતા. જ્યારે ગુજરાતે 13 પોઇન્ટ મેળવ્યા હતા. દિલ્હીએ આ હાફમાં રેડથી 7, ટેકલથી 2 અને 3 અતિરિક્ત પોઇન્ટ મેળવ્યા હતા. જ્યારે ગુજરાતે રેડથી 6, ટેકલથી 3 અને અતિરિક્ત 4 પોઇન્ટ મેળવ્યા હતા.

  દબંગ દિલ્હી 13 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં સૌથી ઉપર છે. જેણે આ સિઝનમાં અત્યાર સુધી એકપણ મેચ ગુમાવી નથી. તેણે 2 મેચમાં વિજય મેળવ્યો છે, 1 મેચ ટાઇ રહી છે. ગુજરાતના 9 પોઇન્ટ છે અને ત્રીજા નંબરે છે.

  આ પણ વાંચો - Pro Kabaddi League-2021: યુપી યોદ્ધાનો પટના પાઇરેટ્સ સામે એક પોઇન્ટથી રોમાંચક વિજય

  બેંગલુરુ બુલ્સનો બંગાલ વોરિયર્સ સામે 36-35થી વિજય

  અન્ય એક મેચમાં બેંગલુરુ બુલ્સે બંગાલ વોરિયર્સ સામે 36-35થી વિજય મેળવ્યો છે. હાફ ટાઇમમાં પણ બેંગલુરુ બુલ્સે 18-17થી એક પોઇન્ટથી લીડ બનાવી હતી.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Pro Kabaddi, Pro kabaddi league, Pro Kabaddi League-2021

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन